Home વ્યાપાર જગત - BUSINESS રશિયા – યુક્રેન યુદ્વના પરિણામે ફંડોની સતત વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૭૬૮...

રશિયા – યુક્રેન યુદ્વના પરિણામે ફંડોની સતત વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૭૬૮ પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો…!!

116
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૩.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૧૦૨.૬૮ સામે ૫૪૬૫૩.૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૩૮૮૭.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૨૫.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૮.૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૩૩૩.૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૦૫.૬૦ સામે ૧૬૩૦૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૧૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૭.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૯.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૬૬.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગના શરૂઆતી સત્રમાં નોંધપાત્ર કડાકા સાથે થઈ હતી. યુરોપ અને યુક્રેનના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને રશિયાએ કબ્જે કરતા હવે સમગ્ર યુક્રેનમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. રશિયા – યુક્રેન યુદ્વના પરિણામે વિશ્વભરમાં ફુગાવો – મોંઘવારી અસાધારણ  વધવા લાગી ક્રુડ ઓઈલના ભાવોમાં તેજી સાથે એલ્યુમીનિયમ સહિતની વિવિધ ઈન્ડસ્ટ્રીયલ મેટલના વધતાં જતાં ભાવોએ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોના કોસ્ટિંગમાં જંગી વધારો થવાના અને ઘણી કંપનીઓના પ્રોજેક્ટોમાં વિલંબ સાથે અટકી જવાના એંધાણ અને લોનોની ચૂકવણીમાં અનેક લોકો ડિફોલ્ટ થવાના ભય વચ્ચે ઘણા દેશો મહા આર્થિક સંકટમાં ફસાઈ જવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં અફડાતફડીના અંતે ધોવાણ વધતું જોવાયું હતું.

રશિયાએ યુક્રેન ઉપર કરેલા હુમલામાં યુરોપમાં સૌથી મોટા પરમાણુ વીજ મથક ઉપર રશિયાએ રોકેટ હુમલો કરતાં યુધ્ધ વધુ વકરે એવા ડર થી એશિયા અને ભારતીય શેરબજાર પર ગંભીર અસર થઈ હતી. આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની એકધારી પીછેહઠ થતા ભારે ઘટાડો નોંધાયો હતો. ક્રૂડના ભાવ વધતા ભારત અને અન્ય આયાત ઉપર નિર્ભર દેશોમાં મોંઘવારીનો ખતરો ઉભો થયો છે. ભારતમાં તા.૨ ડિસેમ્બર પછી, વિધાનસભાની ચૂંણીઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. આ ત્રણ મહિનામાં ક્રૂડના ભાવ ૪૭% વધી ગયા છે. એટલે સ્થાનિક બજારમાં તોતિંગ ભાવ વધારો આવી શકે તેવા અહેવાલે વેચવાલીના દબાણે ભારતીય શેરબજારોમાં આજે ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડાતફડીના અંતે શેરોમાં ધોવાણ વધતું જોવાયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, મેટલ, સીડીજીએસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૬ અને વધનારની સંખ્યા ૧૨૨૮ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય અર્થવ્યવસ્થા કોરોનાના કપરાકાળના ત્રીજા તબક્કામાંથી હજી બહાર આવી જ રહી હતી ત્યાં હવે રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વૈશ્વિક બજારમાં અજંપાની સ્થિતિ છે. ભારતીય શેરબજાર ભારે અંદાજીત ૧૨%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ક્રૂડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મોંઘવારીની ચિંતા સામે ઝઝૂમી રહેલ ગ્લોબલ ઈકોનોમીને હવે ઝડપથી વ્યાજદરમાં વધારો થવાની ચિંતા સતાવી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત બાદ એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંથી પોતાના રોકાણ પાછી ખેંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. એફપીઆઇની સતત વેચવાલીને જોતાં, એવું દેખાય છે કે, એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને રણનીતિ અપનાવી રહ્યા છે.

રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલી ચરમસીમાએ પહોંચ્યા સાથે બોન્ડ – શેરબજારની સાથે ક્રૂડ અને સોના – ચાંદીના બજારમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. બ્રેન્ટ ક્રૂડમાં ૯ વર્ષ બાદ ૧૧૫ ડોલરનું લેવલ ફરી જોવા મળ્યું છે. સામે પક્ષે સેફ હેવન ગણાતા સોના અને ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્તરે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર અને એલપીજીના એલપીજી દરમાં માસિક ફેરફાર અટકાવી દેવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવે કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવતમાં તીવ્ર વધારો કર્યો છે, તે થી આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ચૂંટણીઓ પૂરી થયા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતાએ મોંઘવારીમાં વધારોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field