Home દુનિયા - WORLD રોહિત શર્મા ટી ૨૦ મેચનો રેકોર્ડ શ્રીલંકાના નિસાંકાએ તોડ્યો

રોહિત શર્મા ટી ૨૦ મેચનો રેકોર્ડ શ્રીલંકાના નિસાંકાએ તોડ્યો

110
0

(જી.એન.એસ),તા.૧૯


મુંબઈ


ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 મેચ રમી રહ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ તૂટ્યો છે. ટીમ ઇન્ડિયાના પહેલા વન ડે સિરીઝ બાદ હવે ટી૨૦ સિરીઝમાં પણ પોતાની કેપ્ટનશીપ દ્વારા જીત અપાવી છે. આમ રોહિત શર્મા ની ચારે તરફ વાહ વાહી થઇ રહી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે તેણે ઓપનરના રુપમાં બનાવેલો વિક્રમ શ્રીલંક બેટ્‌સમેન પાથમ નિસાંકાએ તોડી દીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ ્‌૨૦ રેકોર્ડ વર્ષ ૨૦૧૬ માં બનાવ્યો હતો, જે હવે ૨૩ વર્ષના બેટ્‌સમેને પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા એ ટીમ ઇન્ડીયા વતી રમતા ઓસ્ટ્રેલિયા સામે ૧૪૩ રનની ઇનીંગ રમી હતી. યજમાન ઓસ્ટ્રેલિયા સામે ઓપનર રુપમાં રમતા દ્વીપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી નોંધાયો હતો. તેણે ઓપનીંગ બેટ્‌સમેન તરીકે આ ઇનીંગ રમી હતી. જાેકે હવે તે રેકોર્ડ હિટમેનના નામે રહ્યો નથી. ઓસ્ટ્રેલિયામાં શ્રીલંકાના ૨૩ વર્ષીય ઓપનર પાથમ નિસાંકાએ વર્તમાન શ્રેણીમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ૫ ટી૨૦ શ્રેણીની ચોથી મેચમાં આ કારનામું કર્યું હતું. નિશંકા બાદ હિટમેન અને તે પછીના ક્રમે શિખ ધવન ત્રીજા ક્રમે છે. ૨૦૧૮માં શિખર ધવન ૧૧૭ રન ફટકાર્યા હતા. તેમજ ચોથા ક્રમે રહેલા બાબર આઝમે ૧૧૫ રન નોંધાવ્યા હતા. જે તેણે ૨૦૧૯માં નોંધાવ્યા હતા. મેલબોર્નમાં રમાયેલી ચોથી ્‌૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ૬ વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૧૩૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ ૧૧ બોલ પહેલા મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ગ્લેન મેક્સવેલ હતો જેણે ૩૯ બોલમાં અણનમ ૪૮ રન બનાવ્યા હતા. મેક્સવેલે તેની ઇનિંગમાં ૩ ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૩ હતો. ૩૯ બોલ રમ્યા પછી પણ મેક્સવેલનો સ્ટ્રાઈક રેટ આટલો ઓછો રહ્યો, તે ખરેખર આશ્ચર્યજનક છે બોલિંગમાં ઓસ્ટ્રેલિયાના ઝાય રિચર્ડસને સારું પ્રદર્શન કર્યું હતું. આ બોલરે માત્ર ૨૦ રનમાં ૨ વિકેટ લીધી હતી. કેન રિચર્ડસને ૪૪ રનમાં ૨ વિકેટ, એશ્ટન એગરે ૪ ઓવરમાં માત્ર ૧૪ રન આપીને એક વિકેટ લીધી હતી. ઝમ્પાને પણ એક વિકેટ મળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ટીમની જીત છતાં રોહિત શર્મા ખેલાડીઓથી નારાજ
Next articleન્યુઝીલેન્ડના મેટ હેનરીએ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો