Home દેશ - NATIONAL રોહિત શર્માને બોલર દુષ્મંથા ચમીરાથી પરેશાન થયો

રોહિત શર્માને બોલર દુષ્મંથા ચમીરાથી પરેશાન થયો

135
0

(જી.એન.એસ),તા.૨૮

મુંબઈ

રોહિતે રવિવારે મેદાન પર પગ મૂકતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. રોહિતની આ 125મી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ હતી અને તે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રમનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે પાકિસ્તાનના શોએબ મલિકને પાછળ છોડી દીધો છે. પરંતુ રોહિત બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને ત્રણ મેચની ટી૨૦ શ્રેણી માં 3-0 થી હરાવ્યું હતું. આ પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને પણ 3-0 થી હરાવ્યું હતું. આ સિરીઝમાં રોહિત શર્મા ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ઉતર્યો હતો અને તે સફળ પણ રહ્યો હતો. રવિવારે ફરીથી રોહિતે તેની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીત તરફ દોરી, પરંતુ તે બેટથી કમાલ કરી શક્યો નહીં. આ જમણા હાથનો બેટ્સમેન માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. જો કે રોહિત દુનિયાભરના બોલરો માટે ડરનું બીજુ નામ છે, પરંતુ ટી-20માં એક બોલર તેને સતત પરેશાન કરી ચુક્યો છે. ધર્મશાળામાં અંતિમ મેચમાં પણ તે બોલરે રોહિતની વિકેટ લીધી હતી. આ બોલર છે દુષ્મંથા ચમીરા. જેનાથી હિટમેન સિરીઝમાં પરેશાન દેખાયો છે. રોહિત ટીમનો મુખ્ય બેટ્સમેન છે. તેના વહેલા આઉટ થવાને કારણે ભારતીય ટીમ પર સંકટ સર્જાયું હતું, પરંતુ ત્રીજા નંબર પર વિરાટ કોહલીની જગ્યાએ રમી રહેલા શ્રેયસ અય્યરે શ્રીલંકાને તેનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. શ્રેયસ અય્યર અણનમ પરત ફર્યો હતો અને ટીમને વિજય અપાવ્યા બાદ જ તેણે રાહતનો શ્વાસ લીધો હતો. આ જમણા હાથના બેટ્સમેને અણનમ 73 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં અય્યરે 45 બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યર આ સમગ્ર શ્રેણીમાં અણનમ રહ્યો હતો. તેણે આ શ્રેણીની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી.

આ મેચમાં રોહિત સંજુ સેમસન સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર બિનુરુ ફર્નાન્ડો પર ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ તે આગલી જ ઓવરમાં આઉટ થયો હતો. ચમીરાનો બોલ થોડો વધુ ઉછળ્યો અને બોલ રોહિતના બેટની ઉપરની કિનારી સાથે હવામાં ગયો. કરુણારત્નેએ રોહિતનો કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી. ટી૨૦ ઇન્ટરનેશનલમાં આ છઠ્ઠી વખત હતું જ્યારે રોહિત ચમીરા દ્વારા આઉટ થયો હતો. બીજી મેચમાં પણ ચમીરાએ રોહિતને બોલ્ડ કર્યો હતો. ચમીરાએ પહેલા જ ઓવરના છેલ્લા બોલ પર ભારતીય કેપ્ટનનો દાંડિયા ઉડાવી દીધા હતા. તે મેચમાં રોહિતે એક રન બનાવ્યો હતો. રોહિતે પ્રથમ મેચમાં 44 રન બનાવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી સોનારિકા ભદૌરિયા નો મોટો ખુલાસો
Next articleઅકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને 8 ગણું વધુ વળતર મળશે : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી