રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૧.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૩૦૬.૯૩ સામે ૫૯૫૭૭.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૩૫૫.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૬૫.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૧.૫૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૧૩૮.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૧૫.૩૦ સામે ૧૭૭૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૭૩૦.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૭.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૧.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૦૧૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં કંપનીઓના એકંદર પ્રોત્સાહક પરિણામો જાહેર થઈ રહ્યા હોઈ સાથે ફંડોએ ટેલિકોમ અને મેટલ શેરોની આગેવાનીએ સાથે આઇટી – ટેક શેરોમાં તેજી કરીને સેન્સેક્સને ફરી ૬૦૦૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી. આ સાથે આજે ફરી રિયાલ્ટી શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. ગત સપ્તાહના ઘટાડા બાદ લોકલ ફંડો તેમજ ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની શેરોમાં આક્રમક ખરીદી શરૂ થઈ આજે ફંડોએ ઓલ રાઉન્ડ તેજી કરી હતી.
દેશમાં એક તરફ મોંઘવારીના કારણે લોકોને માર પડી રહ્યો છે અને બીજી તરફ શેરબજારમાં તેજી જ તેજી જોવા મળી રહી છે. ચોમાસાની સારી પ્રગતિ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આર્થિક મોરચે પ્રવૃતિ લોકડાઉન પૂર્વેની સ્થિતિએ આવી જવા લાગી હોવાના સંકેત વચ્ચે કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામે વૈશ્વિક બજારોમાં પણ આજે કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ મજબૂતી રહી હતી. પેટ્રાલ, ડિઝલના ભાવમાં અવિરત તીવ્ર વધારા અને અન્ય જીવનાશ્યક ચીજોના ભાવોમાં પણ સતત વધારાના નેગેટીવ પરિબળ છતાં કોર્પોરેટ પરિણામો એકંદર સારા આવી રહ્યા હોઈ અને ચાલુ વર્ષે ચોમાસાની સફળતાના પોઝિટીવ પરિબળે ફંડોએ શેરોમાં તેજી કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ, મેટલ, ટેક અને આઇટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૮ અને વધનારની સંખ્યા ૨૧૬૦ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. ગત માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ઓક્ટોબર માસમાં સેન્સેક્સ તેની ૬૨૨૪૫ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ વેચવાલીના ભારે દબાણે તે અત્યાર સુધીમાં ૨૯૩૮ પોઇન્ટ એટલે કે ૫% તુટીને ૬૦૦૦૦ની અંદર ઉતરી આવ્યો છે. જ્યારે નિફ્ટીએ ૧૮૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. ઓક્ટોબર માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યા હતા.
તાજેતરમાં મોર્ગન સ્ટેન્લીએ પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. આ અહેવાલોની વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા તેઓએ ચાલુ માસમાં ભારતીય શેરબજારમાંથી અંદાજીત રૂ.૨૫૫૭૨.૧૯ કરોડ પાછા ખેંચી લીધા છે. ગત માસમાં તેઓએ માત્ર પાંચ ટ્રેડિંગ સત્રમાં નવી લેવાલી હાથ ધરી હતી. બાકીના તમામ ટ્રેડિંગ સત્રમાં તેઓએ પોતાનું ભંડોળ પાછુ ખેંચ્યું હતું. આમ, સતત એકધારી વેચવાલીના કારણે બજારના માનસ પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડનું રોકાણ કર્યું હતું. જો કે, એપ્રિલ માસથી ઓગસ્ટ સુધી તેઓએ એકધારી વેચવાલી હાથ ધરી હતી. હવે ઓક્ટોબરમાં પણ વેચવાલી હાથ ધરી છે. આગામી દિવસોમાં વિદેશી અને સ્થાનિક ફંડોની લેવાલી ઉપર ભારતીય શેરબજારની નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.