Home વ્યાપાર જગત - BUSINESS રિયલ્ટી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૫૮૧ પોઈન્ટનો...

રિયલ્ટી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૫૮૧ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

106
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૨.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૪૨.૭૫ સામે ૫૨૪૩૦.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૨૬૦.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨૩.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૧.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૪૨૪.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૭૨.૨૦ સામે ૧૫૭૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૭૬.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૦૧૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ નીચા મથાળે ફંડો, મહારથીઓએ નવી મોટી ખરીદી સાથે શોર્ટ કવરિંગે તેજી કરી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઝડપી રશિયન સેના યુક્રેનના એક પછી એક શહેરો – પ્રમુખ મથકો કબજે કરતાં હવે યુક્રેનમાં સત્તા પલટો નક્કી બની ગયો હોઈ યુદ્વનો ટૂંકાગાળામાં જ અંત આવવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં આજે પ્રત્યાઘાતી રિકવરી સાથે ભારતીય શેરબજારમાં પણ ફંડોએ નીચા મથાળે નવી લેવાલી સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. રશિયાની શરતો સાથે યુક્રેન સરકાર શરણાગતિ સ્વિકારે તો રશિયા યુદ્વ વિરામ કરવા તૈયાર હોવાના અહેવાલો એ આજે ખાસ રિયલ્ટી, આઇટી અને ટેક શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ઘટાડે ખરીદીની તક ઝડપી હતી. આ સાથે હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, સીડીજીએસ, ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજાર શરેરાસ ૧૨૦૦ પોઈન્ટની અફડાતફડીના અંતે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ અસમંજસની સ્થિતિ યુદ્ધમાં ફરતા વિશ્વભરના શેરબજારોમાં સતત ૧૭ દિવસ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યા બાદ હવે યુદ્ધના એંધાણ ઓસરતા અને બોર્ડર પરથી વાટાઘાટના સમાચાર આવતા ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે તેજી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી શેરોને ઉછાળીને સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોએ સતત લેવાલી એ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૮૫ અને વધનારની સંખ્યા ૨૨૪૩ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુક્રેન પર રશિયાના હુમલો વધવાની સાથે ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે મોંઘુ થતું ક્રૂડ ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે જો રશિયાથી ઓઈલનો પુરવઠો ખોરવાશે તો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ ૧૮૫ ડોલરના સ્તરે પહોંચી શકે છે. ક્રૂડ ઓઈલ સોમવારે ૧૩૦ ડોલરના સ્તરે પહોંચી ગયું છે. અમેરિકા અને યુરોપના અન્ય દેશો રશિયા પર કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવાથી વૈશ્વિક એનર્જી બજાર પર ખૂબ જ ખરાબ અસર પડશે. ખાસ કરીને યુરોપના દેશોએ આના ગંભીર પરિણામો ભોગવવા પડશે અને ભારત જેવા ક્રૂડ પર નિર્ભર દેશોની સ્થિતિ વધુને વધુ ખરાબ થશે.

રશિયા વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ પૈકીનો એક છે. તે દૈનિક ધોરણે ૧.૧ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાંથી તે અડધું જ વાપરે છે અને દરરોજ ૫-૬ મિલિયન બેરલની નિકાસ કરે છે. રશિયા કરતાં માત્ર અમેરિકા જ વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. રશિયાની અડધી નિકાસ જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ, ફિનલેન્ડ, લિથુઆનિયા, ગ્રીસ, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં કરે છે.અહીં ઓપેક દેશોએ પણ ક્રૂડ ઉત્પાદન ન વધારવાનો નિર્ણય લીધો છે. એક અંદાજ મુજબ યુક્રેન – રશિયામાં વધતા તણાવને કારણે આગામી દિવસોમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૮૦ ડોલર સુધી પણ પહોંચી શકે છે. જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field