Home રમત-ગમત Sports RCB ડ્રેસિંગ રૂમનો વીડિયો વાઈરલ, ટિમના પ્રદર્શનથી નાખુશ અને ગુસ્સો કાઢતો જોવા...

RCB ડ્રેસિંગ રૂમનો વીડિયો વાઈરલ, ટિમના પ્રદર્શનથી નાખુશ અને ગુસ્સો કાઢતો જોવા મળ્યો વિરાટ

164
0

(જી.એન.એસ),તા.૦૪

મુંબઈ,

ગત મંગળવારે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ, તેની ત્રીજી મેચ હારી ગઈ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સે, બેંગલુરુને 28 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરી લખનૌ દ્વારા આપવામાં આવેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ માત્ર 153 રન જ બનાવી શકી હતી. આઈપીએલની વર્તમાન સિઝનમાં બેંગલુરુની આ સતત બીજી હાર છે. ગત મંગળવારે રમાયેલ લખનૌ વિરુદ્ધ બેંગલુરુની મેચમાં આરસીબીના બેટ્સમેનોએ, નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. મેચ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ ઉદાસ જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી પોતાની નિરાશા છુપાવી શકતો નથી. IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે  પોતાના અભિયાનની શરૂઆત હાર સાથે કરી હતી. ચેન્નાઈએ બેંગલુરુને પહેલી જ મેચમાં હરાવ્યું હતું. ટુર્નામેન્ટની બીજી મેચમાં આરસીબીએ પંજાબને હરાવ્યું હતું. 

પરંતુ આ પછી બેંગલુરુને કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે  હરાવ્યું. જો આરસીબીની ટીમને પ્લેઓફમાં જગ્યા બનાવવી હોય તો તેણે, હવે પછીની તેની આગામી મેચ જીતવી પડશે, કારણ કે આ વખતે પ્લેઓફ માટે બધી ટિમ માટે કઠિન સ્પર્ધા થવાની છે. આરસીબીના બોલરો કે બેટ્સમેન અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. બેટ્સમેનોની પણ આવી જ હાલત છે. વિરાટ કોહલી સિવાય અન્ય બેટ્સમેનો જવાબદારીપૂર્વક રમ્યા નથી. વર્તમાન આઈપીએલ ટુર્નામેન્ટમાં વિરાટે બે અર્ધસદી ફટકારી છે. પરંતુ ફાફ ડુ પ્લેસિસ, કેમેરોન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ પુરવાર થયા છે. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘણો નિરાશ જોવા મળી રહ્યો છે. આરસીબીના ડ્રેસિંગ રૂમના વીડિયોમાં કોહલી હતાશામાં ખુરશી પર મુક્કો પછાડતો જોઈ શકાય છે. જોકે, એ જાણવા મળ્યું નથી કે, કોહલી ટીમના પ્રદર્શનથી નિરાશ થયો હતો કે પછી ટિમે સારી શરૂઆત મેળવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવવાના કારણે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીની ટિમને બીસીસીઆઈનો ઝટકો, દિલ્હી કેપિટલ્સને લાખ્ખો રૂપિયાનો દંડ ફટકારાયો
Next articleસ્પષ્ટ ચર્ચાથી હાર્દિકનો મામલો ઉકેલી શકાયો હોત : ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી