(જી.એન.એસ),તા.૨૩
મહારાષ્ટ્ર
પ્રખ્યાત ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યાર સુધીમાં 3300 થી વધુ એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. અને આ શો મરાઠીમાં ‘ગોકુલધામચી દુનિયાદારી’ અને તેલુગુમાં ‘તારક મામા આયો રામા’ તરીકે ચેનલ પર આવે છે. અને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. જેમાં હિન્દી વર્જન ખુબ લોકપ્રિય બની રહ્યું છે. સાભળ્યું છે ત્યાં સુધી તો આવા શો ના આઈપી ચેનલ પાસે હોય છે પરંતુ તારક મહેતા એવો શો છે જેનો આઈપી પ્રોડ્યુસર પાસે છે. અસિત મોદી કહે છે, “ઘણી બ્રાન્ડ્સ અમારા આઈપીમાં રસ લઈ રહી છે અને તેઓ આ સફળતાને કેપિટલાઈઝ્ડ કરવા માંગે છે. અમે ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની મર્ચેન્ડાઇઝ અને ગેમ્સની એક વિશેષ સીરીઝ અને નવા પ્રોજેક્ટની જાહેરાત કરીશું. તમને જણાવી દઈએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મોટાભાગના પાત્રો ભારતની સાથે અન્ય ઘણા દેશોમાં પણ પ્રખ્યાત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું નિર્માણ અસિત કુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. તે સ્પષ્ટ છે કે જો તમારું કન્ટેન્ટ સારું હોય તો તેને ઘણા પ્લેટફોર્મ પર અલગ-અલગ સ્વરૂપમાં લાવી શકાય છે. એમેઝોનના એક અહેવાલ અનુસાર, ગયા મહિને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને તેમના ફાયર ટીવી ઉપકરણ પર હિન્દીમાં સૌથી વધુ સર્ચ કરાયેલ ટીવી શો જાહેર કરવામાં આવ્યો હતો.
અસિત મોદીએ કહ્યું કે હવે ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ શોનું એનિમેટેડ વર્ઝન અમારા દર્શકો માટે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે. આનાથી ફરી વાર એ જ સાબિત થાય છે કે, શુદ્ધ કોમેડી આપણા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને અમે આ જ રીતે દર્શકોમાં ખુશી ફેલાવતા રહીએ એ જ નીલા ફિલ્મ પ્રોડક્શન્સ હંમેશા પ્રયત્ન કરે છે. અમને આનંદ છે કે અમારા યુવા દર્શકોને OTT પર પણ તારક મહેતા કા છોટા ચશ્માનો આનંદ માણવાની તક મળશે. વિશ્વના લોકપ્રિય OTT પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર પોતાના નવા સ્વરૂપ ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ ના નામથી 24 ફેબ્રુઆરી, 2022થી સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ શોમાં દર્શકોને તારક મહેતા, જેઠાલાલ, ટપ્પુ સેના અને ગોકુલધામના તમામ પડોશીઓ જોવા મળશે પરંતુ આ આખો શો ‘એનિમેટેડ’ ફોર્મેટમાં હશે. આ એનિમેટેડ શો વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલતા કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર આધારિત છે. 2021માં શરૂ થયેલા આ એનિમેટેડ શોની અત્યાર સુધીમાં 2 સીઝન આવી ચૂકી છે. એનિમેટેડ સીરીઝમાં, ગોકુલધામ સોસાયટીના પાત્રોને અનોખા, કોમિક અવતારમાં બતાવવામાં આવ્યા છે અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય પણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.