Home દુનિયા - WORLD રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનથી ભારતીયોને લઈને ભારત પહોંચ્યું

રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનથી ભારતીયોને લઈને ભારત પહોંચ્યું

103
0

(જી.એન.એસ),તા.૨૩


નવીદિલ્હી


રશિયા-યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદ અને યુક્રેન સરહદ પર વધતા જતા તણાવ વચ્ચે, ભારતે પોતાના નાગરિકોને પરત ફરવાની સલાહ આપી છે. ત્યારે એર ઈન્ડિયાએ મંગળવારે ત્યાંથી ભારતીયોને પરત લાવવા માટે બોઈંગ-787 એરક્રાફ્ટ ફ્લાઈટનું સંચાલન કર્યું. વચ્ચે એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનથી ભારતીયોને લઈને ભારત પહોંચ્યું અને તે વિમાનમાં 242 વિદ્યાર્થીઓ સવાર હતા. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, AI-1947 એ નવી દિલ્હીથી IST સવારે લગભગ 7.30 વાગ્યે ઉડાન ભરી હતી અને લગભગ 3 વાગ્યે યુક્રેનના કિવના એરપોર્ટ પર પહોંચ્યું હતું. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડવા માટે વિદેશ મંત્રાલયે બુધવારે એક કંટ્રોલ રૂમની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે પૂર્વ યુરોપીય દેશમાં ભારતીયોની મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન પણ સ્થાપિત કરી હતી. કિવમાં ભારતીય દૂતાવાસે મંગળવારે ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓને અસ્થાયી રૂપે ભારત પાછા ફરવાની સલાહ આપી છે. એર ઈન્ડિયાએ 19 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેન વચ્ચે ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેનના બોરિસ્પિલ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. એર ઈન્ડિયાની કંપનીએ જણાવ્યો કે ‘એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઈટ, કોલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન, એરલાઇન વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જણાવ્યું હતું કે તેમની યુક્રેનની ફ્લાઈટ ચલાવવાની કોઈ યોજના નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરસી ન લેનારા લોકો માટે યાત્રા નહિ કરી શકે : મહારાષ્ટ્ર સરકાર
Next articleપ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, વિશ્વના લોકપ્રિય OTT પ્લેટફોર્મ પર આવશે