Home ગુજરાત ગાંધીનગર PMJAY અંતર્ગત આયુષ્યમાન વય વંદના યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ થઈને વડીલોને લાભ...

PMJAY અંતર્ગત આયુષ્યમાન વય વંદના યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ થઈને વડીલોને લાભ મળે તેવું ગાંધીનગર મેયરશ્રી દ્વારા સૂચન

7
0

(જી.એન.એસ) તા.૨

ગાંધીનગર,

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા 70 વર્ષથી વધુના વડીલો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વય વંદના યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં 70 વર્ષથી વધુના વયના તમામ વૃદ્ધોને આવકની મર્યાદા સિવાય આયુષ્યમાન વય વંદનાનો લાભ આપવામાં આવશે. જેમાં સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર 70 અને તેથી વધુ વર્ષના વરિષ્ઠ નાગરિકોનો યોજના હેઠળ સમાવેશ થાય છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલની પ્રેરણાથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સેક્ટરો તથા ગ્રામ્ય વિસ્તાર અને સોસાયટી વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કાર્ડનો ઉપયોગ સરકાર માન્ય તમામ PMJAY સંલગ્ન હોસ્પિટલમાં થઈ શકશે. જેઓ દ્વારા અગાઉથી PMJAY ના કાર્ડ 70 વર્ષથી વધુ વયના કાર્ડ – આવક ના દાખલા અથવા અન્ય યોજના દ્વારા કાઢવામાં આવેલ છે તેઓને નવીન કાર્ડ કઢાવવાની જરૂર નથી.ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 16000થી વધુ લાભાર્થી નોંધાયેલ છે, જેમાંથી 5000 વ્યક્તિઓના કાર્ડ યોજના પહેલા જ કાઢવામાં આવેલ છે તેમજ હાલમાં યોજના લાગુ થયેથી અત્યાર સુધીમાં 7,000 થી વધુ કાર્ડ કાઢવામાં આવેલ છે, આમ 12,000 જેટલા વ્યક્તિઓના કાર્ડ નીકળી ગયેલ છે અને બાકી રહેતા 5000 લાભાર્થીઓના કાર્ડ તારીખ 31 ડિસેમ્બર 2024 પહેલા પૂર્ણ થાય તે મુજબનું આયોજન માનનીય મેયરશ્રી દ્વારા સૂચન કરવામાં આવેલ છે.

 

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlee-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત, અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા
Next articleકેનેડામાં ટ્રુડોની સરકાર ઈમિગ્રન્ટ્સને લઈને કડક વલણ