Home દેશ - NATIONAL અમારી રાજનીતિ મિમિક્રી પર આધારિત નથી : સંજય રાઉત

અમારી રાજનીતિ મિમિક્રી પર આધારિત નથી : સંજય રાઉત

79
0

(જી.એન.એસ),તા.૧૦


મહારાષ્ટ્ર


મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાના સાંસદ સંજય રાઉત પર આકરા પ્રહારો કર્યા છે. તેમની બોલવાની શૈલી અને બોલવાની રીતની મિમિક્રી કરતા મજાક ઉડાવી છે. રાજ ઠાકરેએ કહ્યું તેઓ કેટલું બોલે છે? શું બોલે છે? કેવી રીતે બોલે છે? નવી પેઢી જોશે તો વિચારશે કે રાજકારણ આ રીતે જ થાય છે. આટલું જ નહીં રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધતા કહ્યું કે ઓબીસી અનામતના બહાને સીએમ નગરપાલિકાની ચૂંટણીને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તારીખ ત્રણ મહિના માટે તેના નામે આગળ વધશે. પછી વરસાદ આવશે. એટલે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી દિવાળી પહેલા યોજાવાની નથી. તેમની સત્તા સંચાલકના નામે ચાલુ રહેશે. રાજ ઠાકરેએ મુખ્યમંત્રીની તબિયતને લઈને પણ આકરા પ્રહારો કર્યા હતા. રાજ ઠાકરે બુધવારે (૯ માર્ચ) તેમના પક્ષની ૧૬મી વર્ષગાંઠના અવસર પર બોલી રહ્યા હતા. આ સોળ વર્ષમાં પહેલીવાર મુંબઈની બહાર સ્દ્‌ગજીનો વર્ષગાંઠનો કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે પૂણેમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ ઠાકરેએ સંજય રાઉતની મિમિક્રી કરતાં કહ્યું કે, ‘તે સંજય રાઉતપ કેટલુ બોલે છે. ચેનલવાળા આવ્યા કે શરૂ, કેમેરો હટ્યો કે બધુ નોર્મલ. હું આવી જ એક મિટિંગમાં ગયો હતો. તેઓ સામાન્ય રીતે વાતચીત કરતા હતા. જ્યાં હજુ તો તેમના નામની જાહેરાત કરવામાં આવી કે, .. હું આવ્યો પ ભાષણ આપીને.. મેં કહ્યું હા આવોપ આજે અહીં હાજરપમેં કહ્યું અરે, હમણાં તો આ ઠીક હતા. શું પ્રોબ્લેમ થયો. આંખો મોટી કરીને, ભમર ઉંચી કરીનેપકેટલુ બોલે છે ? સવાલ બોલવાનો નથી. અરે પણ શું બોલી રહ્યા છો ? કેવી રીતે બોલી રહ્યા છો? નવી પેઢી શું શીખશે?’ સંજય રાઉતે પણ રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલા હુમલા પર વળતો પ્રહાર કર્યો છે. સંજય રાઉતે કહ્યું છે કે અમારી રાજનીતિ મિમિક્રી પર આધારિત નથી. જ્યારે ઈડ્‌ઢની નોટિસ આવી ત્યારે અમે ચૂપ ન બેઠા. અમે ભવિષ્યમાં પણ બોલતા રહીશું. સીએમ ઉદ્ધવ ઠાકરે પર કરવામાં આવેલા કટાક્ષના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘કેટલાક લોકો બીમાર ન હોવા છતાં પણ સક્રિય રહેતા નથી, જ્યારે કેટલાક લોકો સ્વસ્થ ન હોય ત્યારે પણ કામ કરે છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાગપુરની ક્વેટા કોલોની પાસે કચરાના ઢગલામાંથી પાંચ ભ્રૃણ મળતા ખળભળાટ
Next articleમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે માત્ર નામના જ મુખ્ય પ્રધાન છે : પ્રકાશ આંબેડકર