Home વ્યાપાર જગત - BUSINESS વર્ષ ૨૦૨૨ – ૨૩ નું સર્વાંગીલક્ષી કેન્દ્રિય બજેટ – નિખિલ ભટ્ટ

વર્ષ ૨૦૨૨ – ૨૩ નું સર્વાંગીલક્ષી કેન્દ્રિય બજેટ – નિખિલ ભટ્ટ

129
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૨.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૦૧૪.૧૭ સામે ૫૮૬૭૨.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૩૭.૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯૪.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૪૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૮૬૨.૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૬૧.૯૫ સામે ૧૭૫૨૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૩૧.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૨.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૬.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૦૮.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

મોદી સરકારનાં ૧૦માં બજેટ અને નાણામંત્રી તરીકેનાં આ ૪થા બજેટ ઉપર નાણામંત્રીએ નાના તેમજ મધ્યમ વર્ગીય લોકોને ડિજિટલાઈઝેશનને આકર્ષવા માટે દેશમાં ૭૫ ડિજિટલ બેન્કો અને દેશની ૧.૫૦ લાખ પોસ્ટઓફિસને કોર બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાની અને સાથે સાથે અનેક નેક તર્ક વિતર્કોને અંતે આરબીઆઈ માન્ય ડિજિટલ કરન્સીની જાહેરાત પણ કરી છે જેમાં સરકાર વર્ષ ૨૦૨૨-૨૩માં મધ્યસ્થ બેંક આરબીઆઇ માન્ય અને સંચાલિત ડિજિટલ રૂપિયાને Digital Rupee તરીકે લોન્ચ કરશે અને ક્રિપ્ટો કરન્સીને ટેક્સ માળખામાં લાવી તેની આવક પર અંદાજીત ૩૦% ટેક્સ ભરવાની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બજેટમાં સરકારે પર્સનલ ઈન્કમ ટેક્સ એટલે કે વ્યકતિગત ટેક્સ મર્યાદામાં પણ કોઈ રાહત આપવામાં નથી આવી, પરંતુ બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીને મળતા ૧૪% NPS ડિડકશનની સામે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ મર્યાદા ૧૦% હતી જેને બજેટમાં સરકારે વધારીને ૧૪% કરી આપી છે સાથે સાથે કરોડપતિઓની ૧૦ કરોડની આવક પર કોર્પોરેટ ટેક્સ લાગશે અને રાહત તરીકે આ કોર્પોરેટ ટેક્સ ૧૮% ઘટાડીને ૧૫% કરવામાં આવ્યો હતો.

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આર્થિક સર્વેક્ષણમાં ભારતનું અર્થતંત્ર મહામારીની આર્થિક મંદીની અસરોથી બહાર આવી ગયાનાં અહેવાલ સાથે આ બજેટથી ઈકોનોમીને બુસ્ટર ડોઝ મળ્યો છે. સરકારે કોરોનાગ્રસ્ત સેક્ટર માટે જાહેર કરેલ ઈમરજન્સી ક્રેડિટ સ્કીમને (ECLGS) વર્ષ ૨૦૨૩ સુધી લંબાવી ગેરન્ટેડ કવર રકમ વધુ રૂ.૫૦,૦૦૦ કરોડ વધારવામાં આવી છે અને આ સ્કીમ હેઠળ કુલ ૫ લાખ કરોડની સહાય સરકાર આપશે. આધુનિક ભારતની ઝડપી વૃદ્ધિ માટે રોડ, રેલવે, એરપોર્ટ્સ, બંદરો, જાહેર ટ્રાન્સપોર્ટ, જળમાર્ગ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રા આગામી વર્ષોમાં વૃદ્ધિના ચાલકબળ બનશે જેમાં મેક ઈન્ડિયા હેઠળ ૬૦ લાખ લોકોને રોજગારી મળી છે અને ક્લિન એનર્જી, ક્લાઈમેટ ચેન્જની પ્રાથમિકતા સાથે આગામી દિવસોમાં આત્મનિર્ભર ભારત હેઠળ ૧૬૦ લાખ રોજગારી આપવામાં આવશે. સરકારે મજબૂત બેલેન્સશીટને પગલે દેશના આર્થિક વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે. બજેટમાં માળખાગત સુવિધાઓ પાછળ મૂડીખર્ચમાં વધારો કરવાની બજેટમાં જાહેરાત કરી છે. જે હેઠળ નવા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં સરકારે માળખાંગત સુવિધાઓ માટે ૭.૫૪ લાખ કરોડની ફાળવણી કરી છે જે ૩૫% વધારે છે.

આજે બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ, ઓટો, એનર્જી અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૬ અને વધનારની સંખ્યા ૧૭૬૧ રહી હતી, ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

ખેર, મિત્રો આયોજનબદ્ધ બજેટની રજૂઆત તો થઇ અને તેનો અમલીકરણ પણ વહેલી તકે શરુ થશે એ આશા સાથે આગામી દિવસોમાં બજેટની પોઝીટીવ અસરો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રૂપનાં શેરો તેમજ લાર્સન લિમિટેડ, HDFC લિ., ભરતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવી કંપનીઓમાં પોઝીટીવ અસરો જોવા મળી શકે છે, અને આ શેરોના ભાવો તબક્કાવાર ઉછાળો નોંધાવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રિય બજેટ પૂર્વે આઇટી – ટેક અને રિયલ્ટી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૧૪ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Next articleકેન્દ્રિય બજેટ બાદ ભારતીય શેરબજારમાં બેંકિંગ – ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી રૂખ…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.