(જી.એન.એસ),તા.૨૬
નવીદિલ્હી
લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. દેશના સૌથી મોટા આઈપીઓની લોન્ચિંગ તારીખ નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલઆઈસીનો આઈપીઓ 4 મેના રોજ લોન્ચ થશે અને 9 મે સુધી રોકાણકારો આ આઈપીઓમાં અરજી કરી શકશે. એક અગ્રણી અખબારના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આ સંદર્ભે મંગળવારે એલઆઈસી બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં લોન્ચિંગની તારીખ પર મહોર મારવામાં આવશે. બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અગાઉ સરકાર દેશની સૌથી મોટી જીવન વીમા કંપનીમાં 5% હિસ્સો વેચવા જઈ રહી હતી, પરંતુ હવે સરકાર આઈપીઓ માટે માત્ર 3.5% હિસ્સો ઓફર કરશે. આઈપીઓ માટે એલઆઈસીનું વેલ્યૂવેશન રૂ. 6 લાખ કરોડ કરવામાં આવ્યું છે. તે હિસાબથી હવે આ આઈપીઓનું કદ રૂ. 21,000 કરોડ થશે. જોકે એક અધિકારીનું કહેવું છે કે જો બજારમાં માંગ સારી રહેશે તો સરકાર તેમાં 5% વધારો કરી શકે છે. જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીએ સેબીમાં ફાઈલ કરવામાં આવેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડી. આર.એચ.પી)માં સરકારે 31.62 કરોડ શેર ઓફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે કુલ ઈક્વિટી શેરના લગભગ 5 ટકા હતો. નોંધનીય છે કે સરકારી વીમા કંપનીનો આ આઈપીઓ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પૂરો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલઆઈસી આઈપીઓના લોન્ચિંગમાં ઘણા મહિનાઓથી વિલંબ થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ સહિતના અનેક કારણોસર બજારમાં છેલ્લા કેટલાક સમયથી વેચવાલી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે એલઆઈસી આઈપીઓમાં વિલંબ થઈ રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.