આ 300ના સ્ટાફમાંથી 30 જણાંને કોરોના થયો છે તેથી તેઓ માંગણી કરે છે કે અમારૂ પણ ટેસ્ટીંગ કરો..
શું ન્યાય માટે કોરોના વોરિયરોને આ રીતે વિડિયો આજીજી કરવી પડશે…?
(જીએનએસ. વિશેષ અહેવાલ), ગાંધીનગર
ગુજરાતમાં કોરોના મહામારીએ જે રીતે હાહાકાર મચાવ્યો છે અને રોજેરોજ 100 કરતાં વધુ નવા દર્દીઓ દાખલ થઇ રહ્યાં છે ત્યારે બની શકે કે હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઇ જાય. ત્યારે આ દર્દીઓની સારવારનો ભાર ફરજ પરના ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, નર્સો અને હોસ્પિટલમાં કામ કરતાં અન્ય સ્ટાફ પર હોય છે. સરકારે તેમના જોમ અને જુસ્સાને બિરદાવવા તેમને કોરોના વોરિયર તરીકે જાહેર કર્યા છે. વાસ્તવામાં કોરોના સામે આ યોધ્ધાઓ જ ખરા નરબંકાઓ છે કે જેઓ જાનને જોખમમાં નાંખીને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે.
અમદાવાદમાં મણિનગર ખાતે આવેલી એલજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં 30 ડોક્ટરોને પણ કોરોનો વાઇરસનો ચેપ લાગ્યો છે. સ્વાભાવિક છે કે આ તબીબોની સાથે રહીને દર્દીઓની સારવાર કરતાં અન્ય સ્ટાફમાં પણ એવો ડર પેસી જાય કે શું તેમને તો કોરોના નથી ને….અને તેમની આ શંકા દૂર કરવા માટે એલજીના તમામ સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ થવો જોઇએ અને તે તેમના સહિત સમગ્ર તંત્રના પણ હિતમાં છે,. પરંતુ નવાઇ પમાડે તેમ આ કોરોના વોરિયરે વિડિયો વાઇરલ કરીને રૂપાણી સરકારને એ કહેવાનો પ્રયાસ કર્યો છે કે અમારી સુરક્ષાનું શું….? સાથે કામ કરતાં 30 જણને કોરોના થયો હોય તો તેમને નહીં થયો હોય તેની શું ખાતરી…? અને એ ખાતરી માટે જ તેમના પણ ટેસ્ટીંગ કરવાની જરૂર છે. શું સરકાર અને આરોગ્ય વિભાગ કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશોને એટલી ખબર ના પડતી હોય કે આ નાના કર્મચારીઓ કે જેમની સંખ્યા 300 છે, તેમના પણ ટેસ્ટીંગ કરાવવા જોઇએ…? શું તંત્ર પાસે ટેસ્ટીંગની કિટ ખૂટી ગઇ છે…? શું આ વર્ગ-3 કે 4ના કર્મચારીઓ છે એટલે તેમની અવગણના કરવી …?
એલજીના આ કોરોના વોરિયરોએ સાશ્યલ ડિસ્ટીંગના નિયમનું પાલન કરીને દૂર દૂર ઉભા રહીને વિડિયો દ્વારા પોતાની જે વ્યથા દર્શાવી તેની જાણ સ્થાનિક સ્તરેથી સરકાર સુધી નહીં પહોંચી હોય…? સરકાર અને અમ્યુકોના તંત્ર દ્વારા કોરોના પોઝીટીવના દર્દીઓને શોધવા ભારે મથામણ કરી રહ્યાં છે. અને રેન્ડમ ટેસ્ટીંગ કરી રહ્યાં છે. ત્યારે એલજીના 300 સ્ટાફને ડર છે કે તેમને કોરોનાથી બચાવવા માટે તેમના પણ ટેસ્ટીંગ થવા જોઇએ એવી માંગણી કરી રહ્યાં હોય અને તંત્ર ન સાંભળે ત્યારે તેમને સોશ્યલ મિડિયાનો સહારો લેવો પડ્યો છે.
સરકાર અને સીવીલ તંત્રની પોલ ખોલતા ઘણાં વિડિયો વાઇરલ થયા છે. ક્યાંક કોરોના પેશન્ટને જમવાનું બરાબર મળતુ નથી, ક્યાંક દવા મળતી નથી કે પછી કોરોનાગ્રસ્ત પોલીસને બેડ ના મળે અને તેમને પોલીસ કન્ટ્રોલમાં ફરિયાદ નોંધાવવી પડે, એવા બનાવો તંત્ર માટે શરમજનક છે અને તેમાં પણ એલજીના 300નો સ્ટાફ પોતાના ટેસ્ટીંગ માટે આજીજી કરે ત્યારે તે તંત્ર માટે અત્યંત શરમજનક છે. વિડિયોમાં એલજીનો કોરોના વોરિયર કહે છે તે તંત્ર દ્વારા તેમના ટેસ્ટીંગની ના પાડવામાં આવી છે….તેમને ધક્કા ખવડાવવામાં આવે છે….શ્રીમાન, વિજય નેહરા…તમે આ વિડિયો જોયો જ હશે. તમારૂ તંત્ર તરોના પોઝીટીવ ટેસ્ટીંગ માટે લોકોને શોધી રહ્યાં છે કે જેથી આ રોગની ચેઇનને આગળ વધતી અટકાવી શકાય. એલજીનો 300નો સ્ટાફ, તેમાંથી કોઇને કોરોના હશે તો કેટલાય પરિવારોને અલગ કરવા પડે. તેથી આ સ્ટાફ સામે ચાલીને ટેસ્ટીંગની માંગણી કરી રહ્યાં છે ત્યારે તંત્ર તેના માટે ના પાડે છે…આ કંઇક વિચિત્ર લાગી રહ્યું છે. આ વિડિયો જોયા બાદ તંત્ર દ્વારા એલજીના સ્ટાફને અને તેમના પરિવારને તથા તેમના સંપર્કમાં આવતા અન્ય લોકોને બચાવવા માટે તાકીદે તમામના ટેસ્ટીંગની વ્યવસ્થા કરી હશે. અને જો ના કરી હોય તો આ 300ના સ્ટાફમાંથી કોઇને કોરોના નિકળ્યો, તેમના અન્ય સાથીઓની જેમ, તો તે માટે કોણ જવાબદાર હશે….?
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.