Home ગુજરાત રાજ્ય મહામારીના સંકટમાં અને અગ્ર સચિવની “અતઃશ્રી કોરોના કથા”….કે સરકારી પટકથા…?

રાજ્ય મહામારીના સંકટમાં અને અગ્ર સચિવની “અતઃશ્રી કોરોના કથા”….કે સરકારી પટકથા…?

650
0
જયંતી રવી કહે છે હજુ વધશે પણ ચિંતા ના કરશો…..
લો બોલો, કેસો વધે તો લોકો ચિંતા ના કરે….?! આ તે કેવી સંવેદના છે સંવેદનશીલ સરકાર?!
ટેસ્ટીંગ ક્ષમતા મામલે તંત્રનું ગણિત સાવ વિચિત્ર….!
કોરોના માહિતીમાં કેટલાક વાર તેમણે છબરડા પણ વાળ્યાં છે….
શું અગ્રર સચિવ માત્ર સરકારી આંકડાની કથા કહેવા માટે મિડિયા સામે આવે છે….?

(જીએનએસ. પ્રવિણ ઘમંડે), ગાંધીનગર
સામાન્ય રીતે સરકારની કામગીરી પ્રવક્તા મંત્રી દ્વારા આપવાની પ્રથા ચાલી રહી છે. રોજેરોજનું બુલેટીન આપવાનું હોય ત્યારે પણ પ્રવક્તા મંત્રી માહિતી આપતા આવ્યાં છે. ગુજરાતના માથે કોરોનાનું મોટુ સંકટ આવેલું છે. 6 કરોડની પ્રજા દેશના અન્ય રાજ્યોની જેમ લોકડાઉનમાં કેદ છે. કોરોના વાઇરસના કેસો વગેરે.ની જાણકારી ગુજરાતમાં કોઇ મંત્રી દ્વારા નહીં પણ આરોગ્ય વિભાગના સચિવ ડો. જયંતિ રવિ દ્વારા આપવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાય દિવસોથી તેઓ માહિતી આપી રહ્યાં છે. મિડિયામાં અને ખાસ કરીને ટીવીમાં તેમને રોજે રોજે સ્થાન મળતાં કેટલાક તો તેમને આરોગ્યમંત્રી માની રહ્યાં છે….! જે ખરેખર આરોગ્ય મંત્રી નીતિન પટેલ માટે યોગ્ય તો નથી જ. શરૂઆતમાં એક-બે દિવસ મિડિયા બ્રિફિંગ બાદ એવું લાગ્યું કે હવે રવિ જ માહિતી આપવાના છે ત્યારે મિડિયાએ શોધી કાઢ્યું કે તેઓ શાસ્ત્રીય સંગીતના પણ સારા જાણકાર છે…!! ઉપરાતં, ટીવીમાં રોજેરોજ ચમક્યા બાદ મહિલા સચિવ પોતાના વસ્ત્ર પરિધાન પ્રચ્યે વધારે ધ્યાન આપવા લાગ્યા અને જાણે કે કોઇ એંકરિંગ બુલેટીનમાં જવાનું હોય તેમ તેઓ આકર્ષક વસ્ત્ર પરિધાન કરીને બ્રિફિંગ માટે મિડિયા સમક્ષ આવે છે….! અલબત્ત, એ તેમનો અંગગત મામલો છે. પણ કેટલાક ટીવી દર્શકોએ તેમના વસ્ત્ર પરિધાનની નોંધ લીધી તે ચોક્કસ છે. અને તે દેખાઇ આવે છે.
મહિલા સહજ સ્વભાવને કારણે અને ટીવીમાં કમ સે કમ અડધો કલાક તો ટીવી પડદે રહેવાનું મળી રહ્યું હોય ત્યારે દેખીતી રીતે જ કોઇ પણ વસ્ત્ર પરિધાન પ્રત્યે ધ્યાન આપે જ. અગ્ર સચિવ પણ ડ્રેસિંગ કોન્સિયસ છે જે એક સારી બાબત અને તેમનો અંગત મામલો છે. પરંતુ તેમના દ્વારા અપાતી માહિતી કે જાણકારીને લઇને વિવાદ શરૂ થયો છે ત્યારે તેઓ હવે ધીમે ધીમે લોકોના એવા ફોકસમાં આવી રહ્યાં છે કે તેમના દ્વારા કોરોના સંકટ અને કેસોની માહિતી અંગે શંકા-કૂશંકાના બીજ ફૂટી રહ્યાં છે.
દિવસમાં બે વખત કોરોના કેસોની માહિતી આપનાર અગ્ર સચિવે ટેસ્ટીંગના મામલે એક અખબારે કાન પકડ્યા એટલે સવારનું બ્રિફિંગ બંધ કરીને હવે રોજ સાંજે જ કોરોનાની માહિતી આપવાનું શરૂ થયું છે. લોકો એ પણ જાણે છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન સળગાવવામાં આવી ત્યારે જયંતિ રવિ ગોધરાના કલેકટર હતા. જો કે ત્યારબાદ તેમની બદલી કરવામાં આવી હતી અને છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગમાં અગ્ર સચિવપદે છે. કોરોના રોગનો સામનો કરવા સરકારે હાથ ધરેલી કામગીરી, કેસોની સંખ્યા, ટેસ્ટીંગ વગેરે.ની માહિતી ડો. રવિ દ્વારા જ આપવામાં આવે છે. શરૂઆતમાં તેઓ લાઇવ બ્રિફિંગ શરદી થઇ હોય તેમ જણાતુ હતું. રૂમાલથી નાક સાફ કરતા હતા. તે જોઇને કેટલાક દર્શકો એમ કહેતા કે અધિકારી પોતે જ શરદી-ખાંસીથી બિમાર હોય તેમ લાગે છે તેથી પહેલા તો તેમણે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ. જો કે તેમના સહ અધિકારીઓએ લાઇવ જોઇને તેમનું ધ્યાન દોર્યું હશે તેથી તે પછી તેઓ સ્વસ્થ જણાય છે.,,
તેમના માથે કોરોનાની વિગતો આપવાની એક મોટી જવાબદારી સરકારે તેમને સોંપી છે. પરંતુ કેટલાક વાર તેમણે છબરડા પણ વાળ્યાં છે. આંકડામાં તફાવત હોય. ખાસ કરીને ટેસ્ટીંગ ક્ષમતાને લઇને તેમણે સરકારને આરોપીના પાંજરામાં ઉભા રાખવાનું કામ કર્યું હોય તેવી વિગતો આપતા મિડિયાએ ઉધડો લીધા બાદ રોજના 3 હજાર ટેસ્ટીંગની વાતો કરે છે. ક્યારેક 2 હજાર ટેસ્ટીંગ તો ક્યારેક 3 હજાર ટેસ્ટીંગ એમ અલગ અલગ આંકડાને લઇને વિવાદ સર્જાતા છેવટે સીએમઓ અશ્વિનીકુમારને દરમ્યાનગીરી કરવાવાની ફરજ પડી હતી. અને તેમણે ટેસ્ટીંગ વધારીશું એમ કહ્યું હતું. કોરોને લઇને કેસોની સંખ્યા, સ્થાનિક વસ્તી વગેરેને લઇને જે તે વિસ્તારેને અલગ અલગ રંગઝોનમાં વહેંચવામાં આવ્યાં છે.
એક અભ્યાસ દર્શાવે છે કે, ગુજરાતમાં સૌથી વધુ ખતરો છે તેવા રેડ ઝોન અને ઓરેન્જ ઝોન છે જે રાજ્યની કુલ જનસંખ્યાના 15.15 ટકા એટલે કે આશરે 98.5 લાખ થાય છે, એનો અર્થ સ્પષ્ટ છે કે રાજ્યના લગભગ એક કરોડ લોકો કોરોનાની ચપટમાં ફસાયા છે. જેમાં સક્રિય કેટલા હશે તે એક તપાસનો વિષય છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારની ટેસ્ટીંગ કરવાની ઉદાસીનતા દુખદ છે. અગ્ર સચિવ જયંતી રવીના કહેવા પ્રમાણે રાજ્યમાં રોજના 3000 ટેસ્ટીંગ કરવાની જ ક્ષમતા છે, આનો મતલબ એ છે કે રાજ્યના હોટસ્પોટ વિસ્તારોમાં વસતા દર એક લાખ લોકોએ માત્ર 30.5 લોકોના જ સ્ટેસ્ટ કરવામાં આવે છે શું ખરેખર સરકારને આ મુદ્દાની ગંભીરતાં છે ખરી….? .આ પ્રકારે ટેસ્ટીંગ કરતાં કેટલો સમય લાગશે અને ત્યાં સુધીમાં કેટલા નવા હોટસ્પોટ વધી જશે અને કેટલા લોકો કોરોનાની ઝપટમાં આવી જશે તેનો કોઇ અંદાજ અગ્ર સચિવ રવિએ કાઢ્યો છે ખરો….? શું લોકડાઉન ખોલવાની ઉતાવળમાં હવે પીસીઆર ટેસ્ટ ઘટાડવામાં આવી રહ્યાં છે…? કેસો વધી રહ્યાં હોય ત્યારે કર્ફયુનો અમલ કડક કરવાને બદલે કર્ફયુ ઉઠાવી દેવામાં આવે તે કેટલું વાજબી….એ પ્રશ્નનો જવાબ અગ્રસચિવે આપવો જોઇએ.
કોરોનાથી શું થયું તેની માહિતી અગ્રસચિવ આપે છે પણ લોકોમાં કોરોનાનો ભય દૂર થાય તેવી કોઇ માહિતી કે કોરોના વધે તો પણ સરકાર તેનો સામનો કરવા સુસજ્જ છે, અમારી પાસે તમામ કેસોને પહોમંચી વળવાની ક્ષમતા છે…સરકારનું આગામી 6 મહિનાનું કોરોના માટેનું શું આયોજન છે, કેન્દ્ર સરકારે શું મદદ કરી, કેટલા ખાનગી ડોક્ટરોને આ મહામારીનો સામનો કરવા માટે તેઓ પ્રેરિત કરી શક્યા….કેમ કોરોના વોરિયર્સ ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફને અમારો ટેસ્ટ કરાવો..ની માંગણીને લઇને વિડિયો વાઇરલ કરવો પડ્યો….? કેમ એક મહિલા મેડિકલ ઓફિસરને રડતા રડતાં પોતાની વિતક કથા કહેવાની ફરજ પડી…..? શું અગ્રર સચિવ માત્ર સરકારી આંકડાની કથા કહેવા માટે મિડિયા સામે આવે છે….? આખુ ગુજરાત તેમનું મિડિયા બ્રિફિંગ સાંભળવા માટે આતુર હોય ત્યારે તેમણે કેટલું મોટિવેશન કર્યું કોરોના માટે….? વધતાં કેસો માટે ક્યારેક જમાતિયાનો મુદ્દો રજૂ કર્યો…પછી એમ કારણ આપ્યું કે સરકીરે ટેસ્ટીંગ વધાર્યું એટલે કેસો વધે છે પછી એમ કહ્યું કે હોટસ્પોટમાંથી કેસો વધી રહ્યાં છે અને હવે એમ કહે છે કે કોરોનાથી ઓછા અને અંગત બિમારીથી લોકો વધુ મરી રહ્યાં છે…..!! આ છે મિડિયા બ્રિફિંગની સામગ્રી સંપુટ….? ક્યારેક વળી એમ કહ્યું કે કેસો હજુ વધશે પણ ચિંતા ના કરશો….. લો બોલો, કેસો વધે તો લોકો ચિંતા ના કરે….?! આ તે કેવી સંવેદના છે સંવેદનશીલ સરકાર દ્વારા મિડિયા બ્રિફિંગ માટે નિયુક્ત મહિલા અધિકારીની…?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleLGના 300ના સ્ટાફની માંગ- અમારૂ ટેસ્ટીંગ કરો, તંત્ર કહે છે કોઇ જરૂર નથી…!
Next articleસાહેબ, હવે તો “સંવેદનશીલ સરકાર,,”,એવું સાંભળીએ ને તો ઉબકા આવવા લાગે છે…!