Home દેશ - NATIONAL JSW સિમેન્ટનો આવી રહ્યો છે IPO

JSW સિમેન્ટનો આવી રહ્યો છે IPO

13
0

(જી.એન.એસ),તા.૧૧

દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલની કંપની JSW સિમેન્ટનો IPO બહુ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPOનું કદ 6,000 કરોડ રૂપિયાની આસપાસ હશે. શેરબજારમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જ્યારે આ શેર લિસ્ટ થશે, ત્યારે તમને કમાણીની મોટી તક મળશે.

બ્લૂમબર્ગના બિલિનિયર ઈન્ડેક્સ અનુસાર જિંદાલ ગ્રુપના ચીફ સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા છે. તેમની કુલ સંપત્તિ 25 અબજ ડોલર છે. પાર્થ જિંદાલ JSW સિમેન્ટની જવાબદારી સંભાળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JSW સિમેન્ટનો IPO સિમેન્ટ સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. સજ્જન જિંદાલના JSW ગ્રૂપનો એક દાયકા કરતાં પણ વધુ સમયમાં આ પહેલો IPO હશે.

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે JSW ગ્રુપે તેના સિમેન્ટ બિઝનેસનો IPO લાવવાની જવાબદારી JM ફાઇનાન્શિયલ, કોટક મહિન્દ્રા કેપિટલ, ડેમ કેપિટલ, જેફરી, સિટી, ગોલ્ડમેન સૅક્સ અને SBI કૅપિટલને આપી છે. આ કંપનીઓ IPO માટે સલાહકારની ભૂમિકા ભજવશે. JSW ગ્રૂપ અગાઉ ‘JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર’નો IPO લાવ્યો હતો, જે છેલ્લા 13 વર્ષમાં કંપનીનો પ્રથમ IPO હતો.

JSW સિમેન્ટના લિસ્ટિંગના સમાચાર આવતાની સાથે જ તેની સબસિડિયરી કંપની શિવ સિમેન્ટના શેરમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે BSE પર કંપનીના શેરમાં 18.5 ટકાનો વધારો થયો હતો. જ્યારે NSE પર કંપનીના શેરમાં 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. JSW સિમેન્ટનો IPO સિમેન્ટ સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અગાઉ, નિરમા ગ્રૂપના નુવોકો વિસ્ટાસે ઓગસ્ટ 2021માં રૂ. 5,000 કરોડનો IPO લોન્ચ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article2023 ના ડિસેમ્બર મહિનામાં 10,000 મૃત્યુ : યુનાઈટેડ નેશન્સનો રિપોર્ટ જાહેર કર્યો
Next articleગૌતમ અદાણી નવી કંપનીનો આવી શકે છે IPO!