(જી.એન.એસ), તા. ૬ શ્રીનગર.
શ્રીનગરમાં 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તંત્ર દ્વારા સાઉથ અને સેન્ટ્રલમાં ઝેલમના કિનારે રહેતા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. શ્રીનગર સહિત સમગ્ર ઘાટીમાં એપ્રિલમાં બરફવર્ષા અને વરસાદ ભાગ્યે જ પડે છે. શ્રીનગરમાં 10 વર્ષ બાદ એપ્રિલમાં બરફવર્ષા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જમીન ધસી પડવી અને બરફવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ગુરુવારે પણ બંધ રહ્યો છે.
ઝેલમ નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે સંગમ અને રામ મુનશી બાગમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત હવામાન વધુ થવાની આગાહી બાદ J&K પોલીસ દ્વારા તમામ જિલ્લામાં 24 કલાક ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની રજા રદ કરીને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ન્યૂઝ એજન્સી મુજબ શ્રીનગરમાં રહેતા લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેમનો સામનો વરસાદ અને બરફવર્ષા સામે થયો. સ્થાનિકોની દૈનિક જીવનચર્યા પર તેની ઘણી અસર પડી રહી છે. શ્રીનગર અને ઘાટીમાં સ્કૂલોમાં રવિવાર સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે બરફવર્ષા થવાની માહિતી છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. 300 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ જમીન ધસી પડી છે અને પથ્થર પણ પડ્યા છે. તેના કારણે બીજા દિવસે પણ રસ્સો બંધ કરવો પડ્યો છે. સાઉથ કાશ્મીરના શોપિયાને જમ્મુના રાજોર અને પુંછ સાથે જોડતો ઐતિહાસિક મુગલ રોડ પણ બરફમાં ઢંકાઈ ગયો છે.
કાશ્મીરમાં ભારે બરફવર્ષના કારણે શ્રીનગર-બારામુલા ટ્રેક પર ટ્રેન સર્વિસમાં મુશ્કેલી પડી રહી છે. જોકે બડગામ-શ્રીનગર, અનંતનાગ-કાઝીગુંડ ટ્રેક પર ટ્રેનો ચાલુ છે.
શ્રીનગરમાં ઘરની છત, વૃક્ષો, વીજળી થાંભલા અને ખુલ્લા મેદાન એમ જ્યાં પણ નજરો કરો ત્યાં બરફ જ દેખાઈ રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. રસાદ અને ખરાબ ડ્રેનેજ સિસ્ટમના કારણે શ્રીનગરમાં મોટાભાગની સડકો પર પાણી ભરાઈ ગયું છે. અહીંયા ગુરુવારે રાતથી જ વીજળી ગાયબ છે, જેના કારણે લોકો અંધારામાં રહેવા મજબૂર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.