(જી.એન.એસ)શ્રીનગર,તા.૨
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બળો અને પ્રદર્શનકારીઓની વચ્ચે સંઘર્ષ દરમ્યાન કથિત રીતે સુરક્ષા બળોની ગાડીની ઝપટમાં આવનાર ઘાયલ યુવકનું શનિવાર સવારે હોસ્પિટલમાં મોત થયું. મૃતકના જનાજા દરમ્યાન પણ કેટલીય જગ્યાએ હિંસક ઝપાઝપીના સમાચાર આવ્યા છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરના કેટલાંય વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા શ્રીનગર અને ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે.
ઘટના બાદ સીઆરપીએફ એ કહ્યું કે અમારી ગાડીએ ખોટો ટર્ન લઇ લીધો હતો અને ત્યારબાદ ઉગ્ર યુવાનોની ભીડે એક વરિષ્ઠ અધિકારીને લઇને જઇ રહેલા સીઆરપીએફના વાહનને ઘેરી લીધું હતું. તેઓ અમારી ગાડીના દરવાજાને ખોલવા માંગતા હતા. ઉગ્ર યુવાનોના ટોળાએ સીઆરપીએફના જવાનોને પથ્થર મારી, કારની બોનેટ પર બેસીને કાર રોકી તેમના પર આક્રમક હુમલો કરવાની કોશિષ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.