Home દેશ - NATIONAL IRCTCએ લોકોને સાવચેત રહેવા કહ્યું કે સાચવજો નહિ તો પછતાવશો

IRCTCએ લોકોને સાવચેત રહેવા કહ્યું કે સાચવજો નહિ તો પછતાવશો

10
0

(GNS),05

ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation – IRCTC) જે ભારતીય રેલવેની અધિકૃત ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ સેવા પ્રદાન કરે છે. કંપનીએ લોકો માટે એક ચેતવણી જાહેર કરી છે. ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન(IRCTC)એ કહ્યું છે કે કેટલાક લોકો ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન (IRCTC)ના નામે બોગસ મોબાઈલ એપ ની લિંક મોકલીને છેતરપિંડી કરી રહ્યા છે. ભારતીય રેલવે કેટેરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન(IRCTC)ના અનુસાર આ લિંકથી છેતરપિંડી શક્ય છે. IRCTCએ ટ્વિટ કરીને લોકોને ચેતવણી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે, નકલી મોબાઇલ એપ ઝુંબેશ પ્રચલિત છે જ્યાં કેટલાક છેતરપિંડી કરનારાઓ મોટા પાયે ફિશિંગ લિંક્સ મોકલી રહ્યા છે અને વપરાશકર્તાઓને નકલી ‘IRCTC રેલ કનેક્ટ’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહી રહ્યા છે જેથી સામાન્ય નાગરિકોને છેતરપિંડી કરવા માટે પ્રેરિત કરવામાં આવે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા છેતરપિંડી કરનારાઓનો શિકાર ન બને અને IRCTCની સત્તાવાર રેલ કનેક્ટ મોબાઇલ એપને ફક્ત Google Play Store અથવા Apple Store પરથી ડાઉનલોડ કરે અને IRCTCની સત્તાવાર વેબસાઇટ www.irctc.co.in પર IRCTC ગ્રાહકોને ડાઉનલોડ કરવા કહ્યું છે.

IRCTC શું કામ કરે છે?.. જે જણાવીએ તો, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC એ ભારતીય રેલ્વેની પેટાકંપની છે, જેની પોતાની IRCTC સત્તાવાર વેબસાઇટ છે. તેની સ્થાપના રેલ્વે મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આના દ્વારા તમે ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો. પ્રવાસ દરમિયાન તમે તમારા માટે ભોજનનો ઓર્ડર પણ આપી શકો છો. IRCTC ઇન્ટરનેટના માધ્યમથી કામ કરે છે, અને ભારતીય રેલ્વેની PRS સિસ્ટમની સાથે, તે મુસાફરોને વ્યવહારો માટે સુવિધા પૂરી પાડે છે. આના દ્વારા, મુસાફરો તેમની મુસાફરીની ટિકિટ સરળતાથી અને ગણતરીના સમયમાં બુક કરી શકશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article1950 થી વિશ્વભરમાં 486 બળવા થયા છે. આમાં 214 ઘટનાઓ માત્ર આફ્રિકન દેશોમાં જ બની
Next articleવધુ એક IPO ખુલી રહ્યો છે 10 ઓગસ્ટે, કંપનીની છે આ યોજનાઓ