Home રમત-ગમત Sports IPL 2023ની 23મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું

IPL 2023ની 23મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 2 રને હરાવ્યું

91
0

(જી.એન.એસ),તા.૧૦

મુંબઈ,

IPL 2023ની 23મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવ્યું. હૈદરાબાદે રોમાંચક મેચમાં પંજાબને 2 રને હરાવ્યું હતું. પંજાબને છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. શશાંક સિંહ અને આશુતોષ શર્માએ પંજાબને જીત અપાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ છેલ્લી ઓવરમાં માત્ર 26 રન જ બનાવી શક્યા હતા. આ રીતે પંજાબ માત્ર 2 રનથી મેચ હારી ગયું હતું. બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત હાંસલ કરી હતી.  સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 182 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડીએ 37 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. અબ્દુલ સમદે પણ 12 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ કિંગ્સે લક્ષ્યનો પીછો કરતા 180 રન બનાવ્યા હતા.

પંજાબના ટોચના 3 બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા પરંતુ શશાંક સિંહે 25 બોલમાં અણનમ 46 અને આશુતોષ શર્માએ અણનમ 33 રન બનાવીને પોતાની ટીમને લડત આપવાની તક આપી હતી. સિકંદ રઝાએ 28 રન અને સેમ કરને 29 રનનું યોગદાન આપ્યું હતું.  હૈદરાબાદ અને પંજાબ વચ્ચેની મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી અને છેલ્લા બોલ પર જીતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ કમિન્સે છેલ્લી ઓવર જયદેવ ઉનડકટને આપી. તેની ઓવરમાં 26 રન આવ્યા હતા પરંતુ આ ઓવરમાં 3 કેચ પણ છૂટયા હતા. સનરાઈઝર્સ ટીમ પાસે આ મેચ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પોઈન્ટ ટેબલમાં પાછળ રાખવાની તક હતી. હૈદરાબાદની ટીમ મેચ જીતી ગઈ હતી પરંતુ માત્ર 2 રનનો તફાવત ચેન્નાઈથી આગળ ન લઈ શકી. આ રીતે હૈદરાબાદની ટીમ 3 મેચ જીતવા છતાં પાંચમા સ્થાને છે. બીજી તરફ પંજાબની ટીમ છઠ્ઠા સ્થાને છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપંડ્યા બ્રધર્સએ ‘હરે રામ-હરે કૃષ્ણ’ ના ધૂન પર ડાન્સ કર્યો
Next articlePBKS vs SRH ની મેચમાં પાંચમી ઓવરના બીજા બોલે શિખર ધવનએ કરી ભૂલ