Home દુનિયા - WORLD Iphone 15 ખરીદવા દુબઈ મોલમાં ઉમટી પડ્યા લોકો, વિડીયો સો.મીડિયા પર વાયરલ

Iphone 15 ખરીદવા દુબઈ મોલમાં ઉમટી પડ્યા લોકો, વિડીયો સો.મીડિયા પર વાયરલ

17
0

(GNS)<26

આઇફોન 15 લોન્ચ થતા જ ભારે ચર્ચામાં છે. સિરીઝના અનાવરણ અને અંતિમ લોન્ચિંગ સમયે વિશ્વભરમાં ઓહાપો મચી ગયો હતો. ત્યારે તેની ખરીદી માટે ભારતથી લઈને યુએઈ અને દુબઈ સુધીના સમગ્ર વિશ્વમાં લોકો તેની ખરીદી માટે ઉમટી પડ્યા હતા અને ભારે ભીડ જમાવી હતી. 22 સપ્ટેમ્બર શુક્રવારે જ્યારે iPhone 15 જાહેર જનતા માટે લૉન્ચ કરવામાં આવ્યા હતા, ત્યારે દિલ્હી, મુંબઈ અને દુબઈમાં પણ Appleના આઉટલેટ્સ ખુલ્યા તેના કલાકો પહેલાં ખરીદદારોની કતારો ઊભી થઈ હતી જે અત્યારે પણ શાંત થવાનું નામ નથી લઈ રહી સવારમાં સ્ટોર ખુલતા જ લોકો દુકાનોની સામે ઉભા રહી ગયા હોય છે. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો સવારના 6 વાગ્યાના iPhone 15 ખરીદવા માટે આતુર ગ્રાહકો દુબઈ મૉલમાં ઉમટી પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો દુબઈના એક મોલનો હોવાનું કહેવાય છે, જેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તે બધા iPhone 15 સીરીઝ ખરીદવા માટે મોલમાં પહોંચી ગયા છે. ભીડ એટલી બધી છે કે મોલની સુરક્ષા તેમને રોકી શકતી નથી. લોકો એકબીજાની પાસે આવી રહ્યા છે, બધા આઇફોન પર હાથ મેળવવા માટે ભયાવહ છે. જ્યારે Apple iPhone 15 જાહેર ખરીદી માટે ઉપલબ્ધ થયો ત્યારે દુબઈના મોલ ઓફ ધ અમીરાત અને દિલ્હીના સિલેક્ટ સિટીવોક મોલમાં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. લોકોના ઉત્સાહી ટોળાં દુબઈ મોલમાં એસ્કેલેટર પર દોડી આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાતા દ્રશ્યો લોકોને મોલના ફ્લોર પર ઘેટાંની જેમ પડાપડી કરતા બતાવી રહ્યા છે કારણ કે તેઓ iPhone 15 ના પ્રારંભિક ખરીદદારો બનવાની તકની રાહ જોતા હોય છે. એક યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “ iPhone 15 Pro Max માટે દુબઈ મોલમાં નાસભાગ. “એપલ સ્ટોર પર જવા અને નવો ફોન ખરીદવા માટે સેંકડો લોકો રાતોરાત મોલમાં રોકાયા.”

ભારતમાં iPhone 15 ની કિંમત કેટલી?.. જે જણાવીએ, કિંમતની વાત કરીએ તો iPhone 15ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, iPhone 15 Plusની શરૂઆતની કિંમત 89,900 રૂપિયા છે. તે જ સમયે, Pro Maxની પ્રારંભિક કિંમત 1,34,900 રૂપિયા છે અને Apple iPhone 15 Pro Maxની પ્રારંભિક કિંમત 1,59,900 રૂપિયા છે. જો કે, કંપની પસંદગીના બેંક કાર્ડ્સ પર ઑફર્સ સાથે EMI વિકલ્પ પણ આપી રહી છે, જેનો લાભ લઈને તમે iPhone 15 ને સસ્તામાં તમારો બનાવી શકો છો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશમાં જન આશીર્વાદ યાત્રાને સંબોધિત દરમિયાન PM મોદીના વિપક્ષ પર પ્રહાર
Next articleપાકિસ્તાનમાં છુપાયેલા બબ્બર ખાલસાના આતંકવાદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ