Home વ્યાપાર જગત - BUSINESS યુક્રેન – રશિયા વચ્ચે યુદ્ધના પગલે ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બનતા...

યુક્રેન – રશિયા વચ્ચે યુદ્ધના પગલે ફુગાવો – મોંઘવારીનું પરિબળ જોખમી બનતા ભારતીય શેરબજારમાં ૧૫૦૦ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

115
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૩.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪.૩૩૩.૮૧ સામે ૫૩૧૭૨.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૩૬૭.૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૬.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૯૧.૦૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૮૪૨.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૫૮.૯૫ સામે ૧૫૯૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૧૧.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૬.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬૫.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૯૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વની કટોકટી વકરતાં અને રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટ પર હવાઈ હુમલો કરતાં વિશ્વની ચિંતા વધતાં અને બીજી તરફ અમેરિકાની રશિયાને શરતી પ્રતિબંધો ઉઠાવી લેવાની ઓફર વચ્ચે યુદ્વ વધુ આક્રમક બનવાના જોખમે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહના આરંભમાં જ અંદાજીત ૧૫૦૦ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો નોંધાતા બ્લેક મન્ડે જેવો માહોલ જોવા મળ્યો હતો. વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા – મોંઘવારીના આંકને લઈ દરેક દેશો ચિંતિત હોવાથી અને ક્રુડ ઓઈલમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયા છતાં ક્રુડના ભડકે બળતાં ભાવ અને માથે ઉત્તર પ્રદેશ સહિતના રાજયોની ચૂંટણીઓને લઈ સરકાર માટે મોંઘવારીને અંકુશમાં લેવાનું અનિવાર્ય બની ગયું હોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ધિરાણ નીતિ સમીક્ષાના નિર્ણયમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાના અહેવાલોએ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૨૦ ડોલર નજીક પહોંચી જવા, એલ્યુમીનિયમ, ઝિંક સહિતના ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવોમાં રેકોર્ડ તેજી, સ્ટીલના ભાવોમાં તીવ્ર વધી જવા, કોલસાના ભાવમાં તેજી સાથે ખાદ્ય ચીજોનો ફુગાવો -મોંઘવારી વધવા લાગતાં સ્ટીલના ભાવમાં જંગી વધારા અને હવે ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ટૂંકાગાળામાં જ વધારો કરવો ઓઈલ માર્કેટીંગ કંપનીઓ માટે અનિવાર્ય હોવાનો અહેવાલ વચ્ચે આજે ફંડોએ શેરોમાં સાર્વત્રિક કડાકો  નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૮૪ અને વધનારની સંખ્યા ૭૮૩ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક બજાર ઉપર હવે રશિયા અને યુક્રેનની અસર સ્પષ્ટ થઈ રહી છે. રશિયા ઉપર લાદેલા પ્રતિબંધ અને વિવિધ કોમોડિટીના પુરવઠો અટકી પડશે એવી ચિંતા હવે વિશ્વને થઈ રહી છે. આ સ્થિતિમાં આજે ક્રૂડ ઓઇલ તેની ઇતિહાસની સૌથી ઊંચી સપાટી તરફ સરકી રહ્યું છે. રશિયા ક્રુડ ઓઈલનું સૌથી મોટું નિકાસકાર છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે રશિયન સરકાર તેનું ઉત્પાદન વૈશ્વિક બજારમાં વેંચી શકે નહી તે પ્રકારે અમેરિકા, જાપાન અને યુરોપીયન યુનિયન પ્રતિબંધ લાદશે. આ સમાચારના કારણે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૩૯ ડોલરની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. ભારત તેની કુલ જરૂરીયાતના ૮૦% ક્રુડની આયાત કરે છે તેથી ક્રુડ ઓઈલના ભાવ વધે તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડવાની છે. વૈશ્વિક બજારમાં ભાવ વધે તો ભારતની આયાતનો ખર્ચ વધશે.

ક્રુડ ઓઈલનું રીફાઈનીંગ કરી તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, કેરોસીન, પેટકોક અને લગભગ અન્ય હજારો પેટ્રોકેમીકલ્સ તેમાંથી બને છે. પેટ્રોલ અને ડિઝલ સૌથી વધુ વપરાતા ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ છે અને તેનો બોજ સૌથી મોટો પડે છે. ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ રહે, ભારત સરકાર તેની એક્સાઈઝ ડ્યુટીની આવક જતી કરી પેટ્રોલ અને ડિઝલ ઉપરની ડ્યુટી વધુ રૂ.૧૦ પ્રતિ લીટર ઘટાડે તો પણ ભારતીય ઉપર ઊંચા ભાવનો બોજ આવી પાડવાનો છે. આ બોજ લગભગ રૂ.૧.૭૦ લાખ કરોડ થશે એટલે કે ૨૨ અબજ ડોલર જેટલો હશે. સરેરાશ ૧૨૦ ડોલર પ્રતિ બેરલના ક્રુડ ઓઈલના ભાવના કારણે પેટ્રોલ વપરાશના લીધે દેશની જનતા ઉપર રૂ. ૫૨,૨૦૦ કરોડ, ડિઝલના લીધે રૂ.૨૨,૯૦૦ કરોડ અને રાંધણ ગેસના લીધે રૂ.૮૭,૫૦૦ કરોડનો બોજ ભારત ઉપર પડી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field