Home મનોરંજન - Entertainment INDIA V/s ભારતની ચર્ચા વચ્ચે અમિતાભ બચ્ચની પોસ્ટ વાયુવેગે વાઈરલ

INDIA V/s ભારતની ચર્ચા વચ્ચે અમિતાભ બચ્ચની પોસ્ટ વાયુવેગે વાઈરલ

14
0

(GNS),06

ભારત અને ઇન્ડિયા આ બન્ને નામને લઇને હાલમાં જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મિડીયામાં ઘણાં એક્ટિવ રહેતા હોય છે. આમ વાત કરવામાં આવે તો દેશમાં ચાલી રહેલા મુદ્દાઓ પ્રતિક્રિયા આપવા માટે બિગ બી ક્યારે પાછા પડતા નથી. હાલમાં સોશિયલ મિડીયામાં આ મુદ્દા પર બિગ બી એ પોતાનો અભિપ્રાય આપીને ટ્વિટ કર્યુ છે જે વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચને હાલમાં એક્સ (ટ્વિટ) પર એક પોસ્ટ શેર કરી છે જેના કારણે ચારેબાજુ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ પોસ્ટ અનેક લોકો વિચારતા થઇ ગયા છે. જો કે આટલું વાંચતાની સાથે અનેક લોકો વિચારમાં પડી ગયા છે કે આખરે બિગ બીએ પોસ્ટમાં શું લખ્યુ છે. આમ, તમે પણ જાણવા ઇચ્છો છો તો અમે તમને જણાવી દઇએ કે આખરે આ પોસ્ટમાં એવું તો શું લખ્યુ છે જેના કારણે ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

અમિતાભ બચ્ચને ટ્વિટ પર ‘ભારત માતા કી જય’ લખીને ટ્વિટ કર્યુ છે. જો કે બીગ બીનું આ ટ્વિટ હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યુ છે. આ ટ્વિટને લેટેસ્ટ ખબરો સાથે જોડીને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ઉલ્લેખનીય છે કે સરકાર દેશનું અંગ્રેજી નામ INDIA નું નામ ખતમ કરવાનું પ્લાનિંગ કરે છે. મળતી માહિતી અનુસાર આ નામનો પ્રસ્તાવ સંસદમાં પણ સરકાર રાખી શકે છે. આ બધી ખબરો વચ્ચે અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ટ્વિટમાં બીગ બીએ આપણાં ઝંડાનું ઇમોજી મુક્યુ જ્યારે બીજી બાજુ લાલ રંગના ઝંડાનું ઇમોજી મુક્યુ છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ એ વિશે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં દેશના નામની ચર્ચાને લઇને રાજનૈતિકથી લઇને બોલિવૂડમાં અનેક પ્રકારે લોકો પોતાના વ્યુ જણાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનના આ ટ્વિટને યુઝર્સ પ્રેસીડેન્ટ ઓફ ભારત સાથે જોડી રહ્યા છે. આટલું જ નહીં, એક યુઝર્સે તો લખ્યુ છે કે આજે અમિતાભ બચ્ચન સરે દિલ ખુશ કરી દીધું…ભારત માતા કી જય નોંધનીય છે કે G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થનાર રાત્રી ભોજનના નિમંત્રણ પત્રને લઇને વિવાદ થઇ રહ્યો છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રપતિ ભવનમાં નવ સપ્ટેમ્બરના રોજ યોજનાર G-20 ના ડિનરના નિમંત્રણ પત્રમાં પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યુ છે, જ્યારે આની પર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હોવુ જોઇએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમિડ-કરિયર પ્રોફેશનલ્સ માટે ગુજરાતમાં ઉજ્જવળ તક, ગુજરાતના ૩ શહેરોમાં રોજગારીની તકમાં નોંધપાત્ર વધારો
Next articleબીગ બી અને શાહરુખાનના મિસ્ટ્રી પ્રોજેક્ટે વધાર્યો રોમાંચ