Home દેશ - NATIONAL ભારત વેસ્ટઈન્ડિઝને હરાવી ટી૨૦માં વિશ્વની નંબર ૧ ટીમ બની

ભારત વેસ્ટઈન્ડિઝને હરાવી ટી૨૦માં વિશ્વની નંબર ૧ ટીમ બની

103
0

(જી.એન.એસ),તા.૨૧


મુંબઈ


ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સતત ૯મી ટી૨૦ મેચ જીતી હતી. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમને તેના ઘરની બહાર સતત ત્રીજી ટી૨૦ સીરિઝ ગુમાવવી પડી હોય. કોલકાતામાં ટી-૨૦ સિરીઝમાં હાર બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ વતન જવા રવાના થઈ ગઈ છેટીમ ઈન્ડિયાએ પણ ટી-૨૦ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝનો સફાયો કર્યો છે. તેણે તે સન્માન મેળવ્યું છે, જે છેલ્લે ધોનીના યુગમાં ક્રિકેટના આ ફોર્મેટમાં જાેવા મળ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત ફરી એકવાર આઈસીસી ટી૨૦ આઈ રેન્કિંગમાં નંબર વન ટીમ બની ગયું છે. બીજી તરફ, ત્રીજી ટી૨૦માં તેણે વેસ્ટ ઈન્ડિઝની ભારત પ્રવાસ પર મેચ જીતવાની છેલ્લી આશાને ૧૭ રનથી તોડી નાખી અને અહીં ટી૨૦ ટીમ રેન્કિંગમાં તેનું શાસન સ્થાપિત થઈ ગયું. ભારતીય ટીમ ૬ વર્ષ બાદ આઈસીસી રેન્કિંગમાં નંબર વન ટી૨૦ ટીમ બની છે. ભારતે છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ દરમિયાન ટી૨૦માં નંબર વન હતુ. ત્યારબાદ ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬ થી ૩ મે ૨૦૧૬ સુધી તે નંબર વન ટી૨૦ ટીમ રહી હતી. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ફરી એ જ ઊંચાઈ હાંસલ કરી છે. ટી૨૦ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ અત્યાર સુધી ૨૬૯ રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર છે. પરંતુ, હવે ભારતે ટી૨૦ આઈ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને ૩-૦થી હરાવીને ઈંગ્લેન્ડને રેન્કિંગમાં પાછળ ધકેલી દીધું છે. ગયા વર્ષે વર્લ્‌ડ કપમાં ભારત ટી-૨૦માં તેની છેલ્લી મેચ હારી ગયું હતું. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડનો ક્લીન સ્વીપ કર્યો હતો, જેનો ફાયદો તેને ટી૨૦ રેન્કિંગમાં મળ્યો છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી૨૦ મેચ ૧૭ રને જીતી લીધી છે. પહેલા રમતા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૮૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ કેરેબિયન ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૭ રન જ બનાવી શકી હતી. રોહિત શર્માની કપ્તાનીમાં ઘરઆંગણે ભારતની આ ૧૪મી ટી૨૦ જીત છે. આ સાથે તે ઘરઆંગણે સૌથી વધુ ટી૨૦ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ક્રિટિક્સ બેસ્ટ એવોર્ડથી નવાજ્યા
Next articleબીસીસીઆઈ હવે રિદ્ધિમાન સાહા મામલે સંપૂર્ણ કાર્યવાહી કરવાના મૂડમાં