રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૦.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૮૪.૭૦ સામે ૫૯૮૫૭.૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૦૮૯.૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૪૩.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૭૭.૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૩૦૬.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૧૩.૧૦ સામે ૧૭૮૬૦.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૫૯.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૪.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૮.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૪૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત નરમાઈએ થઈ હતી. સંવત ૨૦૭૭ પૂરૂ થતાં પૂર્વે અને દિવાળી પૂર્વે આજે સતત બીજા દિવસે શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાવી દેવાયો હતો. ભારે તેજીનું પૂરવાર થયેલ સંવત ૨૦૭૭ના અંતના દિવસોમાં અને ખાસ ડેરિવેટીવ્ઝમાં નવેમ્બર વલણના પ્રથમ દિવસે શેરોમાં ફંડો, મહારથીઓએ અપેક્ષિત હેમરીંગ કરી દેતાં સેન્સેક્સ, નિફટીમાં અસાધારણ ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ વ્યાપક કડાકા નોંધાયા હતા. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતની સિઝન એકંદર સારા પરિણામોની નીવડી રહી હોવા છતાં ઉછાળે નફારૂપી વેચવાલીએ સતત બીજા દિવસે અફડાતફડીના અંતે કડાકો બોલાવી દીધો હતો.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ અમેરિકાએ ઓપેક દેશોને ઓઈલનું ઉત્પાદન વધારલા કરેલી અપીલને પગલે ઘટાડા તરફી રહ્યા છતાં એનર્જી, આઈટી – સોફટવેર સર્વિસિઝ અને બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં વ્યાપક ઓફલોડિંગ કરીને સેન્સેક્સમાં જોતજોતામાં ૫૯૫૦૦ પોઈન્ટની સપાટી અને નિફટીને ૧૭૮૦૦ પોઈન્ટની અંદર લાવી દીધા હતા. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પણ ફંડોએ આજે ઓલ રાઉન્ડ વ્યાપક વેચવાલી કરતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. માત્ર પસંદગીના બેઝિક મટિરિયલ્સ, રિયલ્ટી, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં ફંડોની લેવાલી રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝીક મટીરીયલ, હેલ્થકેર, ઓટો, કન્ઝ્યુમર ડયુરેબલસ, મેટલ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૨ અને વધનારની સંખ્યા ૧૩૪૭ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના મુખ્ય ફન્ડામેન્ટલ્સ પોઝિટિવ છે, ત્યારે ફેડરલના ટેપરિંગ, રિઝર્વ બેન્ક દ્વારા ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં શકય વધારો તથા ઊર્જાના ઊંચા ખર્ચ પહેલા ભારતીય ઈક્વિટીઝમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે. તેને જોતાં વધુ પડતા મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી બ્રોકરેજ પેઢી મોર્ગન સ્ટેન્લીએ ભારતીય ઈક્વિટીઝને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ઈકવલ વેઈટ કરી છે. ટૂંકા ગાળાના શકય પડકારો પહેલા બજાર કન્સોલિડેટ થવાની પણ શકયતા વ્યકત કરવામાં આવી છે. આ અગાઉ યુબીએસ તથા નોમુરાએ પણ ખર્ચાળ મૂલ્યાંકનોને ધ્યાનમાં રાખી ભારતીય ઈક્વિટીઝને ડાઉનગ્રેડ કરી હતી. અન્ય ઊભરતી બજારોની સરખામણીએ વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીઝની કામગીરી ઘણી જ ઊંચી રહી છે.
એમએસસીઆઈ ઈમરજિંગ માર્કેટ ઈન્ડેકસમાં ૦.૬૫% ઘટાડા સામે એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેકસ વર્તમાન વર્ષમાં ૨૭.૫૩% વધ્યો છે. આવકમાં વધારો થવાની અપેક્ષા તથા સરકારના સાનુકૂળ સુધારા કાર્યક્રમને કારણે ભારતીય ઈક્વિટીઝની કામગીરી સારી જોવા મળી રહી હોવાનું મોર્ગન સ્ટેન્લી દ્વારા જણાવાયું છે. આ અગાઉ જોખમ પ્રમાણે વળતર જણાતું નહીં હોવાનું જણાવી નોમુરાએ ભારતીય ઈક્વિટીઝને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી હતી. બીજી બાજુ બ્રોકરેજ પેઢીઓ ચીનની ઈક્વિટીઝ માટે હકારાત્મક મત રજુ કરી રહી છે. ભારતની સરખામણીએ ચીનની ઈક્વિટીઝ હાલના જેવી સસ્તી અગાઉ કયારેય નહોતી એમ જણાવી એચએસબીસીએ ચીનની ઈક્વિટીઝ માટેના વેઈટેજને ન્યૂટ્રલમાંથી વધારી ઓવરવેઈટ કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.