Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે અપેક્ષિત ૧૮૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે અપેક્ષિત ૧૮૦૦ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

79
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૨.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૪૦૫.૮૪ સામે ૫૬૭૩૧.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૪૩૮.૪૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૭૨.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૩૬.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૧૪૨.૦૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૮૩૭.૮૫ સામે ૧૬૮૯૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૩૭.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૪૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨૭.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૬૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વભરમાં ફુગાવા – મોંઘવારીની વિકરાળ બનતી જતી સમસ્યા અને એના પરિણામે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાની અટકળો અને યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં વચ્ચે વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજારમાં ગઇકાલે બ્લેક મન્ડે બાદ આજે શરુઆતી તબક્કામાં ભારે બે તરફી અફડાતફડીના અંતે ફંડોની નીચા મથાળે નવી લેવાલી નોંધાતા રિકવરીની રાહે ગઇકાલનો તમામ ઘટાડો પચાવી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

ગઇકાલે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝ, એફઆઈઆઈઝની મોટાપાયે વેચવાલી નોંધાતા બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ ગયા સાથે યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન સાથે વૈશ્વિક તંગદિલીએ ભારતીય શેરબજારમાં અંદાજિત ૧૮૦૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો, જોકે આજે રશિયા બોર્ડર તરફથી રાહતના સારા સમાચાર આવતા અને યુદ્ધના એંધાણ ઓસરતા ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારોમાં ખાસ યુરોપના બજારોમાં તેજી સાથે આજે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તોફાની તેજી થઈ હતી. કોરોના સંક્રમણ દૂર થઈ રહ્યું હોઈ વૈશ્વિક અર્થતંત્ર ફરી પટરી પર આવી રહ્યું હોવા સામે ફુગાવા – મોંઘવારીનું સતત જોખમ છતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ તાજેતરમાં ઝડપી વધી આવતાં ચૂંટણીઓ બાદ પેટ્રોલ, ડિઝલના ભાવમાં માર્ચમાં તીવ્ર વધારાનું જોખમ હોવાના ડેલોઈટના અનુમાન છતાં આજે ભારતીય શેરબજારમાં રિલયાન્સ, બજાજ સાથે ખાનગી બેન્કોના ફ્રન્ટલાઈન શેરોમાં નીચા મથાળે નવી લેવાલી નોંધાતા સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, બેન્કેક્સ, સીડીજીએસ, ટેલિકોમ, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી, રિયલ્ટી, ફાઈનાન્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૬ અને વધનારની સંખ્યા ૨૦૫૬ રહી હતી, ૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોદ્વારા વર્તમાન નાણાં વર્ષમાં ભારતીય ઈક્વિટીઝમાંથી ૬ અબજ ડોલરથી વધુનું રોકાણ પાછું ખેંચી લેવાયું છે. જેમાં સૌથી વધુ પુલ આઉટ આઈટી સેવા ક્ષેત્રમાં રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં એફપીઆઈએ સોફટવેર એન્ડ સર્વિસીઝ ક્ષેત્રમાંથી અંદાજીત રૂ.૩૭૩૨૮ કરોડ પાછા ખેંચી લીધા છે એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં એફપીઆઈના આઉટફલોઝમાં સૌથી વધુ આઉટફલોઝ આઈટી સેવા ક્ષેત્રમાં રહ્યો છે. રૂ.૩૫૧૮૭ કરોડના આઉટફલોઝ સાથે બેન્કિંગ ક્ષેત્ર બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાથી બેન્કિંગ ક્ષેત્રમાં જંગી વેચવાલી જોવા મળી રહી છે.

કોરોનાના કાળમાં ડિજિટલ સ્વીકારને કારણે આઈટી ક્ષેત્રને સૌથી મોટો લાભ થયો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે આઈટી કંપનીઓના સ્ટોકસમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા હોવાથી આવેલા કરેકશનની અસર સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. એકધારી વેચવાલી અને વિવિધ પ્રતિકૂળ પરિબળો પાછળ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે, ઉપરાંત રશીયા – યુક્રેન વચ્ચે ટેન્શન ફરી વધતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ જોખમી પરિબળ બન્યું છે. આગામી દિવસોમાં યુક્રેન- રશિયા વચ્ચેની પ્રતિકૂળતા વધશે તેમજ ક્રૂડની તેજી જળવાઈ રહેશેતો જે બજારમાં વધુ પીછેહઠ થવાના એંધાણ આપે છે, ઉપરાંત વૈશ્વિક નેગેટીવ પરિબળોના કારણે નજીકના ભવિષ્યમાં બજારમાં વોલેટાલીટી પણ જારી રહેવાની સંભાવના છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field