Home ગુજરાત ગાંધીનગર IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું

IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું

34
0

(જી.એન.એસ) તા.1

ગાંધીનગર,

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)એ ત્રણ દિવસીય Art@IITGN ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું હતું. એમયુબીઆઇ અને એલાયન્સ ફ્રાંસાઇઝ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ ફેસ્ટિવલમાં વૈશ્વિક સિનેમા, સ્વતંત્ર ભારતીય ફિચર્સ, ફ્રેન્ચ ન્યૂ વેવ અને વિવેચકો દ્વારા વખણાયેલી શોર્ટ ફિલ્મોની વિવિધ લાઇનઅપ રજૂ કરવામાં આવી હતી. મીઠુ સેન, ગીગી સ્કેરિયા, રિયાસ કોમુ, સુમેધ રાજેન્દ્રન અને રામિથ કુન્હિમંગલમની કૃતિઓ દર્શાવતી વિડિયો આર્ટ પર એક વિશેષ વિભાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને પ્રેક્ટિશનરોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું.

આ ફેસ્ટિવલમાં સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાંથી ભાગ લેનારાઓ એકઠા થયા હતા. “આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય અમારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના સિનેમાના સંપર્કમાં લાવીને આર્ટ્સની સમજ કેળવવાનો હતો. અમારા ઘણા વિદ્યાર્થીઓને આ ફેસ્ટિવલ માટે સ્વૈચ્છિક રીતે આવતા જોઈને અમને આનંદ થયો હતો, પરંતુ અમદાવાદ અને ગાંધીનગરની અન્ય વિવિધ યુનિવર્સિટીઓમાંથી અમને જે સહભાગીતા મળી હતી તે અમને સૌથી વધુ આનંદિત કરનારી બાબત હતી. હું આશા રાખું છું કે આગામી વર્ષોમાં આપણે આને વધુ મોટી ઘટનામાં ફેરવી શકીશું, “ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂકેલા આઇઆઇટીજીએનના હ્યુમનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ (કોગ્નિટિવ એન્ડ બ્રેઇન સાયન્સિસ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે) જસુભાઇ મેમોરિયલ ચેર પ્રોફેસર જેસન મંજલીએ જણાવ્યું હતું.

આઇઆઇટીજીએનના જાણીતા ફિલ્મ નિર્માતા અને આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ, આઇઆઇટીજીએન ડોન ચાકો પલાથરાએ આ ફેસ્ટિવલનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં દેશભરમાં ફિલ્મ નિર્માતાઓ અને સર્જનાત્મક વ્યાવસાયિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલીક મુખ્ય હાઇલાઇટ્સમાં પુષ્પેન્દ્ર સિંઘના કલાકારોને દિગ્દર્શિત કરવા અને તોજો ઝેવિયરની સિનેમેટોગ્રાફી પરના માસ્ટરક્લાસનો સમાવેશ થાય છે. સુમંત ભટ, જીથિન આઇઝેક થોમસ, નિત્યયાન માર્ટિન અને હિમાદ્રી મહેશને દર્શાવતી એક પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સુભદ્રા મહાજન, જેમની ફિલ્મ સેકન્ડ ચાન્સ (2024) આ ફેસ્ટિવલના ભાગરૂપે દર્શાવવામાં આવી હતી, તેઓ આઇઆઇટીજીએનમાં સોસાયટી એન્ડ કલ્ચરમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રીજિતા ચેરુવુપલ્લી સાથે ફિલ્મ નિર્માણ પર ઊંડાણપૂર્વકની ચર્ચામાં વ્યસ્ત હતા. તમામ ઇન્ટરેક્ટિવ સત્રોમાં સિદ્ધાંત અને વ્યવહાર બંને તરીકે સિનેમા પર વિચારશીલ પ્રતિબિંબને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આઇઆઇટીજીએન કેમ્પસમાં ત્રણ સ્થળોએ ફિલ્મ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિબાબેન પટેલ (કનિસા) મેમોરિયલ ઓડિટોરિયમ, એકેડેમિક બ્લોક 10/103 અને નવા સ્થપાયેલા પીસી (પંચાંગના)નો સમાવેશ થાય છે. એમયુબીઆઇના સહયોગથી, આ ફેસ્ટિવલમાં રાષ્ટ્રવ્યાપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વિશેષ લાભ પણ આપવામાં આવ્યો હતો, જે તેમને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર 60-દિવસનું મફત સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field