Home દેશ - NATIONAL IIT મદ્રાસમાં વધુ 18 છાત્રો થયા કોરોના સંક્રમિત

IIT મદ્રાસમાં વધુ 18 છાત્રો થયા કોરોના સંક્રમિત

67
0

(જી.એન.એસ),તા.૨૨
મદ્રાસ
આઈઆઈટી-મદ્રાસમાં વધુ 18 છાત્રો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પહેલા 12 છાત્ર કોરોના સંક્રમિત મળ્યા હતા. હવે કુલ મળીને આઈઆઈટી-મદ્રાસમાં 30 છાત્ર છે જે કોવિડ-19 પૉઝિટિવ મળ્યા છે. બધા પૉઝિટીવ કેસ હૉસ્ટેલના હતા. આઈઆઈટી પ્રશાસન અને આરોગ્ય વિભાગે આઈઆઈટી પરિસરમાં સ્વચ્છતાના પ્રયત્નો વધારી દીધા છે. પ્રશાસનને સાવચેતીના ઉપાયો પણ મજબૂત કરવા માટે કહેવામાં આવ્યુ છે. રાજ્યના આરોગ્ય સચિવ રાધાકૃષ્ણને પહેલા કહ્યુ હતુ કે, ‘કોવિડના કેસોમાં ધીમે ધીમે વધારો ચિંતાજનક છે. તેમણે કહ્યુ, કેસોના જીનોમ વિશ્લેષણના આધારે 90% BA.2 પ્રકારના ઓમિક્રૉનના કેસ છે.’ ભારતમાં શુક્રવારે 22 એપ્રિલે કોવિડ-19ના 2451 નવા કેસ નોંધવામાં આવ્યા. આનાથી કુલ 5,22,116 કોવિડ મોત થઈ ચૂક્યા છે. દેશમાં રસીકરણ કરનારની કુલ સંખ્યા શુક્રવાર 22 એપ્રિલના રોજ 1,87,26,26,515 સુધી પહોંચી ગઈ. દૈનિક સકારાત્મકતા દર 0.55% છે અને સાપ્તાહિક સકારાત્મકતા દર 0.47% છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈશા ગુપ્તાએ બ્લેક ડ્રેસમાં પોતાનો બોલ્ડ અંદાજના ફોટા થયા વાયરલ
Next articleવૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્પેનિશ મહિલા માત્ર 20 દિવસમાં બે વાર સંક્રમિત થઈ