Home રમત-ગમત Sports ICCએ ગત્ત વર્ષે ટ્રાયલ તરીકે સ્ટોપ ક્લૉકનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો...

ICCએ ગત્ત વર્ષે ટ્રાયલ તરીકે સ્ટોપ ક્લૉકનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો જે હાલ કાયમી ધોરણે લાગુ કરી દીધો

38
0

(જી.એન.એસ),તા.૧૫

મુંબઈ,

આઈસીસીએ જૂન મહિનામાં રમાનારા ટી 20 વર્લ્ડકપ 2024 પહેલા સ્ટોપ ક્લોક નિયમ જે ટ્રાયલ તરીકે શરુ કર્યો હતો. તેને હવે કાયમી ધોરણ અમલ કરવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર મહિનામાં આઈસીસીએ આ નિયમને ટ્રાયલ તરીકે શરુ કર્યો હતો. જેમાં ફીલ્ડિંગ કરનારી ટીમને એક ઓવર પૂર્ણ થયા બાદ બીજી ઓવરના નક્કી કરેલા સમય અંદર શરુ કરવાનું હતુ. ફીલ્ડિંગ કરનારી ટીમો માટે આ નિયમના ઉલ્લંધન પર નુકસાન ભોગવવું પડશે. આઈસીસીએ આ નિયમને માત્ર ટી20 જ નહિ પરંતુ વનડેમાં પણ લાગુ કર્યો છે.

સ્ટોપ ક્લૉક નિયમને લઈ વાત કરવામાં આવે તો આઈસીસીએ ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં આ નિયમ લાગુ કર્યો હતો. તો ટી 20 ફીલ્ડિંગ કરનારી ટીમ એક ઓવર પૂર્ણ થયા બાદ આગામી ઓવર શરુ કરવા માટે માત્ર 60 સેકેન્ડનો સમય મળશે. જેમાં તેમણે પહેલા બોલ ફેંકવો પડશે. થર્ડ અમ્પાયર ઓવર પૂર્ણ થયા બાદ સ્ટોપ વૉચ ઓન કરી દેશે. ફીલ્ડિંગ ટીમ જો 1 મિનિટની અંદર આગામી ઓવર નાંખવા માટે સફળ થાય છે તો તેને 2 વખત અમ્પાયરની ચેતવણીનો સામનો કરવો પડશો, પરંતુ ત્યારબાદ ફીલ્ડિંગ ટીમને પેનલ્ટી લાગશે જે 5 રનની હશે.

સ્ટૉપ વોચ લાગુ કરવાનો નિર્ણય અમ્પાયર્સ ઉપર રહેશે. જેમાં તે જોશે કે, બેટ્સમેનોના કારણે અથવા ડીઆરએસના કારણે ઓવર શરૂ કરવામાં વિલંબ થાય છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ICCએ તેને T20 તેમજ ODIમાં કાયમી ધોરણે લાગુ કરી દીધું છે. આ નિયમ ડિસેમ્બર 2023ની શરુઆતમાં ટ્રાયલ તરીકે લાગુ કરવામાં આવ્યો હતો અને તેનો ટ્રાયલ પીરિયડ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો હતો પરંતુ આ દરમિયાન આઈસીસી અને તેની ક્રિકેટ કમેટીએ જોયું કે, આ નિયમ ખુબ ફાયદાકારક છે, જેથી તેનો કાયમી અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો ક્રિકબઝના રીપોર્ટ મુજબ દુબઈમાં આઈસીસીની અનેક બેઠકો ચાલી રહી છે,જેમાં એક બેઠકમાં આ નિયમને મંજુરી આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article૧૫ માર્ચ ૨૦૧૯, ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ મેચ રમવાની એક દિવસ પહેલા અચાનક ફાયરિંગના અવાજે બાંગ્લાદેશની ટીમને ચોંકાવી દીધા
Next articleગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી આગામી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે:- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ