Home દેશ - NATIONAL Hyundai Motorએ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી

Hyundai Motorએ IPO લોન્ચ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની નિમણુંક કરી

16
0

ઓટોમોબાઈલ કંપનીએ IPO લોન્ચ કરીને 3.5 બિલિયન ડોલર એકત્ર કરવાની તૈયારી

(જી.એન.એસ),તા.૧૦

નવીદિલ્હી,

દક્ષિણ કોરિયાની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટરે આઈપીઓ લોન્ચ કરવાની દિશામાં તેના પગલાં ઝડપી બનાવ્યા છે. કંપનીએ IPO લોન્ચ કરવા માટે સૂચનો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને હાયર કરી છે. જેપી મોર્ગન, સિટી અને એચએસબીસીને આઈપીઓ માટે સલાહકાર રહશે. Hyundai Motor 3.5 બિલિયન ડોલરનો મેગા IPO લાવવાની તૈયારી કરી રહી છે જે ભારતીય શેરબજારમાં સૌથી મોટો IPO રહશે. એક મીડિયા રિપોર્ટ મુજબ હ્યુન્ડાઈ મોટર્સે પ્રસ્તાવિત IPO માટે સલાહકાર તરીકે JP મોર્ગન, Citi અને HSBC ને હાયર કર્યા છે. આગામી દિવસોમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની ભરતી કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે IPO લોન્ચ કરવા માટે મંજૂરી મેળવવા માટે જૂન 2024માં શેરબજાર નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવામાં આવી શકે છે. જો કંપનીને લિસ્ટ કરવાની યોજના સફળ થાય છે તો તે ભારતીય ઈક્વિટી માર્કેટના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ હશે.

Hyundai Motors આ વર્ષે દિવાળીની આસપાસ કંપનીને ભારતીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરી શકે છે. Hyundai Indiaનો પ્રસ્તાવિત IPO 3.3 બિલિયન ડોલર એટલે કે રૂપિયા 27,390 કરોડનો હોઈ શકે છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાનું વેલ્યુએશન 22 બિલિયનથી 28 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. કંપની IPOમાં 15 થી 20 ટકા હિસ્સો વેચી શકે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 2023 માં પેસેન્જર વાહનોના વેચાણના સંદર્ભમાં મારુતિ સુઝુકી પછી બીજા ક્રમે છે. કંપનીનો માર્કેટ શેર લગભગ 15 ટકા છે. સૂચિત IPO સંબંધિત મૂલ્યાંકન મુજબ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા સ્થાનિક શેરબજારમાં અન્ય લિસ્ટેડ ઓટોમોબાઇલ કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, આઇશર મોટર્સને પાછળ છોડી દેશે. અગાઉ મે 2022 માં LIC એ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો IPO લોન્ચ કર્યો હતો, જ્યારે કંપનીએ IPO દ્વારા 21000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. તે પહેલા, Paytm નો IPO સૌથી મોટો હતો જે નવેમ્બર 2021 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને કંપનીએ 18,300 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleHero MotoCorp એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
Next articleપ્રધાનમંત્રી મોદીએ સત્રના અંતિમ દિવસે 17મી લોકસભાને સંબોધિત કરી