Home રમત-ગમત Sports GSFAની 45મી વાર્ષિક સાધારણ સભા પરિમલ નથવાણીએ સંબોધી

GSFAની 45મી વાર્ષિક સાધારણ સભા પરિમલ નથવાણીએ સંબોધી

12
0

(GNS),03

ફુટબોલ અંગે GSFAની 45મી વાર્ષિક સાધારણ સભામાં પરિમલ નથવાણીએ સંબોધતાં જણાવ્યું હતું કે, ઓગષ્ટ 1, 2023માં 20 વર્ષ પછી ફૂટબોલમાં ગેમચેન્જર બની રહેશે અને ભારતમાં ફુટબોલને ક્રિકેટ જેવી સમાનતા મળી રહેશે. તમને જણાવી દઈએ કે, તેઓએ આજે અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની 45મી વાર્ષિક સાધારણ સભા (MGM)ને સંબોધન કરી રહ્યા હતા. પરિમલ નથવાણીના પ્રમુખપદ હેઠળ જી.એસ.એફ.એ.ને ગુજરાતના કોર્પોરેટ્સ તરફથી ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. ઘણાં લાંબા સમયથી ફૂટબોલ સંસ્થાને મદદ કરતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ઉપરાંત, હવે અદાણી ગ્રૂપ, ટોરેન્ટ ગ્રૂપ અને ઝાયડસ ગ્રૂપ પણ ગુજરાતમાં ફૂટબોલને સહાય કરવા માટે આગળ આવ્યાં છે. પરિમલ નથવાણીના નેતૃત્વમાં જી.એસ.એફ.એ. જમીનીસ્તરે ફૂટબોલના વિકાસ માટે નિરંતર કાર્યરત છે. જી.એસ.એફ.એ.ને ગર્વ છે કે, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન(AIFF)ની ચૂંટણ 33 વિ. 1 મતથી જીતનારા AIFFના પ્રમુખ કલ્યાણ ચૌબેને ગુજરાતમાંથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. ચૌબેને જી.એસ.એફ.એ.ની એક્ઝિક્યુટીવ કમિટીમાં સમાવવામાં આવ્યા છે. વાર્ષિક સાધારણ સભાને સંબોધતા નથવાણીએ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારોને તેમના પ્રતિભાશાળી ખેલાડીઓના પ્રદર્શનનો અહેવાલ તથા ગુજરાત ફૂટબોલને આગળના તબક્કામાં લઇ જવા માટેના વિકાસ આયોજન તૈયાર કરવા માટે અપીલ કરી હતી. “તમે તમારા પ્રશ્નો લઇને અમારી સમક્ષ આવો, કોઇ જ સમસ્યા નથી, પરંતુ તમારે તમારું રીપોર્ટ કાર્ડ પણ લઇને આવવું જોઇએ”, આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, “

તમામ જિલ્લા ફૂટબોલ એસોસિએશને પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવી જોઇએ અને અમે તેમને તમામ સ્તરે મદદ કરવા તૈયાર છીએ.” તેમણે જણાવ્યું હતું કે, જો જિલ્લા ફૂટબોલ એસોસિએશન પણ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે તો જી.એસ.એફ.એ. ગુજરાત ફૂટબોલને IPL ક્રિકેટ જેવા સ્તરે લઇ જવા માટે અમે પ્રતિબદ્ધ છે. જી.એસ.એફ.એ. ઇન્ડિયન સુપર લીગ (આઇ.એસ.એલ.)ની તર્જ પર રાજ્ય-સ્તરે ફૂટબોલ લીગ શરૂ કરવા અંગે પણ વિચારણા કરી શકે છે. જી.એસ.એફ.એ.એ વર્ષ 2022-23 દરમિયાન વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમ કે, રિલાયન્સ કપ, જી.એસ.એફ.એ. સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ, ગુજરાત સ્ટેટ વિમેન્સ લીગ, ખેલો ઇન્ડિયા સીટી લીગ અન્ડર-17, ખેલો ઇન્ડિયા સીટી લીગ અન્ડર-17 ગર્લ્સ, 31મી બલરામ ક્ષત્રિય મેમોરીયલ (અન્ડર-17) બોય્સ આઇ.ડી.એફ.ટી. જી.એસ.એફ.એ. સિનિયર વિમેન્સ આઇ.ડી.એફ.ટી ફોર લેટ ગુલાબ ચૌહાણ મેમોરીયલ ટ્રોફી, જી.એસ.એફ.એ. અન્ડર-18 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. અન્ડર-15 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. અન્ડર-13 ક્લબ ચેમ્પિયનશીપ, જી.એસ.એફ.એ. ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર મેન્સ, જી.એસ.એફ.એ. ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર મેન્સ, જી.એસ.એફ.એ. ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપ સિનિયર વિમેન્સ. રાજ્યમાં ફૂટબોલની રમતના વિકાસ માટે જી.એસ.એફ.એ. દ્વારા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સાથે MOU પણ કરવામાં આવ્યો છે. જી.એસ.એફ.એ. દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં યુવાન પ્રતિભાઓને શોધી કાઢવા માટે ગોલ્ડન બેબી લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હવેથી બ્લૂ કબ્સના નામે ઓળખવામાં આવશે. “6થી 12 વર્ષની નાની વયે ફૂટબોલ રમતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતા બેબી લીગના વિકાસમાં દેશભરમાં અગ્રણી હોવાનું જી.એસ.એફ.એ.ને ગૌરવ છે. આ લીગનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને શોધવાનો, જમીનીસ્તરના ફૂટબોલનો વિકાસ અને રાજ્યમાં ફૂટબોલના વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે,” એમ જી.એસ.એફ.એ.ના જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. વાર્ષિક સાધારણ સભામાં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખો અરુણસિંહ રાજપૂત, હનીફ જિનવાલા અને ગુણવંતભાઈ ડેલાવાલા, જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા, કોષાધ્યક્ષ શ્રી મંયક બૂચ, સહિતના જી.એસ.એફ.એ.ના હોદ્દેદારો તથા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશુભમન ગિલે ભલે સદી ન ફટકારી પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
Next articleજમ્મુ અને કાશ્મીરની શાળાઓમાં ભણાવાશે ‘મન કી બાત’