(જી.એન.એસ : હર્ષદ કામદાર )
કોરોના કાળમાં વિશ્વભરના દેશોના અર્થતંત્ર હચમચી ગયા હતા ત્યારે કોરોના જનક કહેવાતા ચીનનું અર્થતંત્ર અવિરત વેગીલું બની રહ્યું હતું… પરંતુ ચીનની રીયલ એસ્ટેટ ક્ષેત્રની જાયન્ટ કંપની દેવાની ખાઈમાં ડૂબી જતા ચીનના અર્થતંત્રને બહુ મોટી અસર કરી છે -મહા ફટકો પડ્યો છે…. કારણ ચીનમાં રીયલ એસ્ટેટનો અર્થતંત્રમાં 25 ટકા ફાળો છે. ચીને પહેલા મૂડીવાદને છૂટો દોર આપ્યો અને હવે ઔદ્યોગિક એકમો સહિતના એકમો પર બેફામ પણે આડેધડ નિયંત્રણો મૂકી દઈને સમાજવાદનો માર્ગ પકડયો છે. જ્યારે કે ચીનમાં વિશ્વના અનેક દેશોએ ઔદ્યોગિક ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમા રોકાણ કર્યું છે. તેઓ હવે ચીનમાથુ ઉચાળા ભરવા લાગ્યા છે. તે સાથે ઓસ્ટ્રેલિયા સાથે વિવાદ થતાં ચીને તેનો કોલસો ખરીદવાનું બંધ કરી દીધું જેની અસર ચીનમાં વીજળી ઉત્પાદન પર મોટા પ્રમાણમાં થતા સ્થાનિક સ્તરે વીજળી આપવાનું બંધ કરવા ફરજ પડી….. પરિણામે હજારો ઉદ્યોગ બંધ થઈ ગયા તે સાથે લાખો લોકો બેકાર બની ગયા છે અને વિશ્વભરમાં જતાં ચીની ઉત્પાદનોનું ઉત્પાદન બંધ પડી ગયું…. પરિણામે વિશ્વના જે તે દેશો અન્ય દેશોના ઉત્પાદનો ખરીદવા તરફ વળવા લાગ્યા છે. બીજી તરફ ચીને ઇન્ડોનેશિયાથી ડબલ કિંમતે કોલસો ખરીદવાનું શરૂ કરી દીધુ પરંતુ હવે એ પરિસ્થિતી ઊભી થઈ છે કે શિયાળો શરૂ થઇ ગયો છે અને ચીનમાં લોકો ઓફિસ, ઘર કે કામના સ્થળે હિટર વગર રહી શકતા નથી. જ્યારે કે વીજળી ઉત્પાદન વધુ થવું જોઈએ તે થતું નથી તે કારણે સમગ્ર ચીનની પ્રજામાં આક્રોશ વ્યાપી ગયો છે. બીજી તરફ સત્તા લાલસાને કારણે શી જિન પિંગ પોતાની સત્તા ટકાવવા પોતાની પ્રજા સાથે કોઈપણ હદે જઈ શકે છે અને તેનું ઉદાહરણ છે બેહદ વધેલી મોંઘવારી સામે 1989 માં લોકશાહી આશિક વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ થયું હતું પરંતુ ચીની શાસકોએ બેઇજિંગના તિયાનનમેન ચોકમાં 10,000 ઉપરાંત વિદ્યાર્થીઓની હત્યા કરી નાખી આંદોલન કચડી નાખેલ. જે કારણે પ્રજા વિરોધ કરવા બહાર આવતી નથી જ્યારે કે મોંઘવારીએ માઝા મૂકી છે…..મતલબ રાખ નીચે દબાયેલ ચીનગારી ગમે તે સમયે લાવા બની બહાર આવી શકે……!
ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ડરેલા રાજનેતા છે. એટલે પોતાની સત્તા લાલસાને લઈને ભારતની સરહદે વિવિધ લશ્કરી ઉબાડીયા અને ઘૂસણખોરી કરાવતા રહે છે તેમાં ખાસ તો લડાખ સરહદે વધુ પ્રમાણમાં ઘુસણખોરી કરી ભારતની ભૂમિ પચાવી પાડવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જેથી ભારત યુદ્ધ કરે અને શી જિનપિંગનો ચીનની પ્રજાનો વિરોધ શમી જાય…. પરંતુ ચીનના કાયદાઓમાં ફેરફાર કરી પોતાની સત્તા કાયમી કરતા શી જીનપીગનો કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનામાં ભારે વિરોધ છે તેમજ ભારે અસંતોષ છે. પરંતુ ડરને કારણે બહાર આવતો નથી તથા ચીનની પ્રજા પણ મોંઘવારીને કારણે બેહાલ છે અને શી જિનપિંગના શાસનથી ત્રસ્ત હોઈને ભારે આક્રોશમાં છે. અને આ બધો આક્રોશ ગમ્મે ત્યારે જ્વાળામુખીની જેમ ફાટી નીકળે તેમ છે…..! એટલા માટે શી જિનપિંગ બે વર્ષથી દેશ છોડી બહાર જતા નથી…. કારણ પાછળ બળવો થાય તો…..? પોતાની નિષ્ફળતા છુપાવવા તાઇવાન કે હોંગકોંગ પર હુમલો કરે કે પછી લદાખ સરહદે ભારત સાથે મોટું ઉબાડીયું કરી શકે…..! બાકી હાલતો ચીન મહા મંદીમા ફસાઈ ગયુ છે અને તેમાંથી બહાર નીકળી શકશે કે કેમ….? તે મોટો સવાલ છે….! વંદે માતરમ્
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.