(જી.એન.એસ : ધ્રુમિત ઠક્કર)
જૂનાગઢ,તા.૨૫
વર્ષોથી જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રિના મેળાનું એક અનોખુજ મહત્ત્વ છે, મહા શિવરાત્રીના દિવસે દેશભરમાંથી લાખો સંતો અને મહંતો જૂનાગઢમાં પધારે છે પણ આ વર્ષે જૂનાગઢમાં મહા શિવરાત્રીને લઈને અસમાનજસ દેખાઈ રહી છે. કોરોનાના કારણે મહા શિવરાત્રીનો મેળો યોજાશે કે નહિ અને યોજાશે તો કેવી રીતે સરકાર તેની રજા આપશે કે નહીં. ક્યા નિયમો લગાવશે તે વિશે કોઈ જાણ નથી મહા શિવરાત્રીનો મેળો ૨૫ ફેબ્રુઆરીથી ચાલુ થવાનો છે અને તેની પહેલા તેની તૈયારીઓ માં ઘણો સમય લાગી શકે છે જેથી સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે તો સાધુ – સંતો અને શ્રદ્ધાળુઓને ખબર પડે. મહા શિવરાત્રીના મેળા અંગે રાજય સરકાર વહેલો નિર્ણય જાહેર કરે તેવી સાધુ-સંતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ભવનાથ સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, ર૫મી ફેબ્રુઆરીથી મહા શિવરાત્રીના મેળાનો ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાશે અને ૧ માર્ચના રોજ મેળાની પૂર્ણાહૂતિ કરાશે. હાલ કોરોના મહામારીની સ્થિતિ હોય રાજ્ય સરકાર મેળો યોજવો કે નહિ ? તે અંગે જાહેરાત કરે જેથી તૈયારીની કરવાની ખબર પડે. કારણ કે હવે વધારે સમય બાકી ન રહ્યો હોવાને કારણે સરકાર જાે સત્વરે નિર્ણય જાહેર કરે તે જરૂરી છે જેથી સાધુ -સંતો પોતાના આશ્રમોમાં આયોજન કરી શકે. આ ઉપરાંત ખાસ કરીને મહા શિવરાત્રી મેળામાં અનેક નાના મોટા ધંધાર્થીઓ પોતાનો ધંધો કરવા માટે આવતા હોય છે. માત્ર મેળામાં જ અંદાજે ૨૦૦ કરોડથી વધુનું ટર્ન ઓવર થાય છે જેનાથી ધંધાર્થીઓ આખા વર્ષની કમાણી કરી શકે છે. તેને ધ્યાને લઈને પણ સત્વરે નિર્ણય કરવો જરૂરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.