Home દેશ - NATIONAL Gold ETF માં રોકાણ 6 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું

Gold ETF માં રોકાણ 6 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું

23
0

(જી.એન.એસ),તા.૦૯

મુંબઈ,

ફેબ્રુઆરી 2024 દરમિયાન દેશના કુલ 17 ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા  997.22 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જ્યારે ગયા મહિને એટલે કે જાન્યુઆરી 2024 દરમિયાન આ રકમ 657.46 કરોડ રૂપિયા હતી. આ રીતે કેલેન્ડર વર્ષ 2024ના પ્રથમ બે મહિનામાં GOLD ETFમાં કુલ રૂપિયા 1,654.68 કરોડનું ચોખ્ખું રોકાણ થયું છે. ઓગસ્ટ 2023 પછી એક મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં આ સૌથી વધુ રોકાણ છે. ઓગસ્ટ 2023 દરમિયાન ગોલ્ડ ETFમાં રોકાણ વધીને 17 મહિનાની ટોચે પહોંચ્યું હતું. ઓગસ્ટ 2023 દરમિયાન ગોલ્ડ ETFમાં રૂપિયા 1028.06 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે પહેલા ઓક્ટોબર 2023માં ગોલ્ડ ETFમાં 841.23 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના ડેટા અનુસાર આ સતત 11મો મહિનો છે કે ગોલ્ડ ઇટીએફમાં સારું રોકાણ જોવા મળ્યું છે. અગાઉ કેલેન્ડર વર્ષ 2023 માં ગોલ્ડ ETFમાંથી આઉટફ્લો માત્ર બે મહિના એટલે કે જાન્યુઆરી અને માર્ચ દરમિયાન નોંધવામાં આવ્યો હતો. જાન્યુઆરી અને માર્ચ દરમિયાન અનુક્રમે રૂપિયા 199.43 કરોડ અને રૂપિયા 266.57 કરોડના ઉપાડ થયા હતા. જ્યારે રોકાણ અન્ય 10 મહિના દરમિયાન થયું હતું. કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં રૂપિયા 2,923.81 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જે કેલેન્ડર વર્ષ 2022 કરતાં 6 ગણું વધારે છે. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન 11 ગોલ્ડ ETFમાં કુલ રૂપિયા 458.79 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જો ત્રિમાસિક ધોરણે જોવામાં આવે તો વર્તમાન ક્વાર્ટર પહેલા સતત ત્રણ ક્વાર્ટર એટલેકે ઓક્ટોબર-ડિસેમ્બર, જુલાઈ-સપ્ટેમ્બર, એપ્રિલ-જૂન દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રોકાણ જોવા મળ્યું હતું. જ્યારે આ પહેલા સતત ત્રણ ક્વાર્ટરમાં ગોલ્ડ ETFમાંથી ઉપાડ જોવા મળ્યો હતો.

નિષ્ણાતોના મતે સોનાના ભાવમાં વધારાની શક્યતા વચ્ચે ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું છે. અમેરિકામાં જૂન 2024થી વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતાને પગલે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદી, વૈશ્વિક સ્તરે ઊંચા ફુગાવાના દર અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીના કારણે પણ સોનાને ટેકો મળી રહ્યો છે. ભૌગોલિક રાજકીય તણાવ, ખાસ કરીને ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને ધ્યાનમાં રાખીને, સલામત રોકાણ વિકલ્પ તરીકે પીળી ધાતુની માંગ વધી છે. વર્ષ 2024 માં ગોલ્ડ ETF માં રોકાણ અને જેમાં જાન્યુઆરીમાં 997.22 કરોડ રૂપિયા અને ફેબ્રુઆરીમાં 657.46 કરોડ રૂપિયા જેટલું હતું. વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પર એક નજર કરીએ તો, 8 માર્ચે MCX પર સોનુ ફ્લેટ બંધ થયું હતું. એપ્રિલ વાયદા માટે સોનુ 66 હજાર નજીક બંધ થયું હતું તો બીજી તરફ ચાંદી 74280 પર બંધ રહી હતી. ચાંદીમાં થોડો ચળકાટ જોવા મળ્યો હતો.

MCX GOLD      : 66019.00  -4.00 (-0.01%) – Mar 08, 23:54

MCX SILVER  :  74280.00 +18.00 (0.02%) – Mar 08, 23:54

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશના ઘણા વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટતા સરકાર પાક માટે પાણીના યોગ્ય ઉપયોગ પર કરી રહી વિચાર
Next articleશાહરુખ અને સુહાનાની ‘King’ ફિલ્મનું શુટિંગ શરુ થશે!