Home ગુજરાત GNS impact..સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ

GNS impact..સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ

682
0

(જી.એન.એસ. સુરત) તા.૦૧/૧૦

ગુજરાત રાજ્યમાં ઘણા એવા શહેરો છે જયાં ગેરકાયદેસર બાંધકામ કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.અમે એક નામચીન શહેરની વાત કરવા જઈ રહયા છે.જ્યા સરપંચ અને તલાટીની મિલીભગતથી ગેરકાયદેસર બાંધકામ કરી કરોડોનો ભ્રષ્ટાચાર કરેલ છે તેવો આરોપ લાગ્યો હતો આ કૌભાંડની તપાસ બાદ જી.એન.એસ ન્યુઝ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.સુરતના કામરેજ વિસ્તારમાં તલાટી અને સરપંચની મિલીભાગતથી ગેરકાયદેસર બાંધ કામ કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.જેનું કૌભાંડ જી.એન.એસ.ન્યુઝ એજન્સી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેના પડઘા સુરત સુડા સુધી પોહચતા આજે સુડા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડીપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.સુડાના અધિકારીએ જી.એન.એસ.ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે કામરેજનો વિસ્તાર સુડા મા આવી જતો હોવાથી અહીં એક બિલ્ડીંગનું બાંધકામ થતું હતું આ બાંધકામ ને લઈને તંત્ર દ્વારા બે થી ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ નોટીસનો કોઈ જવાબ નહીં આપતા આજે આ બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે સવાલ એ છે કે આ બાંધકામની મંજૂરી તલાટી અને સરપંચે કોના ઈશારે આપી હતી..? શુ સરપંચ અને તલાટી વિરુદ્ધ કોઈ કાયેડેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાજી સૈનિકોએ પોતાની માંગણીઓને લઈ રાજ્યપાલને આપ્યુ આવેદનપત્ર
Next articleધનજી કેસમાં પોલીસ તપાસમાં નિષ્ફળ જતા દીકરાના ન્યાય માટે પિતા અનશન ઉપર