Home ગુજરાત GNS Impact: લાખો “મા કાર્ડ” ધારકોના હિતમાં સરકારે 30 જૂન સુધી લંબાવી...

GNS Impact: લાખો “મા કાર્ડ” ધારકોના હિતમાં સરકારે 30 જૂન સુધી લંબાવી મુદત…

413
0

30 જૂન સુધીમાં નવુ આવકપ્રમાણપત્ર રજૂ કરવા અપાઇ મુદત
ગાંધીનગર,
કોરોના મહામારીમાં સમગ્ર ભારત 21 દિવસના લોકડાઉનમાં બંધ છે ત્યારે નાણાંકિય વર્ષના છેલ્લાં દિવસે 31 માર્ચના રોજ સંખ્યાંબંધ સરકારી યોજનાઓ –નિયમો વગેરેની મુદત પણ પૂર્ણ થાય છે. ગુજરાતમાં લાખો ગરીબો માટે આશિર્વાદસમાન મા કાર્ડ યોજનામાં આવકનિં પ્રમાણપત્ર 3 વર્ષના અંતે 31 માર્સ સુધીમાં રજૂ કરવું અનિવાર્ય હોઇ આ અંગે જીએનએસ ન્યૂઝ એજન્સી દ્વારા લાખો કાર્ડધારકોના હિતમાં સરકારનું ધ્યાન સમયસર ધ્યાન દોરવામાં આવ્યું અને આરોગ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા તાત્કાલિક નિર્ણય લઇને તેની મુદત 30 જૂન સુધી વધારી આપી છે. સરકારના આ નિર્ણયોથી જેઓ 31 માર્ચ બાદ કોઇ બિમારીની સારવારથી વંચિત રહી જાય તેમ હતા તેમના માટે આ નિર્ણય આશિર્વાદરૂપ નિવડશે.
લોકડાઇનને કારણે આરોગ્ય તંત્ર સિવાય અન્ય વહીવટીય સેવાઓ બંધ છે ત્યારે જેમને 2017માં મા કાર્ડ આપવામાં આવ્યાં અને 3 વર્ષની મુદત બાદ 31 માર્ચ 2020 સુધીના આવકનું નવુ પ્રમાણપત્ર રજૂ કરવાનું હતું તેઓ લોકડાઉનમાં અટવાયા હતા. નવુ પ્રમાણપત્ર મેળવવાની કે આપવાની કામગીરી કરનાર તંત્ર જ બંધ છે ત્યારે કોઇને તાકીદે સારવારની જરીર પડે તો શું થાય તેનો વિચાર કરીને જીએનએસ દ્વારા તાકીદે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમને જાણ કરી હતી અને ગરીબ કાર્ડધારક નવા પ્રમાણપત્રના અભાવે મા કાર્ડની આરોગ્ય સેવાથી વંચિત ના રહે તેવુ ધ્યાન દોરતા તેમમએ તરત જ તેની ગંભીરતા સમજીને જે તે સત્તાવાળાઓને તરત જ મુદત લંબાવવા આદેશ આપ્યો હતો અને વિભાગે પણ તાકીદે પરિપત્ર કરીને મા કાર્ડધારકોને 30 જૂન સુધીમાં નવુ પ્રમાણપત્ર રજૂ કરવાનો સમય આપ્યો છે. તથા ત્યાં સુધી આરોગ્ય સેવાઓનો લાભ યથાવત ચાલુ રાખવા જણાવ્યું છે.
સૂત્રોએ કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સંવેદનશીલ સરકારના એક કર્મઠ અને ખરા અર્થમાં સામાજિક સેવાભાવ ધરાવનાર છે. રાજકારણમાં પોતે સમાજની સેવા માટે આવ્યાં છે એમ તેઓ જાહેર કરે છે કોઇ મંચ પરથી ત્યારે તે તેમનામાં રહેલી સામાજિક ભાવના કે લાગણીને રચનાત્મક રીતે પ્રદર્શિત કરે છે. પાટીદાર સમાજ કે અન્ય કોઇપણ સમાજ પર જ્યારે કોઇ આપત્તિ આવી પડી હોય ત્યારે તેમણે ધારાસભ્ય તરીકે કે મંત્રી કે નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ બજાવી છે. મા કાર્ડની મુદત વધારવાની જાણ જીએનએસ દ્વારા કરવામાં આવી ત્યારે તરત જ તેમણે જો મુદત ન લંબાવાય તો 6 લાખ કાર્ડધારકો કે જેમને નવુ પ્રમાણપત્ર આપવુ અનિવાર્ય છે તેમના હિતમાં કોઇ નોટીંગની પ્રક્રિયામાં પડ્યા વગર તરત જ નિર્ણય લઇને ઉદારતા દાખવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેશનિંગ દુકાનદારોએ કોરોના ફેલાવવાનો પ્રયાસ તો કર્યો નથી ને…?
Next article“કોરોના’કા બાદલ છટેગા…અંધકાર હોગા દુર…. ચલો પ્રકાશ કી ઓર…….!!