Home ગુજરાત “કોરોના’કા બાદલ છટેગા…અંધકાર હોગા દુર…. ચલો પ્રકાશ કી ઓર…….!!

“કોરોના’કા બાદલ છટેગા…અંધકાર હોગા દુર…. ચલો પ્રકાશ કી ઓર…….!!

520
0

(જીએનએસ: હર્ષદ કામદાર)
કોરોના વાયરસને લઈને વિશ્વભરના લોકોમાં ભારે ગભરાટ વ્યાપી ગયો છે. તો અમેરિકાને ત્યાંના રાષ્ટ્રપતિ ટ્રમ્પની અણઘડ નીતિને કારણે અમેરિકન પ્રજા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ત્યારે 134 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં 88 ના મૃત્યુ કોરોનાને કારણે થયા છે. જ્યારે કોરોના પોઝિટીવ આક 2400 થી નીચે રહ્યો છે. જે વિશ્વના 183 કોરોનાનો ભોગ બનેલા દેશોની તુલનાએ તો નહીવત છે.  ભારતને lockdown કરવામાં આવતા તેના પરિણામો પણ સારા રહ્યા છે. ભારતમાં આરોગ્ય સુવિધાઓ બાબતે ઘણી નબળાઈ છે.માસ્ક,વેન્ટીલેશનની કમી તો છે જ…… પરંતુ ડોક્ટરો, નર્સો, મેડિકલ કર્મચારીઓ, ફાયર બ્રિગેડ ટીમો  માટે જરૂરી પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ ની મોટી અછત છે…..! આ બધું છતા ડોક્ટર્સોની ટીમોએ કોરોનાના મોતના મુખમા જતા અનેક લોકોને બચાવ્યા છે. તો પોઝિટીવ  ધરાવતા દર્દીઓને પણ બચાવી લીધા છે. આ કોઈ નાનીસૂની વાત નથી કારણકે વિશ્વનો એક પણ દેશના  વૈજ્ઞાનિકો, નિષ્ણાતો ડોક્ટરો સહિતનાઓની ભારે મથામણ છતાં કોરોના નાથવાની રસી શોધી શકવા સફળ થયા નથી. બીજી તરફ lockdown ની મુદત પૂરી થયાના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીજીએ પોતાના  3 જી એપ્રિલ અંગેનો પ્રજા સંદેશ   સવારે 9 વાગ્યે જે તે પ્રસાર માધ્યમો દ્વારા પ્રસારીત કરવામાં આવ્યો જે સાંભળીને લોકોમાં વધુ વિશ્વાસ અને શ્રદ્ધામા વધારો થયો છે. તેમના સંબોધન પરથી એક નવો ઉત્સાહ અને ઉમંગ ફરી વળ્યો છે… જાણે કે “આઈ નઈ દિવાલી… કોરોનાકા બાદલ છટેગા… અંધકાર દુર હોગા…ચલો પ્રકાશકી ઓર…. લોકોના મનમાં તેમનું રેકોર્ડિંગ રિલીઝ થતાં પહેલાં અનેક શંકા-કુશંકાઓ ફરી વળી હતી… પરંતુ ન તો લોકડાઉન લંબાવ્યુ કે ન તો કર્ફ્યુની જાહેરાત કરી.. ત્યારે લોકોને હાશકારો થયો… આઈ નઈ દિવાળી જેવો…..!
દેશમાં lockdown જાહેર કર્યાને આઠ દિવસ વીતી ગયા છે 15 એપ્રિલે lockdown પૂર્ણ થશે પરંતુ ધારા 144 રાખવાની સરકારને ફરજ પડશે. કારણ કે દેશમાં તબલિગી જમાતમાં છે તેવા અનેક અન્ય લોકો મોઢે માસ્ક બાંધ્યા વગર નીકળી પડતા હોય છે, તો મોઢામાં ગુટકા-પાન- મસાલા ખાઈને ગમે ત્યાં થુકતા રહેતા… માત્ર પોલીસને જોઇને ભાગતા હતા. પરંતુ આવા મગજ વગરના કે કોરોના અંગે ન સમજતા લોકો પણ કોરોનાવાયરસ બનવા સાથે પોતાના પરિવારને પણ જાણે-અજાણે કોરોના હવાલે કરી શકે…..! છતાં બીજી તરફ વુહાનમાંથી ભારતીયોને પરત લાવવા વિમાન મોકલ્યું હતું જેના પાયલોટ મુસ્લીમ હતા… ત્યારે ચીનના વુહાનથી પરત આવેલાઓ  કોરોનાગ્રસ્ત ન હતા તે અંગે કોણ જાહેર કરશે…..? તેવો સવાલ આમ પ્રજામાં પૂછાઈ રહ્યો છે. બીજી તરફ ચીન કોરોનાનો જનક છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના પર દોષારોપણ પણ કર્યું હતું…. ભારતમાં તબલિગી સમાજનુ દિલ્હીમાં સંમેલન થયું જે તેની મોટી ભૂલ હતી….. તો કેન્દ્ર સરકાર અંડર રહેતી દિલ્હી પોલીસ પણ જવાબદાર છે….! આવો કાર્યક્રમ કેમ થવા દીધો….? તબલીગી સમાજના બિલ્ડિંગમાં જનારાઓને રોકવાની જરૂર હતી ત્યારે તેમને કેમ રોકવામાં ન આવ્યા…..? કાર્યક્રમ પૂરો થતા લોકોને પરત જવા માટે પોલીસ પાસે મંજૂરી માંગી હતી તેવું તબલીગી સમાજના વડા કહે છે તો તેમા સત્ય શું છે…? ક્યાક આમ પ્રજાને તબલિગી સમાજના નામે ગુમરાહ તો નથી કરવામાં આવતીને……? તેવા સવાલો બુદ્ધિજીવીઓ સહિત આમ પ્રજામા ઉઠવા પામ્યા છે…. છતાં એક વાત સ્વીકારવી રહી કે કોરેન્ટાઈન કરેલા અનેક તબલિગોએ સરકારે જાહેર કરેલા તેના નિયમોનું પાલન નથી કર્યું… તો કેટલાક સ્થળે મેડિકલ સ્ટાફ સાથે દર્વ્યવહાર પણ કર્યો છે આવા લોકોને આકરામાં આકરી સજા પણ થવી જોઈએ.. તો દેશના અનેક રાજ્યોમાં જે તે લોકોએ ડૉક્ટર્સ-નર્સો,મેડિકલ કર્મચારીઓ, પોલીસ વગેરે ઉપર હુમલા કર્યા છે આવા લોકોને એવી આકરી સજા કરવાની જરૂર છે કે ભવિષ્યમા દેશની કોઈપણ વ્યક્તિ હુમલો કરવાની હિંમત જ ન કરી શકે…..!
મોદી સરકાર કે જે તે રાજ્ય સરકારો આવા નિર્લજ લોકો  સામે આકરા પગલાં લેશે કે કેમ….? રાજ્યના અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાતા અને પોઝિટિવ કેસોને લઈને hotspot જાહેર કરવામાં આવેલ છે… પરંતુ છેલ્લા 24 કલાકમાં એક જ કેસ નોંધાયો છે જે રાહતની બાબત છે…. પરંતુ હવેના પાંચ દિવસ જાળવવા દરેક માટે અતિ જરૂરી છે. પોતાના પરિવારની સલામતી માટે કોઇ બહાર ન નીકળે,મોઢા પર માસ્ક બાંધી જરૂરી હોય તો જ બહાર નીકળે… બહારથી આવીને તુરંત હાથ-પગ ધોવા તો ઘરમાં પણ અવારનવાર હાથ ધોવા જરૂરી છે….. ત્યારે જૂની બાબતો યાદ આવે છે એક સમયે ઘરના પ્રવેશદ્વાર પાસે જ પાણી ભરેલી ડોલ કે પાણીનો ટાંકો રહેતો હતો જેથી બહારથી ઘરે આવે, કામ-ધંધાથી ઘરે પરત ફરે ત્યારે સાબુથી પોતાના હાથ, પગ, મો વગેરે ધોતા હતા, તો કડુ કરિયાતું, લીમડાનું પાણી, અન્ય કડવાશ  ઘરના દરેક સભ્યો  અઠવાડિયે બે થી ત્રણ વાર લેવી ફરજીયાત રહેતું.. અને લીલા શાકભાજી તો અવશ્ય ખાવાના….. પરંતુ હવે આ બધું વિસરાયેલું પુનઃ સામે આવી ગયું છે….. ભારતને વેન્ટિલેશન ખરીદવા મદદ કરવા ચીન તૈયાર થયું છે… મતલબ પોતાને ત્યાં કોરોના ખતમ કરી તેના અર્થતંત્રને વધુ ધબકતુ કરી દીધું છે… અને હવે મહાસત્તાના સપના જોવા લાગ્યું છે….! ત્યારે ભારતે ચેતવાની  જરૂર છે કારણ આતો ચીન છે… હિન્દી ચીની ભાઈ ભાઈ  કહીને પીઠમાં ખંજર માર્યું હતું…. એ જ ચીન છે. એ વાત યાદ રાખવી જરૂરી છે….! તો વડાપ્રધાન મોદીજીએ રવિવાર તારીખ 5- 4- 2020 ની રાત્રે 9 વાગ્યે ઘરની લાઈટો સહિત તમામ વીજ ઉપકરણો બંધ કરીને ઘરના દરવાજે કે અટારીમાં દીપ પ્રગટાવી 9 મીનીટ શાંતિ જાળવવા એકબીજાથી દૂર રહેવા કહ્યું છે તેની પાછળ તેમનો બહુ જ મોટો તર્ક હશે… હશેને…. હશેજ…. ત્યારે દરેકને વિનંતી કે ટોળાબંધ ઘરબાર નીકળી દીવા ન કરે કે હોળી ના પ્રગટાવે….! ઘરમાં જ એકબીજા વચ્ચે અંતર જાળવે… વંદે માતરમ્

Previous articleGNS Impact: લાખો “મા કાર્ડ” ધારકોના હિતમાં સરકારે 30 જૂન સુધી લંબાવી મુદત…
Next articleનરેન્દ્ર મોદીની અપીલને પ્રચંડ પ્રતિભાવ, ગુજરાતે ઉજવી “કોરોના” દિવાળી