(જી.એન.એસ., કાર્તિક જાની) તા.3
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માંના ગોરખધંધાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે તેના રૂપાલમાં ચાલતાં મોમાઇ માતા ભક્ત મંડળ ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ જેમાં લોકો પાસેથી ઉઘરાવેલા 62 લાખ 23 હજાર રૂપિયા જે યુનિયન બેંકની ગાંધીનગર સેક્ટર-16 બ્રાન્ચમાં જમા તે હાલ બેંકે તમામ રૂપિયા સીઝ કરી દીધા છે. કેમ કે ધનજી ઓડે આ બેન્ક એકાઉન્ટ ખોલતા અમુક દસ્તાવેજ ખોટા રજૂ કર્યા હતા અને ટ્રસ્ટમાં સાત ટ્રસ્ટીઓ હોવા છતાં ધનજી અને તેનો સાળો સુરેશ ઓડ જ વહિવટ કરે છે
મહત્વની વાત એ છે કે ધનજી ઓડના 62 લાખ 23 હજાર રૂપિયા જે યુનિયન બેંકમાં જમા છે તે હાલ બેંકે તમામ રૂપિયા સીઝ કરી દીધા છે. કેમ કે ધનજી ઓડે આ બેન્ક એકાઉન્ટ ખોલતા અમુક દસ્તાવેજ ખોટા રજૂ પણ કર્યા છે તેવી પણ માહિતી આવી રહી છે.ધનજી ઓડે ટ્રસ્ટનો રિપોર્ટ પણ ખોટો રજૂ કર્યો છે. આ એકાઉન્ટ ટ્રસ્ટના નામે ખોલવામાં આવ્યું હતું તેમાં 7 મેમ્બર હતા તેમાંથી એક મેમ્બરે ધનજીના ગોરખધંધાની જાણ થતા તેને એકાઉન્ટ બંધ કરાવી દીધું. આથી બેન્ક મેનેજરે કહ્યું કે હવે તમામ સભ્યો હજાર થઈને સહી કરશે પછી જ એકાઉન્ટમાંથી રૂપીયા ઉપાડી શકાશે..
ઢબુંડી ઉર્ફે ધનજી ઓડ 4 વર્ષમાં કઈ રીતે કરોડપતી થયો તે તંત્ર માટે તાપસનો વિષય છે. કેમ કે ધનજી ઓડ પાસે કરોડોની મિલકત તેના સાગા વહાલા તેમજ તેના અંગત સેવકોના બેન્ક ખાતામાં છે, તેવી માહિતી તેના અંગત સેવકો દ્વારા જ મળી રહી છે. ધનજી ઓડ પાસે બ્લેક નાણું કરોડોમાં છે. ધનજી લોકો સાથે છેતર પિંડી કરી કરોડ પતી બન્યો છે. જાણકારી મુજબ ધનજી એ લોકોના ઘરે ગાદી કરીને 25000 રૂપિયા સુધી પડાવ્યા છે.અને કોઈ સેવક જો પોતાના શહેરમાં જો ગાદી માટે બોલાવે તો 50000 હજાર સુધીની રકમ પડવાતો હતો. આ રીતે ધનજી સેવકો પાસેથી માતાજીનો ડર બતાવી રૂપિયા પડાવતો હતો.જી.એન એસ ટિમ પાસે એક એવી માહિતી આવી છે કે જે ધનજીના ધજીયા ઉડાવી દે. આ ધનજી ઓડ નું ગાંધીનગર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું છે.
થોડા દિવસ અગાઉ જ્યારે ઢબુડી ઉર્ફે ધનજીની હકીકત લોકો સમક્ષ આવી ત્યારે ધનજી એ મીડિયામાં આપેલ ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે મારી પાસે એક પણ રૂપિયા નથી અને જે લોકો મારી ઉપર ખોટા આક્ષેપ કરી રહ્યા છે એ પુરાવા રજૂ કરે. પરંતુ આજે ઢોંગી ધનજીની હકીકત અંગત સૂત્રો દ્વારા મળતી થઈ છે. ધનજીને ખબર હતી કે મારો આ ઢોંગ લોકો સમક્ષ આવવાનો છે જેથી એને પોતાના નામે એક પણ રૂપિયાની મિલકત ન રાખી. તમામ સંપત્તિ તેને પોતાના શાળા સુરેશ અને પત્ની પવન બેનના નામે કરી રાખ્યું. પરંતુ કહવાય છે ને કે એક દિવસ પાપનો ઘડો ફૂટી જાય છે.આજે એવી વિગત GNS મીડિયા પાસે આવી છે જેમાં ધનજીના એકાઉન્ટ ની તમામ વિગત છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ગાંધીનગર સેક્ટર 17ની બ્રાન્ચમાં જેમાં હાલ નવી એન્ટ્રી સાથે ધનજીના એકાઉન્ટ માં 62 લાખ 23 હાજર 634 રૂપિયા બેંક માં જોવા મળી રહ્યા છે. અને હવે સવાલ એ છે કે ધનજી ઓડ પાસે એક પણ રૂપિયા નથી તો તેના એકાઉન્ટ માં લાખોની એન્ટ્રી કેવી રીતે દેખાય છે..? અને ક્યાં થી 62 લાખ રૂપિયા આવ્યા.. ?તે તપાસ નો વિષય છે. જો ખરેખર પોલીસ તેમના એકાઉન્ટની તપાસ કરે તો પત્ની સાથે કરોડોની બેનામી સંપત્તિ બહાર આવશે. બેંક માં લાસ્ટ એન્ટ્રી 23 /08/2019 ની છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.