સાળા સુરેશ ઓડ અને તેના પરિવારના બેન્ક ખાતાઓમાં કરોડોનો વટીવટ, ધનજીનો કરોડોના વહીવટદાર બાકરોલના હર્ષદ પટેલ અને કાંકરિયાના ભરત લેઉવા, ઢબુડી માંના કાળાનાંણાના વહીવટ માટે હર્ષદ પટેલ પોતાના મિત્રો ભાવેશ પટેલ અને ચેતન પટેલના બેન્ક ખાતાઓનો કરે છે ઉપયોગ
(જી.એન.એસ., કાર્તિક જાની) તા.29
હું કોઈનો પૈસા લેતો નથી.હું કોઈને બોલાવતો નથી,હું કોઈનું મોઢું જોતો નથી ,મારી પાસે મિલકત નથી, આવું કહેનારો ઢોંગી ધનજીની જોવો હકીકત જીએનએસ ની ટીમે તપાસ કરતા ધનજીની મિલકતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.ધનજી ઓડ ઢબુંડી માતાજીના નામે લોકોને ધાક ધમકી અને ડર બતાવી લોકો પાસે રૂપિયા પડાવે છે. ધનજી ઓડ લાખો પતિ નહીં પણ કરોડો પતિ છે.
ધનજી ઓડ નું અને તેના સાળા સુરેશભાઈ અજમલભાઈ ઓડનું યુ.ટી.આઈ બેન્કમા ખાતું છે.ધનજીનો તમામ કરોડો રૂપિયાનો વહીવટ હર્ષદ પટેલ જે બાકરોલ રહે છે તે અને ભરત લેઉવા જે કાંકરિયા અમદાવાદ રહે છે. આ બંને વ્યક્તિ ઢબુંડી ઉર્ફે ધનજીનો વહીવટ સાંભળે છે. જીએનએસને જે ડોક્યુમેન્ટ પેપર જોવા મળ્યા તેમાં કરોડો રૂપિયાના ફોટા તેમજ હિસાબની વિગત પણ મળી છે.ધનજીના તમામા રૂપિયાનો હિસાબ ખાસ અંગત ગણાતા હર્ષદ પટેલ અને તેમની પત્ની સોનલબેન પટેલ તેમજ તેમના બે બાળકોના ખાતામાં જમા છે.અને આ બેન્ક ખાતામાં રૂપિયા ફુલ થઈ જતા હર્ષદ પટેલે તેમના બે અંગત મિત્રો જે આણંદ ખાતે રહે છે. 1, ભાવેશ પટેલ તેમજ ચેતન પટેલના ખાતામાં હાલ મુકવામાં આવે છે. આ ઢબુંડી ઉર્ફે ધનજી ઓડ એક ગાદી કરવાના 50000 પચાર હજાર રૂપિયા લે છે તેના પુરાવા સાથે જીએનએસની ટિમે ધનજી ઓડને ખુલાસો કરવા સંપર્ક કર્યો ત્યારે ધનજી ઓડ ખુલાસો કરવા આવતો નથી.? કેમ ધનજી ઓડ ભાગી રહ્યો છે..? ધનજી ઓડનો અંગત સેવક એવો ભરત લેઉવા પણ સેવકો પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે. ભરત લેઉવા આવતી સેવિકા મહિલાઓના બીભત્સ ફોટા જોવાનો શોખીન છે. અને આ ભરત બીભત્સ ફોટા ધનજી ઓડને પણ બતાવે છે. અને આ ધનજી ઓડ એનો ગેરફાયદો ઉઠાવે છે.
ધનજી ઓડ અને તેના અંગત સેવકોની જો ઇનકમટેક્સ અથવા ઇ.ડી.દ્વારા જો તાપસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવશે.ધનજી ઓડના બે દિકરા છે.એકને બોલવામાં તકલીફ છે. અને બીજો દસમા ધોરણમાં 3 વખત નાપાસ થયો છે.કેમ આ ધનજી ઓડ પોતાના દીકરાઓને ચમત્કારથી પાસ કરાવી નથી શકતો..? કેમ ધનજી ઓડ પોતાના દીકરાની જીભ સરખી કરી નથી શકતો..? જી.એન.એસ ના ઘણા સવાલો છે.જેના જવાબ આપવા માટે ધનજી ઓડ ભાગી રહ્યો છે.
ધનજી ઓડ એક ઢોંગી અને ધૂતારો છે તે બહાર આવી ગયું છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી આવી રહી છે કે ધનજી ઓડ જ્યારે મહેસાણાના ચિત્રોડીપુર ગાદી કરવા ગયો હતો ત્યારે પોલીસે હર્ષદ પટેલ અને બીજા તેના અંગત સેવકને પોલિસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો.અને કહેવામાં આવ્યું હતું કે તમે મહેસાણામાં ફરી ગાદી નહીં કરો એવી શરતે પોલિસે મુક્ત કર્યા હતા.બસ હવે એ જોવાનું રહ્યું કે ક્યારે તંત્ર આને જેલ હવાલે કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.