Home ગુજરાત શું “ભણશે ગુજરાત”…..? સરકારી શાળાઓ મર્જ કરી ઘટાડવાનું અભિયાન……!?

શું “ભણશે ગુજરાત”…..? સરકારી શાળાઓ મર્જ કરી ઘટાડવાનું અભિયાન……!?

828
0

(જી.એન.એસ,હર્ષદ કામદાર)
કેન્દ્ર સરકાર બેટી બચાવો બેટી પઢાઓ નું અભિયાન ચલાવી રહી છે તો ગુજરાત ભાજપાની રૂપાણી સરકાર બંધારણમાં આપેલ મફત શિક્ષણના અધિકારનો શાળાઓના વિલીનીકરણ કરવાના બહાને છેદ ઉડાડી રહી છે જેની અસર ગ્રામ્ય વિસ્તારો, ગરીબો,મજુરો,શોષિતો, ખેડૂતો અને મધ્યમવર્ગના બાળકોમાં વધુ પ્રમાણમાં થશે….!! સરકારી પ્રાથમિક શાળાઓ કે હાઈસ્કૂલો માટે મર્જરની નીતિ અપનાવતા અનેક સરકારી વિદ્યામંદિર બંધ થશે. તેને કારણે ૫૦ ટકા છોકરાઓ તો ઠીક પરંતુ ૫૦ ટકા તો ચોક્કસ ભણતર છોડી દેશે તેવો ગ્રામ્ય, ગરીબ, મધ્યમ વર્ગના લોકોમાં ડર પેસી ગયો છે. ત્યારે બીજી તરફ ભાજપાની રૂપાણી સરકાર “બેટી બચાવો બેટી પઢાવો” તથા “વાંચે ગુજરાત” અભિયાન ચલાવી રહી છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આ સરકાર શિક્ષણ નું ખાનગીકરણ કરવા માટે ગ્રામ્ય વિસ્તારના બાળકો, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના બંધારણીય અધિકારોનુ નિકંદન કાઢવા બેઠી છે કે શું…?
રાજ્યમાં સરકારી કે અર્ધ સરકારી શાળાઓ હજારોની સંખ્યામાં આવેલી છે અને આ શાળાઓમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોના ગરીબ, મજૂર, મધ્યમવર્ગના લોકોના બાળકો અભ્યાસ કરે છે. બીજી તરફ ખાનગી શાળાઓ- હાઇસ્કૂલો ન હતી ત્યારે શ્રીમંતોના બાળકો પણ સરકારી અર્ધ સરકારી શાળા હાઇસ્કુલ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને ભણતર સાથે ગણતર વાળા તારલાઓની ભેટ રાજ્યને મળતી હતી. પરંતુ આશરે 1990 ની આસપાસ માં ખાનગી શાળાઓને મંજૂરી આપવાની શરૂઆત સાથે ખાનગી શાળાઓ શરૂઆત થઈ. આ શાળાઓમાં મોટાભાગે શ્રીમંત પરિવારના સંતાનો અભ્યાસ કરવા લાગ્યા હતા. તે સાથે શરૂઆતના તબક્કે ખાનગી શાળા સંચાલકોએ સવિશેષ ધ્યાન આપી ઉંચા પરિણામો લાવી રાજ્યભરમાં તેમજ દેશભરમાં ડંકો વગાડી દીધો અને ધીરે ધીરે નહિ પરંતુ જોરજોરથી ખાનગી શાળાઓ માટે પ્રચાર શરૂ થઈ ગયો. તો બીજી તરફ સરકારના અને વિપક્ષના ધારાસભ્યો તેમજ સાંસદોએ ખાનગી શાળા ક્ષેત્રે ઝંપલાવ્યું અને બાકી હતું તો ધનપતિઓએ તેમાં ઝુકાવ્યું અને ખાનગી શાળાઓ તથા કોલેજ વધવા લાગી અને આખરે શિક્ષણનું વેપારીકરણ થઈ ગયુ…..!!
દરમ્યાન રાજ્યમાં આવેલ સરકારી અર્ધસરકારી શાળાઓ હાઈસ્કૂલો કોલેજ તરફ સરકારે કે શિક્ષણ તંત્રએ ધ્યાન આપવાનું ઓછું કર્યું….! પરિણામે શિક્ષકોની ઘટ શરૂ થઈ અને સરકારે આ માટે કોઇ અસરકારક પગલાં લીધા નહી તે સાથે વર્ષો જુના વિદ્યામંદિરો જરજરીત થયા હતા તો કેટલાક ખંડેર થયા હતા પરંતુ સરકારે શાળા-કોલેજ રીપેરીંગ કરવા તરફ કે નવનિર્માણ કરવા તરફ ધ્યાનજ ન આપ્યું પરિણામે સરકારી ખર્ચ બચી ગયો અને શિક્ષણ બજેટમાં પણ ઓછું બજેટ ફાળવવું શરૂ થયું. તો કરકસરના બહાને સરકારી વિધ્યાધામો તરફ સરકાર કે શિક્ષણતંત્ર ગંભીર જ બન્યું નહીં. અને ખાનગી શાળા-કોલેજોને ઇનડાયરેક્ટ પ્રોત્સાહન મળી ગયું. આખરે શિક્ષણનું મોટાભાગે વેપારીકરણ થઈ ગયુ છે…..!!
અત્યારની રૂપાણી સરકારે એક નવું તૂત શરૂ કર્યું જેને કારણે બંધારણમાં આપવામાં આવેલ મફત શિક્ષણના અધિકારનો ભંગ પણ ન થાય તે સાથે મફત શિક્ષણ આપતી સરકારી શાળાઓ બંધ થઈ જાય. જેથી જે શાળાઓમા શિક્ષકોની ઘટ હતી તેની પૂરતી ન કરી તેમજ જૂની સરકારી શાળા-કોલેજોની મરામત ન કરવી કે ખંડેર વિદ્યાધામનુ નવ નિર્માણ કર્યું નહીં….!! પરંતુ એવો નિર્ણય કર્યો કે કે સરકારી શાળામાં સંખ્યા ઓછી હોય તેને નજીકની શાળામાં મર્જર કરી દેવી. મોટાભાગના પરિવારો પોતાના સંતાનોને નજીક હોય તે શાળામાં ભણાવે છે. હવે શાળા મર્જર કરાતા તે શાળા ઘરથી કે ગામથી બે થી ત્રણ કિલોમીટર કે તેનાથી વધુ દૂર થતા ગરીબ, ખેડૂત, મજૂર, મધ્યમવર્ગના પરિવારો અને તેમના સંતાનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે શાળાએ જવા આવવા વાહનોની વ્યવસ્થા જોઈએ જે મળતી નથી તેમજ ખાનગી વાહનમાં જવું પડે જેમા ખર્ચ વધી જાય એટલે છોકરાઓ તો ઠીક પરંતુ પરિવારો દીકરીઓને શાળાએ મોકલતા અચકાય છે….! જેની અસર ગ્રામ્ય વિસ્તારોમાં સવિશેષ થઈ છે…..!! ત્યારે સરકાર આ માટે વિચારશે ખરી…..? કે જેથી બેટી બચાવો બેટી પઢાવો….. ગુજરાત વાંચે…. નું સૂત્ર સફળ થાય…?!

Previous articleGNS Breaking : ઢબુંડી માં ઉર્ફે ધનજી ઓડનો એક ગાદી કરવાનો ભાવ પચાર હજાર, કરોડોની મિલકતનો પર્દાફાસ…
Next articleGNS Newsના પત્રકારને ધમકી આપનાર ઢોંગી “ઢબુંડી”ના સેવક પ્રવિણ પરમાર સામે FIR