લોકો ભય રાખ્યા વગર ટેસ્ટીંગ માટે બહાર આવે તે સૌના હિતમાં….
સામાન્ય શરદી કે ખાંસી હોવાનું પણ લોકો બીકના માર્યા બતાવતા નથી…
14 દિવસ હોસ્પિટલમાં રહેવુ પડશે…એવી બીક લોકોના મનમાં પેસી ગઇ…
સામાન્ય શરદી-ખાંસીવાળાને સ્થળ પર જ દવા આપો, તાત્કાલિક દાખલ ના કરો
(જીએનએસ. વિશેષ અહેવાલ)
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આજે એકલા અમદાવાદમાં જ 50 કેસો પોઝીટીવ બહાર આવ્યાં. તેના કારણોમાં એક કારણ કે તંત્ર દ્વારા હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ઘેર ઘેર જઇને સર્વે કરવામાં આવી રહ્યો છે અને એ સર્વેમાં કોરોનાના પોઝીટીવ કેસો મળી આવ્યાં છે. એનો એક અર્થ એવા થાય કે લોકોમાં કોરોનાના લક્ષણો હોઇ શકે પણ લોકો ભયના માર્યા સામાન્ય લક્ષણો પણ બતાવતા નથી.
બદલાતી જતી સીઝનમાં શરદી-ખાંસી કે ઉધરસના કેસો બનતા જ હોય છે. જેમને એલર્જી હોય તેમને આ સીઝનલ અસર થાય છે. અને ફેમિલિ ડોક્ટરની દવાથી સાજા થઇ જવાય છે. હાલમાં તમામ દવાખાના બંધ છે. સામાન્ય શરદી-ઉધરસ હોય તો પણ લોકો સર્વેની ટીમને જણાવતા નથી. તેમને ડર એ છે કે જો કહીએ તો તપાસ કરે, ટેસ્ટીંગ કરે અને 14 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડે. પરંતુ તેની સાથે સાથે કોઓ એ પણ વિચારવુ જોઇએ કે જો ટેસ્ટીંગમાં રિપોર્ટ નેગેટીવ આવે તો એ લોકો માટે પણ સારી બાબત છે. અને જો પોઝીટીવ આવે તો તરત ત સમયસર સારવાર શરૂ થાય અને બચી જવાય. તેની સાથે સાથે જે તે વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવ્યો તેની જાણ થાય તો એ લોકોની પણ તપાસ કરીને તેમને બચાવી શકાય.
હાલમાં અમદાવાદની જેમ અન્ય શહેરોમાં પણ કોરોનાનના દર્દીઓ વધારે હોઇ શકે. વ્યક્તિને પોતાને પણ ખબર ના હોય કે તેમનામાં કોરોનાના લક્ષણો છે. સર્વેમાં આ બાબત બહાર આવે તો વિનામૂલ્યે તરત જ સારવાર થઇ શકે અને એકની સાથે બીજાને પણ સમયસર બચાવી શકાય. તેથી લોકોએ સર્વે ટીમને સહયોગ આપવો જોઇએ, જે દરેકના હિતમાં છે.
સરકારે લોકોમાં રહેલી ભયની લાગણીને ધ્યાનમાં લઇને સર્વેમાં જેમને સામાન્ય શરદી કે ખાંસી જોવા મળે તો સામાન્ય દવા આપવી જોઇએ. તેની નોંધ રાખવામાં આવે. બની શકે કે તેને સીઝનલ એલર્જી હોય અથવા ખરેખર કોરોનાના લક્ષણો ના પણ હોય અને સમાન્ય દવાથી સાજા થઇ જાય. દરેક શરદી-ખાંસી વાળાને કોરોનાના લક્ષણોવાળા માનવામાં આવશે તો લોકો 14 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવુ પડશે…એવી બીક રાખીને સર્વેમાં માહિતી છુપાવવાનો પ્રયાસ કરી શકે. તેથી સરકારે આરોગ્ય વિભાગના તબીબો સાથે ચર્ચા કરીને સામાન્ય શરદી-ખાંસી વાલાને સ્થળ પર જ દવા આપીને તેની નેંધ રાખવાનું કોઇ મિકેનીઝમ વિચારવુ જોઇએ. દરેકને કોરોનાવાળા માનવામાં આવશે તો લોકો સાચી હકીકત દર્શાવવાનું ટાળી શકે.
સરકારે તેના પ્રચાર પ્રસારમાં પણ એ બાબતનો સમવેશ કરવો જોઇએ કે સામાન્ય શરદી-ખાંસીના કિસ્સામાં દાખલ કરવામાં નહીં આવે અને સ્થળ પર જ દવા આપવામાં આવશે. દરેકને દાખલ કરવામાં નહીં આવે. સરકાર એવી જાહેરાત કરશે તો લોકો સામેથી શરદી-ખાંસી હોવાનું જણાવશે. બની શકે કે ફેમિલી ડોક્ટરોના દવાખાના બંધ છે ત્યારે એવા સીઝનલ એલર્જીવાળા લોકો મુશ્કેલીમાં આવી શકે. સામાન્ય તાવ હોય તો પણ તેને કોરોનામાં ખપાવવાની જરૂર નથી.લોકડાઉનની કપરી સ્થિતિ, ઘરનું વાતાવરણ અને અન્ય સમય સંજોગોને કારણે કોઇને તાવ હોય તો તેને ઉપાડીને હોસ્પિટલમાં લઇ જવાનું તંત્રનું વલણ પણ યોગ્ય નહીં ગણાય. લોકો ડર રાખ્યા વગર સામે ચાલીને ટેસ્ટીંગ માટે બહાર આવે તેવું સામાજિક વાતાવરણ સર્જ્વાની જરૂર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.