રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૫૨.૯૨ સામે ૫૬૭૨૦.૩૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૨૯૫.૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૯૬.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૪૭.૦૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૪૦૫.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૫૫.૮૦ સામે ૧૭૧૨૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪૬.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૮૦૯.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવો ૭.૫%ની ૪૦ વર્ષની નવી ઊંચી સપાટીએ જાહેર થતાં અને બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઉછાળાએ હવે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો હોઈ યુ.એસ.ફેડરલ દ્વારા ચાલુ વર્ષમાં સાત વખત વ્યાજ દરમાં વધારો કરવાની આગાહી થવા લાગતાં તેમજ ક્રૂડ સાત વર્ષની ટોચે પહોંચ્યા બાદ હવે યુક્રેન-રશિયા વચ્ચે વકરી રહેલા વિવાદ વૈશ્વિક તંગદિલી વધતા અનિશ્ચિત્તાના માહોલમાં રશીયા ગમે તે ઘડીએ યુક્રેન પર ચઢાઈ કરે એવી શકયતાના યુ.એસ.સેક્રેટરી ઓફ સ્ટેટના નિવેદને ટેન્શન વધતાં અને સ્થાનિક સ્તરે ગુજરાત સ્થિત કાર્યરત ABG શીપયાર્ડનું અંદાજીત રૂ.૨૨,૮૪૨ કરોડના મહાકૌભાંડમાં અંદાજીત ૨૮ જેટલી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ભોગ બની હોવાના અહેવાલે આજે વૈશ્વિક બજારોમાં કડાકા સાથે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો અને બ્લેક મન્ડે સર્જાયો હતો.
આંતરરાષ્ટ્રીય મોરચે ફુગાવા-મોંઘવારી અસાધારણ ઊંચાઈએ પહોંચી રહી હોવા સાથોસાથ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૧૦૦ ડોલર તરફ કૂચ કરતાં રહી બ્રેન્ટ ક્રુડ ૯૩ ડોલર નજીક પહોંચી જતાં ભારતમાં રાજયોની ચૂંટણીઓ બાદ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારો થવાના સ્પષ્ટ સંકેતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ આગામી દિવસોમાં વ્યાજ દરોમાં વધારો કરવાની ફરજ પડશે એવા નિર્દેશે આજે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ શેરોમાં ઓલ રાઉન્ડ ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. રિયલ્ટી, મેટલ શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, બેઝિક મટિરિયલ્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ એક તબક્કે ૧૮૫૦ પોઈન્ટથી વધુ તૂટી ગયા બાદ અંતે ૧૭૪૭ પોઈન્ટ ગબડીને અને નિફટી ફ્યુચર ૫૪૬ પોઈન્ટ તૂટીને બંધ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૫૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, બેન્કેક્સ, ફાઈનાન્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૮૪ અને વધનારની સંખ્યા ૫૬૭ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવા – મોંઘવારીનું પરિબળ વિશ્વ માટે રોજબરોજ જોખમી બની રહ્યું છે, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઓપેક દેશો દ્વારા માર્ચમાં ઉત્પાદનમાં વધારો કરવાના નિર્ણય છતાં બ્રેન્ટ ૯૨ ડોલરની સપાટી પાર કરી ગયા છે. અમેરિકામાં મોંઘવારી દર ૪૦ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ૧૯૮૨ પછી યુએસમાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચતા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ટુંક સમયમાં વ્યાજ દરમાં વધારો કરાશે જેની ભારતીય શેરબજાર પર પ્રતિકુળ અસર જોવા મળશે. યુએસમાં ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઝડપથી વધારો કરશે. તેનાથી અમેરિકામાં યીલ્ડ વધશે. આનાથી વિદેશી બંડોળ ઊભરતાં બજારોમાંથી નાણાં ઉપાડી શકશે અને યુએસમાં રોકાણ કરી શકશે. તેની સીધી અસર સ્થાનિક ફુગાવા પર પડશે. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીની સૌથી વધુ અસર આર્થિક પ્રવૃત્તિઓ પર પડી હતી. લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ ગઈ હતી. લોકો ઘરોમાં બંધ હતા. ૨ કરોડથી વધુ લોકો બેકાર થયા હતા. આ કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો હતો.
કંપનીઓએ મહામારી ચાલુ રહેવાના ડરથી નવું રોકાણ કર્યું નથી. જો કે અમેરિકી અર્થતંત્રમાં અપેક્ષા કરતા વહેલી રિકવરી શરૂ થઈ ગઈ. સરકાર અને ફેડરલ રિઝર્વ દ્વારા તરલતા વધારવાના પગલાં દ્વારા અર્થતંત્રને મદદ મળી હતી. રસીકરણના કારણે લોકોનો આત્મવિશ્વાસ વધ્યો. તેનાથી માંગ વધવા લાગી. માંગમાં વધારો થયો પણ પુરવઠામાં વધારો થયો નથી. આનાથી મોંઘવારી ૪૦ વર્ષની ટોચે પહોંચી ગઈ છે, જેથી વૈશ્વિક શેરબજારોમાં હાલ સેન્ટીમેન્ટ ડહોળાયું છે. ઉપરાંત રશીયા – યુક્રેન વચ્ચે ટેન્શન ફરી વધતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ જોખમી પરિબળ બન્યું છે. આ જોખમી પરિબળો વચ્ચે આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.