Home વ્યાપાર જગત - BUSINESS જીઓ પોલિટીકલ ટેન્શન અને વૈશ્વિક ફુગાવા અંગેની ચિંતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે...

જીઓ પોલિટીકલ ટેન્શન અને વૈશ્વિક ફુગાવા અંગેની ચિંતાએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો સૂર…!!

84
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૯૨.૦૧ સામે ૫૭૪૮૮.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૪૮૮.૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૬.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯.૦૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૮૩૨.૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૯૦.૨૦ સામે ૧૭૨૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૧૮.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૮૪.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુક્રેન મામલે રશીયાએ એક તરફ વાટાઘાટની તૈયારી બતાવ્યા સામે યુક્રેન સરહદે સૈન્યનો જમાવડો વધારી રહ્યાના નાટો, અમેરિકા અને યુરોપના દેશોના આક્ષેપો વચ્ચે ટેન્શન યથાવત રહેતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ બે -તરફી અફડાતફડીના અંતે સેન્ટીમેન્ટ ખરડાયુ હતું અને ઘટાડા સાથે બંધ રહ્યું હતું. શેરોમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દરેક ઉછાળે વેચવાલ બની રહ્યાનું જોવાઈ રહ્યું હતું.

જીઓપોલિટીકલ ટેન્શન સાથે વિશ્વ અત્યારે ફુગાવા – મોંઘવારીની સમસ્યાનો સામનો કરી રહ્યું હોઈ અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ યુક્રેન મામલે ચિંતા યથાવત રહેતાં આગામી દિવસોમાં મોંઘવારીમાં વધુ વધારાના જોખમ અને ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાંચલ સહિતના રાજયોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈ ખાસ ઉત્તર પ્રદેશમાં અપસેટ સર્જાવાના સંજોગોમાં સેન્ટીમેન્ટ વધુ ડહોળાવાની પૂરી શકયતા અને ખરડાતાં સેન્ટીમેન્ટ વચ્ચે એલઆઈસી ઓફ ઈન્ડિયાના ઐતિહાસિક મેગા આઈપીઓનોની સાથે તાજેતરના ઘણી કંપનીઓના આઈપીઓ વાસ્તવિકતાથી અનેક ગણા વધુ વેલ્યુએશને થયા બાદ શેરોના થયેલા ઘટાડાને લઈ રોકાણકારો પ્રાઈમરી માર્કેટથી વિમુખ થવા લાગ્યા હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. આ જોખમી પરિબળો વચ્ચે આજે બે-તરફી વધઘટના અંતે શેરોમાં નરમાઈ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૭૫ અને વધનારની સંખ્યા ૧૦૯૩ રહી હતી, ૧૦૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય બેન્કિંગ ક્ષેત્ર છેલ્લા અનેક દાયકાઓ બાદ હાલમાં મજબૂત સ્થિતિમાં હોવાનું ધ્યાનમાં રાખી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે  નાણાં વર્ષ ૨૦૨૩ માટેનું બેન્કિંગ ક્ષેત્રનું આઉટલુક સ્થિરમાંથી સુધારા તરફી મૂકયું છે. બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિ નાણાં વર્ષ ૨૦૨૦થી સુધરી રહી છે અને આગામી નાણાં વર્ષમાં પણ તે ચાલુ રહેશે. બેલેન્સશીટસમાં મજબૂતાઈ, ધિરાણ માગમાં સુધારો તથા કોર્પોરેટ કેપેકસ સાયકલ શરૂ થવાની શકયતાને ધ્યાનમાં રાખતા બેન્કોના અન્ય નાણાંકીય ગણિતોમાં પણ સુધારો જળવાઈ રહેવાની શકયતા છે. લિક્વિડિટીમાં ઘટાડાને પરિણામે વ્યાજ દરમાં વધારો થવા સાથે બેન્કોના લાભ પર અસર પડી શકે છે, પરંતુ થાપણની સરખામણીએ લોન્સના દર ઝડપી બદલી શકાતા હોવાથી લાભ પર પડનારી અસર આંશિક રીતે ભરપાઈ થઈ શકે છે.

બેન્કિંગ ક્ષેત્રની ૩૫% જેટલી લોન્સ બહારી બેન્ચમાર્ક દરો સાથે જોડાયેલા હોય છે. અન્ય રેટિંગ એજન્સીએ નાણાં વર્ષ ૨૦૨૩ માટે ધિરાણ વૃદ્ધિનો દર ૧૦% રહેવાનો અંદાજ મૂકયો છે. જો કે વર્તમાન નાણાં વર્ષ માટેનો આ દર ૮.૯૦% પરથી ઘટાડી ૮.૪૦% કરાયો છે. નાણાં વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળા બાદ આર્થિક પ્રવૃત્તિમાં સુધારા,  માળખાકીય ક્ષેત્રે સરકારી ખર્ચમાં વધારો તથા રિટેલ માગમાં વૃદ્ધિથી વિકાસને વેગ મળશે. નાણાં વર્ષ ૨૦૨૨ના અંતે બેન્કોની તાણ હેઠળનીલોન્સ ૮.૭૦% રહેવા ધારણાં છે જ્યારે આગામી નાણાં વર્ષમાં તે ઘટી ૭.૬૦ ટકા રહેવા અપેક્ષા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field