(જી.એન.એસ) તા. 4
રાજકોટ,
ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) 2 થી 5 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજકોટના એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભારત ઔદ્યોગિક મેળાની 9મી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત આ કાર્યક્રમની કલ્પના બિઝનેસ-ટુ-બિઝનેસ (બી2બી), બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (બી2સી) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ ડોમેનમાં સ્થાનિક એમએસઇ માટે બિઝનેસની તકો વધારવાનો છે.
તેની આઉટરીચ પહેલના ભાગરૂપે, GeM તેના પેવેલિયન પર એક વ્યાપક ઓનબોર્ડિંગ ડ્રાઇવ હાથ ધરી રહ્યું છે. ઇવેન્ટના પ્રથમ દિવસે જ, 350થી વધુ સ્થાનિક ઉદ્યોગસાહસિકોએ ત્વરિત હેન્ડહોલ્ડિંગ સપોર્ટનો લાભ લીધો હતો અને GeM ઇકોસિસ્ટમમાં જોડાયા હતા. આશરે 5,000થી વધુ વ્યક્તિઓએ GeM (GeM) પેવેલિયનની મુલાકાત લીધી હતી અને પોર્ટલની ખાસિયતો વિશે વધુ જાણકારી મેળવી હતી અને આ પ્લેટફોર્મ કેવી રીતે નાના પાયે વેચાણકર્તાઓને 1.6 લાખથી વધારે સરકારી ખરીદદારોને તેમનાં ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં મદદ કરે છે. પોર્ટલ પર વ્યવસાય કરવામાં સરળતા લાવવા માટે હાલના હોદ્દેદારો દ્વારા સામનો કરવામાં આવતી પ્રશ્નો અને પડકારોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
“આ પ્રકારના લક્ષિત હસ્તક્ષેપો દ્વારા, GeMનો ઉદ્દેશ ભારતીય ઉદ્યોગસાહસિકોમાં વેપારના નવા માર્ગો વિશે જાગૃતિ લાવવાનો છે, જ્યારે છેવાડાનાં વિક્રેતાઓ માટે સરકારી ઇ-ટેન્ડરિંગની સુલભતાને સરળ બનાવવાનો છે. એક સર્વસમાવેશક બજાર ઊભું કરવાના અમારા મિશનથી પ્રેરિત થઈને, અમે જાહેર ખરીદીની તકોની સુલભતાને સરળ બનાવવા માટે કટિબદ્ધ છીએ, જે હાયપરલોકલ અર્થતંત્રોને વેગ આપે છે, એમ GeMના એડિશનલ સીઈઓ અને ચીફ સેલર ઓફિસર શ્રી અજિત બી ચવ્હાણે જણાવ્યું હતું.
“અમે રાજકોટના સમૃદ્ધ ઉદ્યોગો અને એમએસઇને ભારત ઔદ્યોગિક મેળામાં GeM પેવેલિયનની મુલાકાત લેવા અને સરકારી ખરીદદારો માટે ભારતના સૌથી મોટા ઇ-માર્કેટપ્લેસમાં વ્યવસાય વધારવાના નવા માર્ગો શોધવા આમંત્રણ આપીએ છીએ,” એમ શ્રી ચવ્હાણે ઉમેર્યું હતું.
જાન્યુઆરી, 2025 સુધી, GeMએ ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના 10 મહિનાની અંદર ₹4.09 લાખ કરોડનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (જીએમવી) હાંસલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા કુલ ઓર્ડર વેલ્યુના લગભગ 40 ટકા એમએસઈ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. સ્માર્ટ માર્કેટપ્લેસ ફિલ્ટર્સ, ખરીદીની પસંદગીઓ અને વિશિષ્ટ લાભો મારફતે GeM ભારતમાં એમએસઇની વૃદ્ધિને સક્ષમ બનાવે છે, જે ભારત સરકારનાં વર્ષ 2047માં વિકસિત ભારતનાં વિઝનને વધારે મજબૂત કરે છે.
GeM વિશે:
ગવર્મેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ છે, જે વિવિધ કેન્દ્ર/રાજ્ય મંત્રાલયો, વિભાગો, સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) પંચાયતો, સહકારી સંસ્થાઓ વગેરે દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની એન્ડ-ટુ-એન્ડ ખરીદીની સુવિધા આપે છે. ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસન’ હાંસલ કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મની શક્તિનો ઉપયોગ કરવા માટે આપણાં પ્રધાનમંત્રીનાં સહિયારા પ્રયાસો વર્ષ 2016માં GeMની સ્થાપના તરફ દોરી ગયા હતા. ઓનલાઇન પોર્ટલની સ્થાપના વર્ષો જૂની મેન્યુઅલ જાહેર ખરીદી પ્રક્રિયાઓને નાબૂદ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી, જે બિનકાર્યક્ષમતાઓ અને ભ્રષ્ટાચારથી ભરેલી હતી.
GeM પેપરલેસ, કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇકોસિસ્ટમ પૂરી પાડે છે, જેમાં વિક્રેતાઓની નોંધણી અને ખરીદદારો દ્વારા આઇટમની પસંદગીથી માંડીને માલની પ્રાપ્તિ અને સમયસર ચુકવણીની સુવિધા સુધીની ખરીદીની પ્રક્રિયાના સમગ્ર ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. GeMની કલ્પના એવી કરવામાં આવી હતી કે તે ચપળતા અને ગતિનો ઉપયોગ કરે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ સાથે આવે છે, જે જાહેર ખરીદી પ્રણાલીઓને પુનર્જીવિત કરવાના વ્યૂહાત્મક ઉદ્દેશસાથે બનાવવામાં આવે છે અને વંચિત લોકો તેમજ રાષ્ટ્ર માટે કાયમી પરિવર્તન લાવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.