Home દેશ - NATIONAL 9 માર્ચથી 23 માર્ચ સુધી, TCS ની 18000 કરોડ રૂપિયાની બાયબેક ઓફર...

9 માર્ચથી 23 માર્ચ સુધી, TCS ની 18000 કરોડ રૂપિયાની બાયબેક ઓફર આવશે

64
0

(જી.એન.એસ),તા.૦૭


મુંબઈ


સપ્ટેમ્બર 2021માં, ઇન્ફોસિસે 9,200 કરોડ રૂપિયાના બાયબેકની જાહેરાત કરી હતી, જ્યારે વિપ્રોએ 9,500 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. 2018માં, એચસીએલ ટેકે 4,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કર્યા હતા. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે શેર બાયબેક સામાન્ય રીતે શેર દીઠ આવકમાં સુધારો કરે છે અને શેરધારકોને સરપ્લસ રોકડ પ્રદાન કરે છે, જે મંદીના સમયમાં સ્ટોકને ટેકો આપે છે. આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે 5 માર્ચે તેની 18,000 કરોડ રૂપિયાની શેર બાયબેક ઓફરની તારીખોની જાહેરાત કરી હતી. આ બાયબેક ઓફરની જાહેરાત કંપની દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. આ ઓફર 9 માર્ચે ખુલશે અને 23 માર્ચે સાંજે 5 વાગ્યે બંધ થશે, એમ કંપનીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે TCSનું આ ચોથું બાયબેક છે અને છેલ્લા ત્રણ બાયબેકમાં ટાટા સન્સને સૌથી વધુ ફાયદો થયો હતો. આ બાયબેક ઓફરમાં ટીસીએસની પ્રમોટર ટાટા સન્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડે લગભગ 2.88 કરોડ શેર્સનું ટેન્ડર કરવાની તૈયારી દર્શાવી છે. 2021 માં, ટીસીએસએ શેર દીઠ 3,000 રૂપિયાના દરે 5.3 કરોડ શેર ખરીદ્યા હતા અને ઓફર હેઠળ 3.333 કરોડ શેર સ્વીકાર્યા હતા. કંપનીએ 2017 અને 2018માં બે બાયબેક ઓફર લાવી હતી અને બંને રાઉન્ડમાં તેનું કદ 16,000 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર, 2021ના અંતે, ટીસીએસ પાસે આશરે 51,950 કરોડ રૂપિયાનુ કેશ અને કેશ ઈક્વિવેલેન્ટ હતું. ટાટા સન્સે સરકાર પાસેથી એર ઈન્ડિયાને 18,000 કરોડ રૂપિયામાં ખરીદી લીધા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે. કંપની સરકારને 2,700 કરોડ રૂપિયા ચૂકવશે અને બાકીની રકમ દેવાની ચૂકવણીમાં જશે. ટાટા સન્સ હાલમાં ટીસીએસમાં 72 ટકા હિસ્સો ધરાવે છે. સેબીના ધારાધોરણો મુજબ, ઓફરના કદના 15% (અંદાજે 2700 કરોડ રૂપિયા) નાના રોકાણકારો માટે આરક્ષિત છે. બાયબેક હેઠળ શેરનું ટેન્ડર કરનારા રોકાણકારોને 20 ટકા સુધીનું ત્વરિત વળતર મળી શકે છે. આ રોકાણકારોમાં એવા રોકાણકારોનો સમાવેશ થાય છે જેમની પાસે રેકોર્ડ ડેટ પર 2 લાખ રૂપિયા સુધીના શેર છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતંત્રનો ગિરનાર મંડળનાં સંતો વતી પૂ. ઈન્દ્રભારતી બાપુએ આભાર વ્યક્ત કર્યો
Next articleક્રૂડ ઓઈલમાં તેજીમાં આવતા ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર રહ્યો