રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૪૬૮.૯૦ સામે ૫૫૯૨૧.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૯૩૧.૪૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૬૫.૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૬.૨૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૫૧૦૨.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૧૩.૪૫ સામે ૧૬૭૪૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૪૪૫.૧૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૨૪.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૫૨૭.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગના શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળી રહી હતી. વૈશ્વિક બજારોમાં તેજી સાથે ખાસ યુએસ બજારોમા તેજી સાથે સ્થાનિક બેંચમાર્ક ઈન્ડાયસિસ ૧%થી વધુના ઉછાળા સાથે ખુલ્યાં હતા, જોકે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા શરૂઆતી કલાકમાં જ સમગ્ર તેજી ધોવાઈ ગઈ હતી. યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાએ યુક્રેનના અનેક શહેરોને તબાહ કરી રહ્યું હોવા સાથે હવે રશિયાએ ત્રીજું વિશ્વ યુદ્વ ન્યુક્લિયર વોર હશે અને વિશ્વ માટે સર્વનાશક બની રહેવાની ચેતવણી આપતાં આજે ભારતીય શેરબજારમાં અપેક્ષિત ઘટાડો નોંધાયો હતો.
યુક્રેન – રશિયા યુદ્વ વચ્ચે વિશ્વને સપ્લાય થતાં ક્રુડના પુરવઠામાં ખેંચ ઊભી થવાની શકયતા વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના ૧૧૪ ડોલરની આઠ વર્ષની ઊંચાઈએ પહોંચી જતાં આગામી દિવસોમાં ભારત સહિતના ક્રુડની ૮૦%થી વધુ આયાત પર નિર્ભર રાષ્ટ્રોની હાલત કફોડી બનવાના અને મોંઘવારી – ફુગાવો કાબૂ બહાર જવાના સ્પષ્ટ સંકેત સાથે રશિયા પર વિશ્વભરના પ્રતિબંધોને પરિણામે ભારતીય બેંકિંગ – ફાઈનાન્શિયલ ક્ષેત્રની એનપીએમાં પણ જંગી વધારો થવાની દહેશતે આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની સતત વેચવાલીએ ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, આઇટી, ટેક, ટેલિકોમ, હેલ્થકેર અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૮૬ અને વધનારની સંખ્યા ૨૦૩૫ રહી હતી, ૧૧૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રશિયા – યુક્રેનના યુદ્ધના પગલે આ બન્ને દેશોમાં તો મોટી ખુવારી થઈ છે પરંતુ યુદ્ધના પ્રત્યાઘાતોથી પણ વિશ્વના વિવિધ દેશો પર આર્થિક ભીંસના સ્વરૂપમાં પડયા છે. વિશ્વના બધા દેશો સામે હવે સૌથી મોટો પડકાર ઊભો થયો છે ક્રૂડતેલના ઉછળતા ભાવોનો અને તેના પગલે રેકોર્ડ ગતિએ વધતા ફુગાવાનો. વૈશ્વિક બજારમાં રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતા ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. રશિયા વિશ્વમાં ક્રૂડ નો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. યુદ્ધના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ઉછળી ઉંચામાં બેરલદીઠ ૧૧૪ ડોલર નજીક પહોંચી જતાં વ્યાપક ચકચાર જાગી છે.
ક્રૂડના ભાવ વધતા ભારત અને અન્ય આયાત ઉપર નિર્ભર દેશોમાં મોંઘવારીનો ખતરો ઉભો થયો છે. ભારતમાં તા.૨ ડિસેમ્બર પછી, વિધાનસભાની ચૂંણીઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નથી. આ ત્રણ મહિનામાં ક્રૂડના ભાવ ૪૭% વધી ગયા છે. એટલે સ્થાનિક બજારમાં તોતિંગ ભાવ વધારો આવી શકે છે. ક્રૂડના આ ભાવ ૮ વર્ષની ટોચે છે પણ ભારતમાં હાલ ચૂંટણીનો માહોલ હોવાથી પેટ્રોલ તથા ડિઝલના ભાવ સરકારે જાળવી રાખ્યા છે પરંતુ ચૂંટણીમાં મતદાનનો જેવો છેલ્લો દિવસ પૂરો થશે કે તુરંત દેશમાં પેટ્રોલ – ડિઝલના ભાવ વધારી દેવામાં આવશે એવી ભીતિ જોવાઈ રહી છે. આમ થશે તો મોંઘવારી આકરી બનશે, ફુગાવો ઉંચો જશે અને રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવાની પણ ફરજ પડશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.