Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી...

EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

14
0

(જી. એન. એસ) તા. 26

નવી દિલ્હી,

શુક્રવારે સુપ્રીમ કોર્ટે VVPATને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે.  દેશ ની સર્વોચ કોર્ટે EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અનેક પીઆઇએલ પર પોતાનો ચુકાદો આપ્યો છે. EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે VVPAT સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગણી કરતી અરજીઓ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટે બે નિર્દેશો આપ્યા છે – પહેલો એ છે કે સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સિમ્બોલ લોડિંગ યુનિટ્સ (SLUs) સીલ કરવામાં આવે અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંગ્રહિત કરવામાં આવે. આ ઉપરાંત, બીજી સૂચના એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયરોની ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે. આ માટે ઉમેદવારે પરિણામ જાહેર થયાના સાત દિવસમાં અરજી કરવાની રહેશે. તેનો ખર્ચ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે એવા લોકોની વિચાર પ્રક્રિયાને બદલી શકશે નહીં જેઓ વોટિંગ મશીનના ફાયદા પર શંકા કરે છે અને બેલેટ પેપર પર પાછા ફરવાની હિમાયત કરે છે. આ સિવાય બુધવારે નિર્ણય અનામત રાખતી વખતે બેંચે નાયબ ચૂંટણી કમિશનર નીતિશ વ્યાસને કોર્ટમાં બોલાવ્યા હતા અને પાંચ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleJio એ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન
Next articleઈન્ડિગો એરલાઈનએ આંતરરાષ્ટ્રીય રૂટ પર તેની સેવાનો વિસ્તાર કરવાની યોજના બનાવી