Home દેશ - NATIONAL ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડનો IPO 3 નવેમ્બરે ખુલશે

ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડનો IPO 3 નવેમ્બરે ખુલશે

24
0

(GNS),01

અમદાવાદ, બેન્કની સુવિધા ધરાવતા તેમજ બેન્કની અપૂરતી સુવિધા ધરાવતા અને ખાસ કરીને ગ્રામીણ અને નાના શહેરોના વિસ્તારના ગ્રાહક સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરતી સ્મોલ ફાઈનાન્સ બેન્ક ESAF સ્મોલ ફાઈનાન્સ બેન્ક લિમિટેડ તેન પ્રથમ IPO લાવી રહી છે. આ IPO 3 નવેમ્બરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુમાં 7 નવેમ્બર સુધી રોકાણ કરી શકે છે. સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીની પ્રાઇસ બેન્ડ રૂ. 57 થી રૂ. 60 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. સ્મોલ ફાઇનાન્સ બેન્ક IPO દ્વારા રૂ. 463 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે..

પ્રતિ ઇક્વિટી શેર Rs 10 ની ફેસ વેલ્યુ ધરાવતા આ પબ્લીક ઈસ્યુમાં રૂ. 390.70 કરોડના નવા ઇક્વિટી શેરો અને રૂ. 72.30 કરોડ સુધીના ઑફર ફોર સેલ (OFS) સહિત ઈસ્યુની કુલ કિંમત રૂ. 463 કરોડ છે. આ નવા ઈસ્યુમાંથી મળનાર રકમનો ઉપયોગ બેન્ક તેના ટાયર 1 કેપિટલ બેઝને વધુ મજબૂત કરવા માટે કરશે..

આ ઓફરમાં કંપની દ્વારા રૂ. 390.7 કરોડના શેર નવેસરથી જારી કરવામાં આવશે. જેમાં ત્રણ શેરધારકો તરફથી રૂ. 72.3 કરોડના શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. પ્રમોટર ESAF ફાયનાન્સિયલ હોલ્ડિંગ્સ OFS મારફતે રૂ. 49.26 કરોડના શેરનું વેચાણ કરશે. જ્યારે PNB MetLife India Insurance Company અને Bajaj Allianz Life Insurance Company OFSમાં રૂ. 23.04 કરોડના શેરનું વેચાણ કરશે. આ IPOમાં, બેંકે તેના કર્મચારીઓ માટે રૂ. 12.5 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેરો અનામત રાખ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝેરોધા ફંડ હાઉસે બે ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા, બંને ફંડ માટે અરજીની છેલ્લી તારીખ પણ નક્કી
Next articleઅર્જુન કપૂર અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ફિલ્મ ‘ધ લેડી કિલર’ને લઈને ચર્ચામાં આવ્યા