Home વ્યાપાર જગત - BUSINESS એનર્જી, આઇટી – ટેક શેરોમાં ફંડોની લેવાલીએ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી...

એનર્જી, આઇટી – ટેક શેરોમાં ફંડોની લેવાલીએ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ…!!

108
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૭૮૮.૦૩ સામે ૫૮૨૪૩.૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૬૮૩.૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૫૪.૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૩.૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૦૧.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૬૦.૮૦ સામે ૧૭૩૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૩૩.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૯.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૪૦.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી, પરંતુ યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ બાદ વૈશ્વિક સ્તરે વધતાં ફુગાવા – મોંઘવારીના પરિબળ અને હવે બોન્ડ ટેપરીંગની વધતી શકયતા સાથે ભારતમાં મોંઘવારી અસહ્વ બની રહી હોઈ આર્થિક મોરચે આગામી સમય પડકારરૂપ બની રહેવાના સંકેતોએ ફોરેન ફંડોએ સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કોરોના સંક્રમણ હવે ઓમિક્રોનના નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાવા લાગતાં ફરી આરોગ્ય સાથે આર્થિક ચિંતા વિશ્વની વધવા લાગતાં અને આ વખતે એડવાન્ટેજના બદલે વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ પડવાની ચિંતાએ ભારતીય શેરબજારોમાં પણ ઓવર હીટ બની ગયેલી તેજીમાં સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

ચાઈનામાં એક પછી એક કટોકટી – સંકટના આવી રહેલા સમાચારોમાં ચાઈનાના શિમાઓ બોન્ડસમાં કડાકો બોલાઈ જવા અને ચાઈનામાં આર્થિક પીછેહઠના પરિણામે વધુ સ્ટીમ્યુલસની ચર્ચા તેમજ અમેરિકા દ્વારા ચાઈનાની વધુ સાત કંપનીઓ અને ડીજેઆઈને બ્લેકલિસ્ટ કરવામાં આવશે એવા અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ માહોલ ડહોળાયેલો રહેતાં સાવચેતીમાં તેજીમાં ઘટાડો નોંધાયો હતો. ક્રુડ ઓઈલમાં ઈરાનની ન્યુક્લિયર ડિલ માટેની તૈયારીના સંકેતોએ વૈશ્વિક ક્રુડનો પુરવઠો આગામી દિવસોમાં વધવાના અંદાજોએ ક્રુડ ઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. આ ઉપરાંત એમિક્રોન વિષયક ભીતિ હળવી થયાના અહેવાલોની વિદેશી શેરબજારો પર સાનુકૂળ અસર થઈ હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી, એનર્જી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૮ અને વધનારની સંખ્યા ૧૪૯૬ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, નવા વર્ષમાં ભારત ફરી સામાન્ય સ્થિતિમાં આવી જશે અને વિકાસ દરમાં ગતિ જોવા મળશે એવી બેન્ક ઓફ અમેરિકાએ ધારણાં મૂકી છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે બેન્કે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૮.૨૦% મૂકયો છે. આર્થિક વિકાસમાં રિકવરી અને ફુગાવામાં નિયંત્રણ સાથે ભારતે  ૨૦૨૧માં આશાવાદ સાથે પ્રવેશ કર્યો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરે સ્થિતિને અસ્થિર કરી નાખી હતી, જેને કારણે પૂરવઠા ખેંચ ઊભી થઈ હતી અને ભાવો પર દબાણ આવ્યું હતું. વર્ષ ૨૦૨૨માં ભારત માટે સ્થિતિ સામાન્ય બની જવાનું અમે જોઈ રહ્યા છીએ. ઉપભોગ માગ વધવા સાથે વિકાસમાં રિકવરીને ગતિ મળવાની અપેક્ષા છે એમ બેન્કે નવા વર્ષના પોતાના આઉટલુકમાં  જણાવ્યું હતું.

વેક્સિનેશનના નીચા દર અને ઓમિક્રોનના કેસો એવા પરિબળો છે જે વિકાસ સામે નોંધપાત્ર અનિશ્ચિતતા ઊભી કરી શકે એમ છે. ક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો, નાણાં વર્ષ ૨૦૨૩માં કૃષિ, ફોરેસ્ટ્રી તથા ફિશિંગનો આર્થિક વિકાસ દર ૩.૫૦% રહેવા ધારણાં છે જે વર્તમાન નાણાં વર્ષ માટે ૪% અંદાજાયો છે. સેવા ક્ષેત્ર માટે આ દર ૭.૯૦% અને ૯% અંદાજાયો છે. આગળ જતા ફુગાવામાં વધારો થશે અને રિટેલ ફુગાવો નાણાં વર્ષ ૨૦૨૩માં ૫.૬૦% રહેવા ધારણાં છે. આને કારણે રિઝર્વ બેન્ક પર વ્યાજ દર વધારવાનું દબાણ છે. આગામી નાણાં વર્ષમાં આરબીઆઈ રેપો રેટમાં ૧% જેટલો વધારો કરશે તેવી પણ બેન્ક ઓફ અમેરિકાએ ધારણાં મૂકી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field