Home વ્યાપાર જગત - BUSINESS ફેડરલ રિઝર્વ દ્વારા વહેલું ટેપરિંગ અને વૈશ્વિક ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં...

ફેડરલ રિઝર્વ દ્વારા વહેલું ટેપરિંગ અને વૈશ્વિક ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

122
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૮૦૭.૧૩ સામે ૫૮૬૯૬.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૪૧૪.૭૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૫.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૮૬.૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૬૧.૪૦ સામે ૧૭૫૩૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૩૫.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૯.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૪૬.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે સતત બે દિવસ સુધી જંગી ઉછાળા બાદ દેશના શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ત્રીજે દિવસે અફડા તફડીના અંતે સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની નાણાં નીતિની બુધવારે જાહેરાત બાદ આજે બેન્કિંગ શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી, જ્યારે પસંદગીના શેરોમાં આકર્ષણ રહ્યું હતું. અર્થતંત્રને નીતિવિષયક ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખવાના ધ્યેય સાથે વર્તમાન નાણાં વર્ષમાં આર્થિક વિકાસ દર ૯.૫૦% રહેવાની અપેક્ષાએ અને વર્તમાન નાણાં વર્ષના ત્રીજા તથા ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપી અંદાજમાં રિઝર્વ બેન્કે કરેલા ઘટાડાને શેરબજારે ડિસ્કાઉન્ટ કર્યું હતું. આ ઉપરાંત ઓમિક્રોનની અસર હળવી રહેતી હોવાના અહેવાલ બાદ વૈશ્વિક બજારોમાં ઉછાળાએ પણ સ્થાનિક શેરબજારમાં ઘટાડો ઓછો થતો જોવા મળ્યો હતો. આરબીઆઈની નાણાં નીતિની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. સ્થાનિક તથા વૈશ્વિક પોઝિટિવ પરિબળો વચ્ચે આજે બીએસઇ સેન્સેકસે ૫૮૭૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી.

કોરોના સંક્રમણ હવે ઓમિક્રોનના નવા સ્વરૂપે વિશ્વમાં ફેલાવા લાગતાં ફરી આરોગ્ય સાથે આર્થિક ચિંતા વિશ્વની વધવા લાગતાં અને આ વખતે એડવાન્ટેજના બદલે વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ પડવાની ચિંતાએ ભારતીય શેરબજારોમાં પણ ઓવર હીટ બની ગયેલી તેજી બાદ સાવચેતી જોવા મળી હતી. એકથી વધુ નેગેટીવ પરિબળો પૈકી ઓમિક્રોન વાયરસની ગંભીરતા મામલે હજુ સ્થિતિ સ્પષ્ટ થવાની બાકી હોવા છતાં વિશ્વને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આપેલી ચેતવણી અને યુરોપના દેશો, દક્ષિણ આફ્રિકામાં વધતાં કેસો સાથે ભારતમાં પણ વિવિધ રાજયોમાં શંકાસ્પદ કેસોને લઈ અગમચેતીમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ તેજીનો વેપાર હળવો કરતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ, બેન્કેક્સ, ફાઈનાન્સ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૯ અને વધનારની સંખ્યા ૨૦૯૯ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, એક તરફ ઓમિક્રોનને કારણે અર્થતંત્રમાં રિકવરી ખોરવાઈ જવાનો ભય રહેલો છે ત્યારે ફેડરલ રિઝર્વ દ્વારા વહેલું ટેપરિંગ હાથ ધરાશે તો ભારત સહિત વિશ્વભરના શેરબજારમાં રોકાણકારોનું માનસ ખરડાતા વાર નહીં લાગે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા એસેટ ખરીદી કાર્યક્રમ અગાઉ રજુ કરાયેલી અપેક્ષા કરતા થોડાક મહિના વહેલો સમેટી લેવા પર વિચારણા કરવી યોગ્ય ગણાશે એમ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું. કોરોનાના કાળમાં અમેરિકન અર્થતંત્રને ટેકો પૂરો પાડવા તેની કેન્દ્રીય બેન્કે મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડ ખરીદી કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેમાં હવે કાપ મૂકવાની હિલચાલ શરૂ થઈ છે. 

નવેમ્બરના પ્રારંભમાં ફેડરલ રિઝર્વે એસેટ ખરીદી કાર્યક્રમ ૨૦૨૨ના મધ્ય સુધીમાં પૂરો થાય તે રીતે સમયપત્રક ગોઠવી રહ્યું છે. ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક ૧૪-૧૫ ડિસેમ્બરે મળી રહી છે, જેમાં ટેપરિંગ વહેલું હાથ ધરવા પર નિર્ણય આવી શકે છે. છેલ્લા એક મહિનામાં ભારતના શેરબજારોમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. ઓકટોબરમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએથી બજાર ૭% ઘટયું છે. ફુગાવાજન્ય દબાણો તથા કોરોનાના વેરિયન્ટને કારણે ગભરાટ ફેલાયો છે. ફેડરલ રિઝર્વ દ્વારા ટેપરિંગ વહેલું કરવાની કોઈપણ જાહેરાત ભારતીય શેરબજારનું ૨૦૨૧નો અંત બેતરફી અફડાતફડી સાથે થશે નવાઈ નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field