Home ગુજરાત જલારામબાપાના દર્શન કરવા વિરપુરમાં ભાવિકો ઉમટ્યા

જલારામબાપાના દર્શન કરવા વિરપુરમાં ભાવિકો ઉમટ્યા

114
0

(જી.એન.એસ),તા.૨૬


રાજકોટ


પૂજ્ય સંતશ્રી જલારામ બાપાએ ૨૦ વરસની ઉંમરે ૧૮/૧૧/૧૮૨૦ ના રોજ વિરપુરમાં હરિહરની શરૂઆત કરી હતી. જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મહા વદને દશમીને વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂજ્ય બાપાની પુણ્યતિથિ તરીકે મનાવાય છે. બાપાને સંતાનમાં એકમાત્ર દિકરી જમનાબહેન, એમના પુત્ર કાળાભાઈ, એમના વારસ એટલે હરિરામબાપા, દોહિત્ર હરિરામમાં ચમકારો જાેયો અને પોતાની હયાતીમાં જ એમને વિરપુર ગાદીના રખેવાળ તરીકે પસંદ કર્યા હતા. છપ્પનીયા દુષ્કાળ સમયે વિરપુરના અન્નક્ષેત્રની નામના ટોચ ઉપર પહોંચી હતી..એ હરિરામ બાપાના પુત્ર ગિરધરરામ બાપાની કમાલ હતી.એ પછી વિરપુરના ગાદીપતિ તરીકે એમના પુત્ર જયસુખરામ બાપા બિરાજમાન થયા હતા. જલારામબાપાના પ્રપૌત્ર જયસુખરામબાપાએ ૨૨ વર્ષ પહેલાં મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કર્યું હતું. મંદિરમાં કોઈપણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યાં વગર પણ ૨૨ વર્ષથી સદાવ્રત ચાલે છે. વર્ષે જલારામબાપાના સદાવ્રતમાં લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે, પણ હજી સુધી સદાવ્રતના અન્નના ભંડારમાં ક્યારેય ઊણપ આવી નથી. દાન વગર સદાવ્રત ચાલી રહ્યું છે ત્યારે ભોજન સામગ્રી ક્યાંથી આવી રહી છે એ આજે પણ એક રહસ્ય છે. મહા વદ દશમીને ૨૬ ફેબ્રુઆરી હોવાથી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર વીરપુર ગામના નાના મોટા તમામ વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણ પણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આજે વીરપુર આવતા ભાવિકો,યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ખુલ્લા રહેશે,પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો તેમજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા પૂજ્ય જલાબાપાની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવશે તેમજ વીરપુર આવતા ભાવિક ભક્તજનોને અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ આપવામાં આવશે. વિશ્વભરમાં અલગ-અલગ સંપ્રદાયો દ્વારા ચલાવાતા સદાવ્રતો માટે આ એક અજબની મિસાલ છે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી તેમના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાનાં સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને તેમના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. આજે પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૨ વર્ષ થયાં છે. ૨ વર્ષ પૂર્વે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું, એ સમયે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં, પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામાં આવ્યું હતું, એટલે અન્નક્ષેત્ર એક દિવસ પણ બંધ રહ્યું નથી.સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત, શુરા અને દાનવીરોની ભૂમિ. વિશ્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જલાબાપાની ૧૪૧મી પુણ્યતિથિ નિમિત્તે વીરપુરના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખશે.યાત્રાળુઓ માટે જલાબાપાની જગ્યામાં દર્શન, અન્નક્ષેત્ર બન્ને ખુલ્લા રહેશે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વીરપુર કે જ્યાં સંત શિરોમણી જલાબાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે, જલાબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૨ વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field